Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

ડેરી ફાર્મિંગ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપશે 25 ટકા સબસિડી

ડેરી ફાર્મિંગ એ એવા વ્યવસાયોમાંથી એક છે, જે હવામાન અથવા કોઈપણ સ્થળ પર આધારિત નથી હોતો. આ એ વ્યવસાયોમાંથી એક છે જે તમે ગમે ત્યાં અને ગમે ત્યારે શરૂ કરી શકો છો. જેમકે તમને ખબર જ હશે કે દૂધ અને દહીં એવા ઉત્પાદનો છે, જેની માંગ હંમેશા રહે છે.

Himanee Chauhan
Himanee Chauhan
Subsidy For Dairy Farming Business
Subsidy For Dairy Farming Business

ડેરી ફાર્મિગનો વ્યવસાય શરૂ કરવો છે એકદમ સરળ 

દૂધ અને દહીં એવા ઉત્પાદનો છે, જેની માંગ હંમેશા રહે છે. તેની માંગ ક્યારેય ખતમ નથી થતી. આ સિવાય ડેરી ફાર્મિંગ માટે વધારે મૂડી રોકાણ કરવાની જરૂર નથી, તેથી જો તમારી પાસે ઓછા પૈસા હોય તો પણ તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો. 

સરકારી યોજનાઓનો લો લાભ 

તમને જણાવી દઈએ કે ઘણી સરકારી યોજનાઓ છે, જે તમને ડેરી ફાર્મિંગના વ્યવસાયમાં મદદ કરી શકે છે. હાલમાં, સરકાર ડેરી ફાર્મિંગ વ્યવસાયને પ્રોત્સાહન આપી રહી છે અને ડેરી ફાર્મિંગ વ્યવસાય માટે ઘણી સબસિડી યોજનાઓ, લોન યોજનાઓ અને અન્ય સહાય યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાઓમાંથી  એક ડેરી ઉદ્યોગ સાહસિકતા વિકાસ યોજના છે. આ યોજના હેઠળ સરકાર ડેરી ફાર્મિંગ વ્યવસાય માટે અનુદાન આપે છે. આનો લાભ લઈને તમે પણ તમારો પોતાનો ડેરી ફાર્મિંગ વ્યવસાય શરૂ કરી શકો છો.

કેટલી સબસિડી આપવામાં આવશે ?

સરકારે ડેરી ફાર્મિંગ વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓને અમલમાં મૂકી છે, પરંતુ ડેરી ઉદ્યોગ સાહસિકતા વિકાસ યોજના હેઠળ પશુપાલકોને ડેરી વ્યવસાય માટે 25 ટકા સબસિડી આપવામાં આવે છે. આ સિવાય જો તમે અનામતમા આવો છો તો તમને આમાં 33 ટકા ગ્રાન્ટ મળશે. આ વ્યવસાય શરૂ કરવા માટે, તમારે એક પ્રોજેક્ટ ફાઇલ તૈયાર કરવી પડશે અને નાબાર્ડની ઓફિસનો સંપર્ક કરવો પડશે.

ડેરી ફાર્મિંગ વ્યવસાયના ફાયદા 

ડેરી ફાર્મિંગ વ્યવસાયનો માત્ર એક જ નહીં પરંતુ અનેક ફાયદાઓ છે. જેમાં દૂધથી લઈને પશુઓના છાણ સુધીનું વેચાણ કરીને સારી કમાણી કરી શકાય છે. મહત્વની વાત છે કે તમે પશુઓના છાણનો ઉપયોગ ઓર્ગેનિક ખાતર બનાવવા માટે પણ કરી શકો છો. ઉપરાંત બજારમાં દૂધના ભાવની સાથે સાથે દૂધમાંથી બનતી ચીજવસ્તુઓ જેવી કે દહીં, ચીઝ વગેરેની માંગમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો : કુદરતી રેસા આપતુ વૃક્ષ સીબા પેન્ટેન્ડ્રા (કપોક, સફેદ શીમળો)

આ પણ વાંચો : આધુનિક ખેતી માટે જૈવિક ખાતર કેટલા જરૂરી ?

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More