Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

ગુજરાતમાં ફરીવાર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી, અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં પડશે માવઠું

ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક, કાપણી કરેલ પાક તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા સૂચના

KJ Staff
KJ Staff
unseasonal rain
unseasonal rain

રાજયના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના અમરેલી, ભાવનગર, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લા ઉપરાંત અમદાવાદ, આણંદ, બનાસકાંઠા,દાહોદ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, ડાંગ, તાપી, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં તા.૦૫ મે, ૨૦૨૩ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની સંભાવના હોવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

હવામાન ખાતાની આ આગાહીના પગલે ખેડૂતોને ખેત ઉત્પાદિત પાક, કાપણી કરેલ પાક તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા સૂચના છે. શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો તથા ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા, એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત જણસીના જથ્થાને સલામત સ્થળે રાખવા તેમજ ખેત જણસીના જથ્થાને કોઈ પ્રકારનું નુકશાન ન થાય તે માટે જરુરી વ્યવસ્થા કરવી. 

આ પણ વાંચો: આ દૂધના માત્ર એક લીટરનો ભાવ છે 7 હજાર રૂપિયા! દેશ-વિદેશમાં છે બમ્પર માંગ

વધુ જાણકારી અર્થે સંબંધિત વિસ્તારના ગ્રામ સેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Share your comments

Subscribe Magazine

More on weather

More