Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પાક ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા રસાયણોની માનવ સ્વાસ્થ ઉપર અસર

પાક ઉત્પાદનમાં થતા રસાયણોનો વપરાશ ખેડૂતોએ ઘટાડવો જ પડશે. આપણા દેશમાં 1960 એટલે કે હરિયાળી કાંતિ પછીના સમયમાં વધુ ઉત્પાદન આપતી જાતો દાખલ કરી અને વિકસાવવામાં આવી. આ નવી જાતો વધુ ઉત્પાદન આપતી હતી તેથી તેને વધુ ખોરાકની જરૂરત પડતી. રાસાયણિક ખાતરો પણ આયાત કરવામાં આવ્યા અને ત્યારબાદ આપણા દેશમાં ઉત્પાદનથી થતા તથા તે સમયની માંગને ધ્યાને લઈ વધુ ઉત્પાદન લેવા માટે સરકાર તરફથી પણ ખેડુતોને વધુ

KJ Staff
KJ Staff

પાક ઉત્પાદનમાં થતા રસાયણોનો વપરાશ ખેડૂતોએ ઘટાડવો જ પડશે. આપણા દેશમાં 1960 એટલે કે હરિયાળી કાંતિ પછીના સમયમાં વધુ ઉત્પાદન આપતી જાતો દાખલ કરી અને વિકસાવવામાં આવી. આ નવી જાતો વધુ ઉત્પાદન આપતી હતી તેથી તેને વધુ ખોરાકની જરૂરત પડતી. રાસાયણિક ખાતરો પણ આયાત કરવામાં આવ્યા અને ત્યારબાદ આપણા દેશમાં ઉત્પાદનથી થતા તથા તે સમયની માંગને ધ્યાને લઈ વધુ ઉત્પાદન લેવા માટે સરકાર તરફથી પણ ખેડુતોને વધુ રાસાયણિક ખાતરો વાપરી ઉત્પાદન વધારવા પ્રોત્સાહિત કર્યા અને ખેડૂત ભાઈઓએ આપણા દેશમાં આ યાતરિકતાઓનો ઉપયોગ કરી ઉત્પાદન વધારી અનાજ ક્ષેત્રે દેશને સ્વનીર્ભય કર્યો. આ સાથે- સાથે રસાયણિક ખાતરો અને નવી જાતોમાં રોગ- જીવાતનું પ્રમાણ પણ વધ્યું અને તેને લીધે અન્ય એગ્રોકેમિકલનો ઉપયોગ ખેતી ક્ષેત્રે પણ વધ્યો જે હકીકત આપણે અત્યારે નિહારી રહ્યા છીયે. જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટી જવી, જમીનનું નિર્જીવ થઇ જવું. પોષક તત્વોનો નાશ થવો, ઉપયોગી જીવ-જંતુ નાશ થવા બધુ જ આપણે બેફામ કેમિકલના ઉપયોગના કારણે થાયેલ છે. આપણે જમીનની તંદુરસ્તીની બાબતે ધ્યાન ન રહતા, જમીનની ફરદ્રુપતામાં ધટડો, જરૂરી સેન્દ્રિય પદાર્થોનો નાશ થવો જેના કારણે આપણી જમીનની ઉત્પાદન ક્ષમતામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેથી પાકોની ગુણવતા પર અસર જોવા મળી છે. 

હરિયાળી ક્રાંતી દરમ્યાન

જો કે ચોક્કસ એગ્રો કેમિકલ્સનો ઉપયોગ પણ કેટલાક મહત્વ પૂર્ણ પર્યાવરણીય અને પરિસ્થિતિકીય નુકસાની સાથે સંકળાયેલા છે. ઉ.દા. ખાતરોના અતિશય ઉપયોગથી નાઈટ્રેટ સાથે ભુગર્ભજળના પ્રદુષણ તરફ દોરી જાય છે. તે માનવો અને પશુધન દ્વારા વપરાશ માટે અયોગ્ય બને છે. મોટા પ્રમાણમાં નાઈટ્રેટ પાણીમાં માત્રા ઓક્સિજનનો ધટાડો કરે છે. અને પ્રાણીઓ માટે ઘાતક સાબિત થાય છે. જે જળ જીવસૃષ્ટિ માટે ઝેર સમાન છે.

એક સમસ્યા જેને યુટ્રોફિકેશન તરીકે  ઓળખાય છે. જેમાં માછલી અને અન્ય જળચર પ્રાણીઓની વ્યાપલ મૃત્યુદર, ઉપદ્રવ શેવાળની વૃધ્ધિ અને પીવાના પાણીનો સ્વાદ પણ ફેરફાર પણ સમાવેશ થઈ શકે છે. પંજાબ-હરિયાળામા ડાંગર-ઘંઉ ઉગાડતા પ્રદેશોમાં કિડની અને મુત્રમાર્ગના રોગોનું પ્રમાણ આ જ કારણે વધ્યુ છે. એવું વૈજ્ઞાનિકોનું તારણ છે.

અગાઉ નોધવામાં આવ્યુ કે કૃષિમાં જંતુનાશકોના ઉપયોગ દરમિયાન ઘણા બિનટાર્ગેટ/અન્ય જીવો કે જે પર્યાવરણ માટે ખુબજ ઉપયોગી છે તે પણ સાથે સાથે મૃત્યુ પામે છે. જે કૃષિ કીટકો નથી.

વધુ માં કેટલાક પ્રકારના જંતુનાશકો ખાસ કરીને કાર્બન-કોલોઈન્સ, ડીડીટી, કિવસ્ટીન અને એલ્ડ્રિન કે જે વૈશ્વિક પ્રદુષણ છે. જેમની હાજરી વર્ષો સુધી પાણી, ખોરાક અને માનવોમાં જોવા મળે છે અને તેમનું ઝેરનું પ્રમાણ વધતું જોવા માર્યું હતું.

જંતુનાશકો દ્વારા થતા પર્યાવરણીય નુકસાન ના કેટલાક ઉદાહરણો.

માનવીઓ માટે વ્યાપક ઝેરીકરણ માટે કેટલાક ઉદાહરણો., 1984, ભોપાલ, એક કૃષિ જંતુનાશક બનાવતી એક ફેકટરીનો કિસ્સો થયો હતો જેમાં આશરે વાતાવરણમાં 45 ટન ઘાતક મિથાઈલ આઈસો સાયનેટ વરાળનું ઉત્સર્જનમાં આશરે 3000 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

1. કૃષિ જંતુનાશકોના સંપર્કમા આવતા અંદાજે 2.2 મિલિયન લોકો વિકાસશીલ દેશોમાં રહે છે. અને જોખમ સાથે જીવે છે.

2. કૃષિ જંતુનાશંકોનું સૌથી વધારે જોખમ કૃષિ સાથે સંકળાયેલા ખેડુતોને છે. જેમાં યોગ્ય પોશાક ન પહેરવા, તુટેલા અને ક્ષતિગ્રસ્ત સાધનોનો ઉપયોગ કરવો.

3. બાળકોમાં મગજનું કેન્સર, લ્યુકોમિયા અને પ્રજનન ક્ષમતામાં અસામાન્ય રીતે ઘટાડો થવો. સ્ત્રીઓમાં કસુવાવડનો વધી રહેલ દર, બાળકોની વિકાસ અને તંદુરસ્તી પર જંતુનાશકોની સૌથી વધારે અસર જોવા મળે છે જે બાદ માં જેવા મળે છે.

4. કેન્સર, જંતુનાશકની દાયકાઓ સુધી કર્ક રોગ પેદા કરવાની ક્ષમતા એ આપણા માટે ચિંતાજનક છે. જેમાં મોટા પ્રમાણમાં પુરાવો છે કે ઘણા અંગોમાં કેન્સર જોવા મળે છે. એક નજર ભારત દેશ પર કરી જેવો તો તમને જાણવા મળશે કે કેન્સરના દર્દીઓ તો આપણે વચ્ચે છે.

5. હોર્મોન્સ ફેરફાર :- વધુ સંભવિત અસર અંત:સ્ત્રાવ જટિલતાઓ પણ છે. ખાસ કરીને પુરૂષોના હોર્મોન્સ અવરોધિત કરે છે.

6. વંધ્યત્વ :-જંતુનાશકો પુરૂષો અને સ્ત્રીઓમાં વંધ્યત્વ સાથે સંકળાયેલું છે. જેમાં શુક્રાણુના સ્તરનું પ્રમાણ ઘટવું જેમા ખેતરોમાં કામ કરતા લોકોમાં વધુ જોવા મળે છે. જેઓ નિયમિત રૂપે જંતુનાશકોના સંપર્કમા આવે છે.

7. મગજનું નુકસાન:- માળીઓ અને ખેડૂતોને લાંબા ગાળે મગજને નુકસાન પહોંચાડવાનું જોખમ રહેલું છે. જેમાં સરળતાથી બોલવાની કે ઓળખવાની, શબ્દો, રંગો ઓળખવા માટે ક્ષમતાને અસર કરે છે. અથવા તો મગજની ક્ષતી અથવા વિકાસલક્ષી સમસ્યાઓ તેમના બાળકોમાં જોવા મળે છે.

8. શ્વાસ સંબંધી વિકૃતિઓ :-  જેમાં અસ્થામાં, કોનિક બોન્કાંઈટીસ, ફેફસાનું કેન્સર, પાણી ભરાવું વગેરે પરંતુ યોગ્ય શ્વાસ સંરક્ષણ પ્રતિબંધક પગલાંથી નુકસાન ઘટાડી શકાય છે.

9. અંગ નિષ્ફળ:- વિશ્વમાં અંગ નિષ્ફળતાઓમાં વધારો થઈ શકે છે. જેમ કે છેલ્લા સાત વર્ષોમાં ભારતમાં કિડની રોગ અને આંતરડાના રોગમાં પુષ્કળ વધારો જોવા મળે છે. એકા એક કિડની બંધ/ફેલ થઈ જાવું/યકૃતનું બંધ પડી જવું જેવી અસર માનવ શરીરમાં જોવા મળે છે.

10. ચામડીના રોગો:- ત્વચામાં ખજવાળ-ચેપ, પગના વાઢિયાં/છાંડા, ઇન્ફેકસન વગેરે જંતુનાશકના સંપર્કમા આવવાથી થાય છે. જંતુનાશક પહેલા ચામડી પર અને શરીરમાં ગ્રહણથી લોહીની સાથે ફરે છે. અને અનેક ગંભીર સમસ્યા નું કારણ બને છે.

હમણાં જ અમેરિકામાં જગમશહૂર કંપની મોનસેન્ટોને ૧૪૫ અજબનો દંડ કરવામાં આવ્યો જેની પાછળ કેન્સર દવ્ય હોવાની માહિતી છુપાવી. તે રસાયણનું નામ રાઉન્ડ-અપ (ગ્લ્ય્ફોસેટ) જે નિદાણને મારે છે, તેનો વ્યાપક ઉપયોગ આપણે ખેતીમાં કરીયે છીયે. જે હવે નોધવું રહ્યું. 

કૃષિક્ષેત્રે ઉપયોગ થતા બધા એગ્રોકેમિકલ્સના ઉપયોગ કરવાની માત્રા વૈજ્ઞાનિકો દ્વારા નક્કી કરેલ છે, પરંતુ આપણે તે ધ્યાનમાં લેતા નથી અને વધુ  ઉત્પાદન મેળવવા વધુ ને વધુ આવા કેમિકલ્સનો ઉપયોગ કરીયે છીએ. હવે આ રસાયણોની અસર આપણી જમીન, વાતાવરણ, પાણી અને તેને લીધે આપણા સ્વાસ્થય ઉપર દેખાવા લાગી છે. જમીનની ફળદ્રુપતા ધટી છે. પાણી પ્રદુષિત થયું છે. અગાઉ ન હતા તેવા રોગો વધુ ને વધુ પ્રમાણમાં માનવ શરીર ને અસર કરી રહ્યા છે. આ બધુ જોતા હવે આ રસાયણોનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવો રહેશે કેમ કે આપના માટે, આપની પરિવાર માટે અને આવનારી પેઢી માટે જેથી આપણે હાલથી જ જાગવું પડસે.

Share your comments

Subscribe Magazine

More on News

More