Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ચણાનો પાક કરનારા ખેડૂતો માટે ખુશીના સમાચાર, કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી મહત્વપૂર્ણ જાહેરાત

દેશમાં ગુજરાત રાજ્ય ખેતી માટે આગવુ મહત્વ ધરાવે છે, ત્યારે રાજય સરકારે કૃષિલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરશે તેવી કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે.

Himanee Chauhan
Himanee Chauhan
Important Announcement For Chickpea Growers
Important Announcement For Chickpea Growers

દેશમાં ગુજરાત રાજ્ય ખેતી માટે આગવુ મહત્વ ધરાવે છે, ત્યારે રાજય સરકારે કૃષિલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરશે તેવી કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે.

રાજ્યના ખેડૂતોની માંગણી અને રજૂઆતોને લઈને કૃષિ મંત્રીએ હકારાત્મક અભિગમ દાખવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે રવિ સિઝનમાં ચણાનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને ધ્યાનમાં લઈને અગાઉથી જ સજાગતા દાખવતા રાજ્ય સરકારે ખેડૂતોને ચણાના પોષણક્ષમ ભાવો અપાવવા કટિબદ્ધતા દાખવીને ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી 125 મણ ચણાની ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. 

રાજ્યના કૃષિ મંત્રીએ રૂબરૂ દિલ્હી જઈને કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમરના સંપર્કમાં રહી ચણાનો વધુમાં વધુ જથ્થો લઘુતમ ટેકાના ભાવથી ખરીદાય તે માટે સઘન પ્રયત્નો કર્યા હતા, ઉપરાંત રાજ્યમાં થયેલ ચણાના મબલખ પાકની ઉત્પાદકતાને ધ્યાનમાં રાખીને ખેડૂતોની લાગણી કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કેન્દ્ર સરકારને ગુજરાતના ખેડૂતો પાસેથી વધુમાં વધુ ચણાનો જથ્થો ખરીદાય તે માટે પ્રયત્ન કર્યા હતા. જેના પરિણામે કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે ચાર લાખ પાસઠ હજાર 4,65,000 મેટ્રિક ટન ચણાનો જથ્થો ગુજરાત રાજ્યના ખેડૂતો પાસેથી ખરીદવા માટેની મંજૂરી આપી છે. 

આ પણ વાંચો : ડેરી ફાર્મિંગ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપશે 25 ટકા સબસિડી

 

કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતુ કે ચણાની આ ખરીદી કેન્દ્રની નોડલ એજન્સી નાફેડ વતી ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટિંગ ફેડરેશન ગુજકોમાસોલ દ્વારા 187 કેન્દ્રો પર ચણાની ખરીદી કરવામાં આવશે.

રાજયના ખેડૂતો માટે આ નિર્ણય અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમર, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાતના કેન્દ્રિય મંત્રીઓ અને સાંસદોનો ખેડૂતો વતી આભાર માન્યો હતો. તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં આનંદની લાગણીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો : માર્ચ મહિનાના મુખ્ય કૃષિ કાર્યો, આ કામ પૂર્ણ કરવા ખેડૂતો માટે છે ખૂબ જરૂરી

 

ઉલ્લેખનીય છે કે, ગુજકોમાસોલ ગાંધીનગર દ્વારા ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં તુવેર ખરીફ-21 પાકના 6300 રૂપિયા, ચણા રવિ- 22 પાકના 5230 રૂપિયા અને રાયડા રવિ-22 પાકના 5050 રૂપિયા કવિન્ટલના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. એક ખેડૂત પાસેથી દરરોજ વધુમાં વધુ 2500 કિલો જણસીની ખરીદી કરવામાં આવે છે. જો કોઈ ખેડૂત પાસે વધારે માલ હોય તો બીજે દિવસે તે માલ લઈને ખેડૂત આવી શકે છે. ટેકાના ભાવે જણસીની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. સેન્ટ્રલ નોડલ એજન્સી નાફેડ વતી રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો : જૂના ઝાડમાંથી મળશે કેરીનું વધુ ઉત્પાદન, તમે પણ અપનાવો આ ટેક્નિક

આ પણ વાંચો : ગોળ ઉદ્યોગમાં ઉપયોગી મહત્વનો પાક: જંગલી ભીંડા

 

Share your comments

Subscribe Magazine

More on News

More