Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

ગોળ ઉદ્યોગમાં ઉપયોગી મહત્વનો પાક: જંગલી ભીંડા

ભારતીય ઉપ-મહાદ્વીપને ઉગાડવામાં આવતા ભીંડા (Abelmoschus spp.) જર્મપ્લાઝમ માટે વિવિધતાનું કેન્દ્ર માનવામાં આવે છે અને વૈશ્વિક સ્તરે જોવા મળતી કુલ ૧૩ પ્રજાતિઓમાંથી ભારતમાં ૧૦ પ્રજાતિઓ જોવા મળે છે.

KJ Staff
KJ Staff
Jaggery Industry
Jaggery Industry

ભારતીય ઉપ-મહાદ્વીપને ઉગાડવામાં આવતા ભીંડા (Abelmoschus spp.) જર્મપ્લાઝમ માટે વિવિધતાનું કેન્દ્ર માનવામાં આવે છે અને વૈશ્વિક સ્તરે જોવા મળતી કુલ ૧૩ પ્રજાતિઓમાંથી ભારતમાં ૧૦ પ્રજાતિઓ જોવા મળે છે.

ભારતીય ઉપ-મહાદ્વીપને ઉગાડવામાં આવતા ભીંડા (Abelmoschus spp.) જર્મપ્લાઝમ માટે વિવિધતાનું કેન્દ્ર માનવામાં આવે છે અને વૈશ્વિક સ્તરે જોવા મળતી કુલ ૧૩ પ્રજાતિઓમાંથી ભારતમાં ૧૦ પ્રજાતિઓ જોવા મળે છે. ડૉ. અંજુલા પાંડે, ડૉ. પુરન ચંદ્રા અને ડૉ. આર. એ. ગુર્જરની બનેલી વૈજ્ઞાનિકોની ટીમે A. manihot spp. tetraphyllus, Abelmoschus tuberculatus spp. tetraphyllus અને A ficulneus નામની ત્રણ જંગલી પ્રજાતિઓનું અવલોકન નવેમ્બર, ૨૦૨૧ માં ૧૬ થી ૨૫ તારીખ વચ્ચે કર્યું હતું, જેમાં તેમને આ પાક નવસારી, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં ઉગતી જોવા મળી હતી. આ જંગલી ભીંડાની પ્રજાતિઓનો ઉપયોગ ભીંડા સુધારણા કાર્યક્રમમાં ભારે ફળ ધારણ, શૂટ બોરર (Shoot borer) નામનાં રોગ સામે પ્રતિકાર અને Bhendi yellow vein mosaic virus. A. manihot પ્રત્યે સહનશીલતા માટે સંભવિત સ્ત્રોત તરીકે થાય છે. જેને સ્થાનિક લોકો દ્વારા “રાણી ભીંડી” તરીકે ઓળખવામાં આવે છે, કે જેનો ઉપયોગ ગોળ (ગુડ)ની ઉચ્ચ વેચાણ ક્ષમતા માટે રંગ સુધારવા માટે પણ થાય છે

આ પ્રજાતિઓમાં ફૂલો આવવાની શરૂઆત પહેલાં, નરમ દાંડીવાળા નાના છોડ અને ઓછી ડાળીઓવાળી દાંડીની બજારમાં સારી કિંમત મળે છે. તેની તાજી કાપણીની એક ગાંસડી રૂ. ૨૫ થી ૩૦/કિલોના ભાવે વેચાય છે. વૈજ્ઞાનિકો દ્વારા અવલોકન કરેલ ક્ષેત્રમાં જાણવા મળ્યું કે આ પ્રજાતિનો ગોળમાં ઉપયોગ થતો હોવા છતાં, આ વિસ્તારમાં કોઈ વાવેતર થતું નથી. નાના પાયાના કારખાનાના માલિક ઉત્તર પ્રદેશમાંથી રાણી ભીંડીના ગાંસડીની આયાત કરે છે કે જ્યાં તેનું વાવેતર ખેતરમાં પાળા ઉપર કે આખા ખેતરોમાં કરવામાં આવે છે. સ્થાનિક રીતે ઉપલબ્ધ જંગલી ભીંડાના છોડ સામાન્ય રીતે પસંદ કરવામાં આવતા નથી. જો કે, સમય સાથે ગુંદરની ગુણવત્તા ઘટતી જાય છે પરતું તાજા છોડનો સાપ્તાહિક પુરવઠો પુરો પાડવો જરૂરી છે. ઉત્તર પ્રદેશમાંથી આયાતી કાચો માલ મેળવવામાં વિલંબ થવાના કિસ્સામાં, સ્થાનિક આદિવાસીઓ દ્વારા ગોળના ઉત્પાદન માટે જંગલમાંથી દાંડીઓ એકત્રિત કરે છે. વ્યાપારી ગોળ ઉત્પાદન માટે તાપી નદી નજીકના ઉકાઈ ધામમાં આવા ૨૫ જેટલા એકમો કાર્યરત છે

વૈજ્ઞાનિકોને ઉચ્છલના વિક્રેતાએ માહિતી આપી હતી કે માંડવી, સુરત માંથી એકત્ર કરાયેલ દાંડી, સારી ગુણવત્તા અને ગુંદરની માત્રા ધરાવે છે. તેઓ તાજા અને અર્ધ-સૂકાયેલા છોડના મૂળ અને દાંડી બંનેનો ઉપયોગ કરે છે. ભીંડાના આનુવંશિક સંસાધનોના મહત્વને ધ્યાનમાં રાખીને રાણીની ભીંડીમાં ઉચ્ચ ગુંદર માત્રા અને સ્થાનિક ગોળ ઉદ્યોગોમાં વ્યાપક રીતે ઉપયોગમાં લેવા માટે આ પ્રજાતિઓને ખેતીમાં લાવવી તથા જર્મપ્લાઝમની તપાસ અને ઓળખ કરવાની જરૂરી બને છે. વૈજ્ઞાનિકો દ્વારા આ ચાર જિલ્લાઓમાંથી એકત્રિત જર્મપ્લાઝમની પ્રક્રિયા કરવામાં આવી હતી અને લાંબા ગાળાના સંગ્રહ માટે નવી દિલ્હી સ્થિત નેશનલ જીન બેંક અને ક્રાયો-બેંક ICAR-NBPGR માં ૨૫ સંગ્રહો જમા કરવામાં આવ્યા હતા.

લેખક: ડૉ. આર. એ. ગુર્જર, નવસારી કૃષિ યુનિવર્સિટી , નવસારી

ડૉ. પુરન ચંદ્રા, ડૉ. અંજુલા પાંડે, છોડ આનુવંશિક સંસાધનોની રાષ્ટ્રીય કચેરી (ICAR-NBPGR), નવી દિલ્હી

આ પણ વાંચો : ગુલાબના છોડમાં સુગંધિત ફૂલો લાવવા માટે શું કરશો ?

આ પણ વાંચો : દાડમની ખેતી કેવી રીતે કરશો ?

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More