Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

મધમાખી ઉછેર: ખેડૂતોની આવક બમણી કરવા માટે એક ઉભરતો વ્યવસાય

દેશના બદલાતા જતા કૃષિ પરિશ્યમમાં જે ટકાઉ ખાધ ઉત્પાદન અને પોષણ સુરક્ષા માટે સજીવ અને પ્રાકૃતિક ખેતી ધ્યાન કેન્દ્રીત કરે છે. વૈજ્ઞાનીક મધમાખી ઉછેર એ ખેડૂતોના આર્થિક પ્રગતિમાં નોંધપાત્ર ઉમેરો કરી ને નાના ખેડુતોની આજીવિકા માં જબરજસ્ત વધારો કર્યો છે.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja
Honey Bee keeping
Honey Bee keeping

દેશના બદલાતા જતા કૃષિ પરિશ્યમમાં જે ટકાઉ ખાધ ઉત્પાદન અને પોષણ સુરક્ષા માટે સજીવ અને પ્રાકૃતિક ખેતી ધ્યાન કેન્દ્રીત કરે છે. વૈજ્ઞાનીક મધમાખી ઉછેર એ ખેડૂતોના આર્થિક પ્રગતિમાં નોંધપાત્ર ઉમેરો કરી ને નાના ખેડુતોની આજીવિકા માં જબરજસ્ત વધારો કર્યો છે. ૧૯૯૦ ના દાયકાના ઉતરાર્ધથી, ભારતમાં મધનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધ્યુ છે. જે અનૌપચારિક સેગમેન્ટ માંથી તેનો ૭૦% હિસ્સો ફાળવે છે, તેથી મધમાખી ઉછેર એ સૌથી વધુ નફાકારક અને પર્યાવરણને અનુકુળ કૃષિ વ્યવસાય મોડલ તરીકે જોવામાં આવે છે

માનનીય વડાપ્રધાશ્રીએ તેમના "મન કી બાત” કાર્યક્ર્મના ૯૧માં એપિસોડમાં (૩૧ મી જુલાઈ- ર૦રર ના રોજ પ્રસારિત) સ્પષ્ટપણે જણાવ્યુ હતું કે મધની મિઠાશ આપણા ખેડૂતોની આવક વધારીને તેમના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. આ સંદર્ભમાં તેમણે દેશના યુવાનો ને ઉધોગસાહસિકતાની ભાવના દ્વારા મધમાખી ઉછેર ક્ષેત્રે રહેલી તકોની શોધ કરવા અને નવી શક્યતાઓને સાકાર કરવા અપીલ કરી, જેમાં તેમણે યમુનાનગર (હરિયાણા), જમ્મુ(જમ્મુ-કાશ્મીર) અને ગોરખપુર (ઉત્તરપ્રદેશ) આ ત્રણ સફળ મધમાખી ઉછેર કરતાં ખેડુતોની સિધ્ધીઓની પસંશા કરી.

માનનીય વડાપ્રધાનએ તેમના મન કી બાતના વ્યકતવ્ય દરમિયાન ભારપૂર્વક જણાવવ્યું હતુ કે વાસ્તવમાં મધમાખી પાલન એ એક એવું સાહસ છે જે આર્થિક પરિવર્તન ને સરળ બનાવે છે. પોષણ સુરક્ષાને સુનિશ્રત કરે છે અને ઈકોલોજીકલ સ્થિતિ સ્થાપકતા ને વધારે છે આ સંદર્ભમાં તાજેતરમાં મન કી બાતમાં ખેતીવાડી અને ટકાઉ આજીવિકા માટે મધમાખી ઉછેર ને પ્રોત્સાહન આપવા માટે ભા.કું.અનુ.૫, નવી દિલ્હી ની ટીમ દ્વારા એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ વ્યકિતગત મધમાખી પાલકો અને ૪૦ જુથ મધમાખી પાલકો (કુલ ૨૨૨૧ સભ્યો) ને ભારત દેશના ર૬ રાજયો કેન્દ્ર શાસિત પ્રદેશના ૫૬ જીલ્લાઓમાંથી આવરી લેવામાં આવ્યાં હતા આ અભ્યાસ પરથી માલુમ પડેલ કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજવામાં આવેલ જાગૃતિ અભિયાન, તાલીમ તેમજ નિદર્શન કાર્યક્રમો દ્વારા મધમાખી પાલકોની સંખ્યા વધારવામાં ખરેખર નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન, કોડીનાર, ગીર સોમનાથ અને રાષ્ટ્રીય મધમાખી બોર્ડ, નવી દીલ્હીના આર્થિક સહયોગથી ગીર સોમનાથ જીલ્લાના મધમાખી પાલનમાં રસ ધરાવતા પ્રગતિશીલ ખેડૂતોને ૭ દિવસીય કુલ ૫ તાલીમ આયોજિત કરવામાં આવેલ. જેમાંના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચમોડા ગામના એક પ્રગતિશીલ ખેડૂત શ્રી જેઠાભાઇ રામએ મધમાખીનો વ્યવસાય શરૂ કર્યો. તાલીમ લીધા બાદ વર્ષ ૨૦૨૧ માં ૪૦ મધપેટીથી શરૂઆત કરી અને પોતાની મધુવન બ્રાન્ડ બનાવી. સમય જતાં બોક્સ વધારતા ગયા અને તેમાથી મધ અને મધપેટી નુ વેચાણ કરી કુલ ૬૦૦ કિલો મધ અને ૭૦ જેટલી પેટી વેચી અંદાજિત ૫ લાખ રૂપિયાની આવક કરી. આ વ્યવસાય કરવાથી ખેડૂતોને વધારાની પૂરક આવક મળે છે અને પાકમાં ૮૦% ફ્લીનીકરણ મધમાખી દ્વારા થાય છે જે થવાથી પાક ઉત્પાદન પણ વધે છે. જો ખેડૂતો પૂરક વ્યવસાય તરીકે મધમાખી પાલન કરે તો સારી કમાણી કરી શકાય.

આ પણ વાંચો: ખેડૂતોને મળશે 8500 પ્રતિ હેકટરની સહાય, સરકાર ની ખાસ યોજના ચાલુ!

જેના થકી લગભગ ૩૨ વ્યકિતગત મધમાખી પાલકો ને પ્રેરણા મળી છે. મધમાખી ની આકર્ષક પ્રકૃતિ (૨૭.૫૦% )અને મન કી બાત એપિસોડ (રર.૫૦% ) દ્વારા પ્રકાશિત તેની સફળ વાર્તાઓ એ વ્યતિગત મધમાખી પાલકો ને વ્યવસાયિક સાહસ તરીકે લેવા માટે પ્રેરિત કર્યા છે. એવું પણ જોવામાં આવ્યું હતું કે મધમાખી ઉછેરમાંથી પ્રાપ્ત ટકાઉ અને ઉચ્ચતર વળતર તેમજ સરકારી/ખાનગી એજન્સીઓ દ્વારા સહાયથી બંને વ્યકિતગત અને જુથ મધમાખી ઉછેરનારાઓનુ વલણ બદલાયુ છે.

હિસ્સેદારો દ્વારા જે સમસ્યાઓનો સામનો કરવામાં આવી રહયો છે. તે મોટા ભાગે હતા જે વ્યકિતગત (૩૫%) અને જુથમધમાખી પાલકો (૩૦%) બંને એ સામનો કરવો પડયો હતો. તેમના વ્યવસાયિક સાહસ ને સફળતાના શિખર સર કરવામાં નોંધનીય બાબત એ હતી કે મધમાખી પાલન એ ખરેખર નફાકારક સાહસ હોવાનું જણાયુ હતું, જે ખેડૂતોની આવક ને સહાયક આવકના વિકલ્પ તરીકે વધારતુ હતું, પણ મધપુડા દીઠ જુથના ખેડૂતોએ રૂ.૧૨૮૩૨૮/- ની ચોખ્ખી આવક જયારે વ્યકિગત મધમાખી પાલકોએ રૂ.૯૨૯૪૭/-નો ચોખ્ખો નફો મેળવ્યો હતો.
જો કે, મન કી બાત એપીસોડની અસરકારકતાને લીધે વિવિધ સંશોધન તકનિકી સંસ્થાઓ,વિકાસ એજન્સીઓના સમર્થન અને વિવિધ સરકારોના યોજનાકીય સહયોગને લીધે મધમાખી ઉછેર એ અન્ય વ્યવસાયની જેમ ફાયદાકારક નીવડયુ છે.
જો કે મધમાખીપાલન ભારતમાં પ્રારંભિક તબ્બકે છે, તેમ છતા સંસ્થાકીય હસ્તાક્ષેપો, નિતી સમર્થન અને તકનીકી માર્ગદર્શન કારણે સંશાધન - સંરક્ષણલક્ષી ટકાઉ વ્યવસાયિક સાહસોને સ્થાપના દ્વારા મધમાખી ઉછેર ક્ષેત્રની સંભવિતતાને મહતમ બનાવવા માટે અનુકૂળ વાતાવરણ ઉભ કર્યુ છે. જેની સામૂહિક જાગૃકતા મન કી બાત એપીસોડ દ્વારા કરવામાં આવી છે. જો કે આ ક્ષેત્ર માં વધુ સંખ્યા માં સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહિત કરવા માટે વધુ નિતીગત હસ્તક્ષેપ દ્વારા આ ક્ષેત્રે માર્કેટીંગ સીસ્ટમ ને મજબૂત બનાવી શકાય તેમ છે.

(સ્ત્રોતઃઆઈ.સી.એ.આર.નવી-દિલ્હી)

ગીર સોમનાથના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વિષય નિષ્ણાત રમેશ રાઠોડે આપેલી માહિતી મુજબ સાભાર 

Share your comments

Subscribe Magazine

More on News

More