Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

મધમાખી પાલનની વૈજ્ઞાનિક રીત, નાનો રોકાણથી મળશે મોટો વળતર

મધમાખી કુદરત દ્વારા મળેલું અદ્ભુત કીટક છે. માનવ અને મધમાખીનો સંબંધ અત્યંત પ્રાચીન કાલથી બંધાયેલો છે. મધ માખી ઓ મોટાભાગના ફળ, શાકભાજી અને અન્ય પાકોમાં પરાગનયન કરતી હોય છે. જે ગ્રામીણ વિસ્તાર વાળા લોકોને ખેતી સિવાયની આવક/ રોજગારીમાં વધારો કરશે.

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
મધમાખી પાલન
મધમાખી પાલન

મધમાખી કુદરત દ્વારા મળેલું અદ્ભુત કીટક છે. માનવ અને મધમાખીનો સંબંધ અત્યંત પ્રાચીન કાલથી બંધાયેલો છે. મધ માખી ઓ મોટાભાગના ફળ, શાકભાજી અને અન્ય પાકોમાં પરાગનયન કરતી હોય છે. જે ગ્રામીણ વિસ્તાર વાળા લોકોને ખેતી સિવાયની આવક/ રોજગારીમાં વધારો કરશે.

જે તમારા પાસે જમીનનો એકમ મર્યાદિત છે. અને તમે આ મર્યાદીત જમીનમાંથી આવક કેવી રીતે કમાવામાં આવે તે વિચારી રહ્યા છો. તો અમે તમારા માટે એક એવુ વ્યવસાય લઈને આવ્યા છીએ, જેથી તમે નાનો રોકાણથી વધારે વળતક કમાવી શકો છો. અમે જે વ્યવસાયની વાત કરી રહ્યા છે, તે છે મધમાખી પાલન, જેના વિષય આજે અમે તમને બતાવીશુ કે, વૈજ્ઞાનિક રીતથી મધમાખીની ઉછેર કેવી રીતે કરી શાકાય છે.તે ખેડતોને બે પ્રકારે લાભ આપે છે. પ્રથમ તો આપણને મીઠું, મધુર અને પોષટિક મધ આપે અને બીજું તે વનસ્પતિ ના પરાગનયનમાં ખૂબ ઉપયોગી છે.

મધમાખી કુદરત દ્વારા મળેલું અદ્ભુત કીટક છે. માનવ અને મધમાખીનો સંબંધ અત્યંત પ્રાચીન કાલથી બંધાયેલો છે. મધ માખી ઓ મોટાભાગના ફળ, શાકભાજી અને અન્ય પાકોમાં પરાગનયન કરતી હોય છે. જે ગ્રામીણ વિસ્તાર વાળા લોકોને ખેતી સિવાયની આવક/ રોજગારીમાં વધારો કરશે.

ઓછું રોકાણમાં મોટી આવક (Big income with low investment)

મધમાખી પાલન ખુબ ઓછા રોકાણથી કરી શકાય છે. આના માટે કોઈપણ ખાસ પ્રકાર ની જમીનની જરૂર પડતી નથી એટલે ખારાસવાળા ગામોના ખેડૂતો માટે પણ તે ખુબ લાભદાયી છે. મધમાખી પાલન માટે યોગ્ય તાલીમ અને અનુભવ લેવો જરૂરી છે. મધમાખી પાલનમાં મધ ઉત્પાદનની સાથે મીણ, પરાગ, પ્રોપોલીસ, બી વેનમ, રોયલ જેલી જેવી પેદાશો પણ મળે છે. ભારતમાં મુખ્યત્વે મધમાખીની ચાર પ્રજાતિ ઓ જોવા મળે છે.

  • ભમરિય મધમાખી
  • ભારતીય મધમાખી
  • નાની મધમાખી
  • ઈટાલિયન મધમાખી

મધનો ઉપયોગ  (use of honey)

મધ એ કુદરતી મીઠો પદાર્થ છે જે મધમાખી ફૂલોનો રસ અથવા વનસ્પતિ અન્ય ભાગથી ઝરતા રસને ભેગો કરી મધમાં રૂપાંતર કરી અને મીણાના કોષમાં મુકે મછે. મધનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં થાય છે. તેને કફ, શરદી, જિભના ચાંદા, જઠર અને આંતરડાના ચાંદા પર અસરકારક માનવમાં આવે છે. તેમાં વિપુલ પ્રમાણમાં લોહી અને કેલ્શિયમ પણ હોય છે. તેમજ એન્ટિબાયોટિક, એન્ટિમાઈકોબીયલ તેમજ એન્ટિફનગલ ગુણધર્મો ધરાવે છે. સાથે જ તેનો ઉપયોગ ખોરાકમાં પણ થાય છે

મધમાખી પાલન
મધમાખી પાલન

મધમાખી પાલનથી કઈ રીતે મેળવી શકાય આવક (How to get income from bee keeping)

  • મધ અને મીણનું ઉત્પાદનનું વેચાણ કરીને.
  • મધમાખી ઉછેરના સાધનો બનાવી વેચાણ કરીને.
  • મધને મધપાલકો પાસે ભેગુંકરીને પ્રોસેસિંગ કરી, પેકિંગ કરી તેની માર્કેટિંગ કરવાથી
  • પરાગનયન માટે પેટી ભાડે આપીને તથા લોકોને માર્ગદર્શન આપીને.

મધમાખી પાલન આવતી મુશ્કેલીઓ (Difficulties in bee keeping )

  • દિવસે ને દિવસે જંતુનાશક દવાનો વધતો જતો ઉપયોગ.
  • જંગલોનો વિસ્તાર દિવસે ને દિવસે ઘટતો જાય છે અને તેમાં માનવીની અવર જવર વધતી જાય છે.
  • દક્ષિણ ગુજરાતના મોટા વિસ્તારમાં મધમાખીના હોય તેવા પાકો નું વધારે વાવેતર જેમ કે ડાંગર, શેરડી, ચીકુ વગેરે.
  • મધમાખી ઉછેરમાં તાલીમ પામેલા વ્યકતીઓ ખુબ ઓછા હોય છે.
  • આપણી હાલમાં અગ્નિદાહથી મધ પાડવાની પદ્ધતિ .

નોટ 

કૃષિ જાગરણ ગુજરાતી વૈજ્ઞાનિકો સાથે વાત કરીને આ લેખ તૈયાર કર્યુ છે. જે ખેડૂત ભાઈઓ મધમાખી પાલન કરવા ઇચ્છતા હોય તો, તમે નીચે આપેલા નંબર પર ફોન કરીને વધારે માહિતી પણ લઈ શકો છો..

ગૌતમભાઈ સોલંકી ( M.sc Agri, Gold Medalist)

જયેશભાઈ મારૂ (સમાજિક કાર્યકર)

કોસ્ટલ સેલિનિટી પ્રિવેનશન સેલ

તળાજા, ગીર સોમનાથ, ગુજરાત

નંબર- 7778822766

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More