Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

weather

ખેતીમાં હવામાનની જુદી-જુદી આગાહીની અગત્યતા

હવામાનએ ટુંકાગાળાની વાતાવરણની પરિસ્થિતિ છે. જેમ કે સવારનું હવામાન, બપોરનું હવામાન, સાંજનું હવામાન કે દિવસનું હવામાન એમ કોઇપણ સમયગાળાનું અલગ અલગ હોઈ શકે છે. હવામાનનો આધાર તાપમાન, હવાનું દબાણ, ભેજનું પ્રમાણ, વરસાદ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે

Amansinh Jadeja
Amansinh Jadeja
હવામાન જાણવું હોય તો તે માટે હવામાનનાં વિવિધ પરિબળોની માહિતી જાણો
હવામાન જાણવું હોય તો તે માટે હવામાનનાં વિવિધ પરિબળોની માહિતી જાણો

          હવામાનએ ટુંકાગાળાની વાતાવરણની પરિસ્થિતિ છે. જેમ કે સવારનું હવામાન, બપોરનું હવામાન, સાંજનું હવામાન કે દિવસનું હવામાન એમ કોઇપણ સમયગાળાનું અલગ અલગ હોઈ શકે છે. હવામાનનો આધાર તાપમાન, હવાનું દબાણ, ભેજનું પ્રમાણ, વરસાદ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. તેથી કોઈ એક પ્રદેશનું હવામાન જાણવું હોય તો તે માટે હવામાનનાં વિવિધ પરિબળોની માહિતી જાણીને જે તે સમયગાળાની વાતાવરણની પરિસ્થિતિ તારવીને હવામાનનાં પ્રકાર નક્કી કરી શકાય છે.

          આપણા રોજ-બરોજના જીવન, ખેતી, અનેક વ્યવસ્થા, વ્યવહારો વગેરે પર હવામાનની ઘણી મોટી અસર થાય છે. તેથી વિશ્વના દરેક દેશો પોતાના પ્રદેશોનું દરરોજનું હવામાન જાણીને તેનો અહેવાલ બાર પડે છે. અમુક દેશોમાં હવામાન એકાએક અને વારંવાર બદલાતું રહે છે, તેવા સમયે હવામાનની આગાહીનું મહત્વ ખુબ વધી જાય છે. તોફાન, વાવાઝોડું, ભારે વરસાદ, પુર, ધુમ્મસ, હિમ વર્ષા વગેરેની સમયસરની આગાહી મળવાથી જાનમાલ અને અવ્યવસ્થાના ભાગરૂપે મોટા નુકશાનથી બચી શકાય છે.

હવામાનની અનિશ્ચિતતાઓ અને વિપરીત પરિસ્થ્તિઓ જેવી કે પુર, વાવાઝોડું, કરા પડવા, ચોમાસામાં વરસાદ વિનાના સૂકા દિવસો, અનાવૃષ્ટિ, ગરમ અને ઠંડા ઝડપથી ફૂંકાતા પવનો વગેરે પાક ઉત્પાદન ઘટાડવામાં ખુબ જ ભાગ ભજવે છે. આ કુદરતી પરિબળોનું નિયંત્રણ ખેતી માટે સામાન્ય રીતે થઇ શકતું નથી. પરંતુ અનુકૂળ હવામાનનો લાભ લઇ તેમજ વિપરીત પરિસ્થિતિમાં અનુકુલન સાધી ખેતી ઉત્પાદન ટકાવી અથવા વધારી શકાય છે જેના માટે આવનાર હવામાન વિષેનું જ્ઞાન આવશ્યક છે.

હવામાન આગાહી એટલે શું?­­­

આવનાર હવામાનની અગાઉથી મળતી માહિતી સામાન્ય રીતે ‘આગાહી’, ‘પૂર્વાનુમાન’, ‘ફોરકાસ્ટ’ અને ‘વર્તારો’ શબ્દોથી ઓળખાય છે. ભારતમાં વર્ષ ૧૮૭૫ થી ભારત મૌસમ વિભાગ (આઈએમડી) કાર્યરત છે જેના દ્વારા હવામાનના પરિબળોની આગાહી અવિરતપણે સમગ્ર દેશ માટે કરવામાં આવે છે. હવામાનની આગાહી વાતાવરણના જુદા જુદા પરિબળો જેવા કે તાપમાન, હવાનું દબાણ, ભેજ, બાષ્પીભવન, પવનની દિશા અને ઝડપ, વિકિરણ શક્તિ, આકાશમાં વાદળોની પરિસ્થિતિ વગેરેનો ચોક્કસ અભ્યાષ કરીને આપવામાં આવે છે.

હવામાનની આગાહીનાં પ્રકાર
હવામાનની આગાહીનાં પ્રકાર

હવામાન આગાહીનાં પ્રકાર:

સમયગાળાને ધ્યાને લઇ હવામાનની આગાહી નીચે વર્ગીકૃત કરવામાં આવી છે.

(૧) નાઉ કાસ્ટિંગ (Now Casting):

આ આગાહી ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગાહી જે તે સમયે પ્રવર્તતી સારાંશ પરિસ્થિતિ પર આધારિત છે તે ૧૨ કલાક સુધી માન્ય છે અને દિવસમાં ૨ વખત આપવામાં આવે છે. વંટોળ, વાવાઝોડું, કડાકા સાથે થતી વીજળી, ઠંડા અને ગરમ વાયુના પવનો જેવા પરિબળોની આગાહી કરવામાં આવે છે. આ આગાહીનો ઉપયોગ દરિયામાં થતી હલન-ચલન અને વિમાન સંચાલન માટે ઉપયોગી છે.

(૨) ટૂંકા ગાળાની આગાહી:

          આ આગાહીની સમયમર્યાદા ૨૪ થી ૪૮ કલાકની હોય છે. અનિવાર્ય સંજોગોમાં તે ૭૨ કલાક સુધી લંબાવાતી હોય છે. ટૂંકા ગાળાની આગાહીમાં રોજની વાતાવરણની પરિસ્થિતિ જેમ કે આકાશ સ્વચ્છ રહેશે કે વાદળછાયું, વરસાદ પડવાની શક્યતા, વાવાઝોડું, ઠંડી કે ગરમીમાં વધારો કે ઘટાડો, પવનની સ્થિતિ વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. આ પ્રકારની આગાહી ખેડૂતો, માછીમારો, વિમાનોના ઉડ્ડયન, દરિયાઈ જહાજોના પ્રવાસો તેમજ રેલ્વે તથા માર્ગવાહન વ્યવહારોને, વિદ્યુત તથા સંદેશા વ્હવહારને તેમજ મોટા જાહેર કાર્યક્રમો, વેપાર અને ઔદ્યોગિક ક્ષેત્રોને ઘણી જ ઉપયોગી નીવડે છે.

મધ્યમ ગાળાની આગાહી
મધ્યમ ગાળાની આગાહી

(૩) મધ્યમ ગાળાની આગાહી:

          આ આગાહી મોટા ભાગે ત્રણ દિવસ માટે આપવામાં આવે છે અને જરૂર પડે તો સમય મર્યાદા સાત દિવસ સુધી લંબાવી શકાય છે. આ આગાહીમાં હવામાનનો સરેરાશ ખ્યાલ આપવામાં આવે છે. આ પ્રકારની આગાહી ખેડૂતોને તેમના ખેતરોની તૈયારી કરવામાં, પાકની વાવણી તથા રોપણી કરવામાં, મજૂરોની કૃષિ કામગીરીમાં, સમયસરની આયોજન વ્યવસ્થા અને મૂડીરોકાણ કરવામાં, પાકને રોગ-જીવાતથી રક્ષણ મેળવવા, યોગ્ય સમયે દવાનો છંટકાવ કરવા, નિંદામણની પ્રક્રિયા હાથ ધરવા, પાકની લણણી, કાપણી, સંગ્રહ અને વેચાણ વ્યવસ્થા માટે ઘણી જ ઉપયોગી થઇ પડે છે.

() લાંબા ગાળાની આગાહી:

          આ આગાહી ૩૦ દિવસ માટે આપવામાં આવે છે અને તેની સમય મર્યાદા ત્રણ માસ કે આખી ઋતુ માટે લંબાવવામાં આવે છે. આ પ્રકારની આગાહી જે તે દેશનું આર્થિક માળખું ગોઠવવામાં ખુબ જ ઉપયોગ થઇ શકે છે. સરકારને વિકાસના ભાવી કાર્યક્રમ ઘડવામાં તે ખુબ જ મદદરૂપ થાય છે.

પાક આયોજન હવામાનની આગાહી :

જ્યારે ખેડૂતો ધારે ત્યારે પાક આયોજન અને પરિસ્થિતિ પ્રમાણે ખેતીની દરેક પ્રક્રિયા, ખેતીની સામગ્રી તથા ખેત યાંત્રીકીકરણનો યોગ્ય અને વ્યવસ્થિત ઉપયોગ કરી મહત્તમ પાક ઉત્પાદન મેળવી શકે, પરંતુ હવામાનની વિપરીત પરિસ્થિતિના કારણે ખેતીમાં થતું નુકશાન અટકાવવું ઘણીવાર મુશ્કેલ હોય છે. હવામાનના આવા વિપરીત પરિબળોથી થતા આ નુકશાનને ઘટાડવા માટે ખેડૂતોને આગામી દિવસોમાં કેવા હવામાનની સ્થિતિ રહેશે તેની આગોતરી અને સચોટ માહિતી મળે તે હેતુસર ભારત સરકારના ભૂસ્તરવિજ્ઞાન અને હવામાન શાખા, મોસમ વિભાગ, નવી દિલ્હી દ્વારા દેશના જુદા-જુદા ભાગોમાં ખેત આબોહવાકીય પરિસ્થિતિ મુજબ મધ્યમ અવધિની આગાહી કરવામાં આવે છે અને તે પાંચ દિવસ માટેની હોય છે. સામાન્ય રીતે આ મધ્યમ અવધી પૂર્વાનુમાન દર મંગળવાર અને શુક્રવારે જિલ્લાવાર આપવામાં આવે છે.

હાલના તબક્કે દેશની વિવિધ કૃષિ યુનીવર્સીટી તથા સંશોધન કેન્દ્રોના સહયોગથી હવામાનની આગાહી આપવાનું કામ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. આ હવામાનની આગાહીના આધારે કૃષિ સલાહ માર્ગદર્શિકા જે તે તજજ્ઞ વૈજ્ઞાનિકની તજજ્ઞતાને આધારે બહાર પાડવામાં આવે છે. જેને હવામાન બુલેટીન પણ કહેવામાં આવે છે. આ હવામાન પત્રિકા/ બુલેટીન જુદા જુદા દૈનિક પત્રો, આકાશવાણી, ટીવી કેન્દ્રો, અને કૃષિ યુનીવર્સીટીની વેબસાઈટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે જેથી કરીને સમગ્ર ખેડૂત સમુદાયને તેનો લાભ બહોળા પ્રમાણમાં અને સમયસર મળી શકે.

દરેક પ્રકારની વિપરીત હવામાન પરિસ્થિતિમાં કૃષિ પાકોમાં તથા ઉત્પાદન
દરેક પ્રકારની વિપરીત હવામાન પરિસ્થિતિમાં કૃષિ પાકોમાં તથા ઉત્પાદન

ખેતીમાં હવામાનની આગાહીથી થતા ફાયદાઓ :

  • આ પ્રકારની આગાહીથી જુદા જુદા સમયે ખેતીની પ્રક્રિયાઓ તથા પાક ઉત્પાદનને સીધી રીતે કે આડકતરી રીતે અસર કરતા હવામાન પરિબળોથી ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે અને તે પ્રમાણે ખેડૂતો પોતાની રોજીંદી ખેતી પ્રક્રિયાઓ/કાર્યોમાં ફેરફાર કરી તેનું યોગ્ય નિરાકરણ લાવે છે.
  • દરેક પ્રકારની વિપરીત હવામાન પરિસ્થિતિમાં કૃષિ પાકોમાં તથા ઉત્પાદનમાં થતા નુકશાનથી બચવા સંકલિત જીવાંત નિયંત્રણના તથા બીજા જરૂરી પગલા લઈને ખેતીમાં થતા ખર્ચને ઘટાડી ઉત્પાદન જાળવી તથા વધારી શકાય છે. અને છેવટે મહતમ નફો ખેડૂતો પોતાની ખેતીમાંથી મેળવી પોતાનું જીવન ધોરણ સુધારી શકે છે.
  • રોજબરોજના ખેતી કાર્યો જેવા કે વાવણી, પારવણી, પિયત, નીંદણ, આંતરખેડ, પાક સંરક્ષણનાં પગલાઓ, કાપણી, પાકની સાચવણી તથા સંગ્રહ અને માલની હેરફેર અંગે સમયસરનું યોગ્ય માર્ગદર્શન/ સલાહ સુચન આપવાથી યોગ્ય સમયે ખેત કાર્યોનું આયોજન કરી બિન જરૂરી ખેતી ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન દ્વારા મુખ્યત્વે વધુ નફો મેળવી શકાય છે.
  • અમુક સમયગાળામાં આવતા વિવિધ પાકોમાં જુદા જુદા રોગો તથા જીવાતોના નિયંત્રણ માટે જરૂરી પાક સંરક્ષણના પગલા સમયસર ભરી તેને નિયંત્રણ કરી પાકની સુરક્ષા તથા ઉત્પાદકતા વધારી શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on weather

More