Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Watermelon : સૌને પ્રિય એવા તરબૂચની ખેતી કરો 3થી 4 મહિનામાં મળશે સારો પાક

તરબૂચ એટલે કે Watermelon એક એવુ ફળ છે જેમાં 92 ટકા પાણી હોય છે, તરબૂચને આપણા શરીરને હાઈડ્રેટ કરવા માટે સારું માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામીન એ Vitamin A, વિટામીન સી Vitamin C અને પોટેશિયમ, ઝિંક, ફેટ અને કેલેરી ઉપલબ્ધ હોય છે.

Himanee Chauhan
Himanee Chauhan
Watermelon
Watermelon

તરબૂચ એટલે કે Watermelon એક એવુ ફળ છે જેમાં 92 ટકા પાણી હોય છે, તરબૂચને આપણા શરીરને હાઈડ્રેટ કરવા માટે સારું  માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામીન એ Vitamin A, વિટામીન સી Vitamin C અને પોટેશિયમ, ઝિંક, ફેટ અને કેલેરી ઉપલબ્ધ હોય છે.

ખેડૂતો તરબૂચની ખેતીમાં ઓછુ રોકાણ અને ટૂંકા ગાળે કરી શકે છે, અને જેના લીધે તેમને સારી કમાણી પણ થઈ શકે છે. અને ફેબ્રુઆરી મહિનામાં  જ તરબૂચની ખેતી માટે ખેતરો તૈયાર કરી લેવા જોઈએ.  તો આજે અમે તમને તરબૂચની ખેતી વિષે સંપૂર્ણ માહિતી આપીશું.

તરબૂચની ખેતી Watermelon Cultivation

સૌ પ્રથમ ખેતરમાં ઊંડી ખેડ કરી પ્રતિ એકર બેથી ત્રણ ટન સડેલા છાણનો ઉપયોગ કરવો. ફેબ્રુઆરીના મહિનામાં તરબૂચનું વાવેતર કરી શકાય છે, જેમાં એક એકરમાંથી 12થી 22 ટન જેટલી ઉપજ મેળવી શકાય છે. તરબૂચની ખેતી કરીને ખેડૂતો બે મહિનામાં લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. જો તમારે વધુ નફો મેળવવો હોય તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં જ તરબૂચનું વાવેતર કરવું જોઈએ. એપ્રિલ સુધીમાં પ્રતિ એકર 12 થી 22 ટન તરબૂચ મેળવી શકાય છે.

કઈ જમીન છે માકફ

દરેક પ્રકારની જમીનમાં તરબૂચની ખેતી કરી શકાય છે. નદીના પટની રેતાળ જમીનમાં ફળોનું ઉત્પાદન વિશેષ મળે છે. ગોરાડુ, રેતાળ, બેસર અથવા મધ્યમ કાળી જમીનમાં પણ સફળતાપૂર્વક તરબૂચની ખેતી કરી શકાય છે.

સૌ પ્રથમ ખેતરમાં ઊંડી ખેડ કરી પ્રતિ એકર બે થી ત્રણ ટન સડેલું છાણનો ઉપયોગ કરવો. ખેતરમાં પાણીનું પ્રમાણ વધુ કે ઓછું ન હોવું જોઈએ. તેમજ તરબૂચની વાવણી 2.5 થી 3.0 મીટરના અંતરે કરવામાં આવે છે. જો યોગ્ય સમયે વાવેતર કરવામાં આવે તો તરબૂચની ઉપજ ઘણી સારી મળે છે.

આ પણ વાંચો : નારંગીનું ઉત્પાદન કરવાની આદર્શ પદ્ધતિને જાણો

સિંચાઈ અને ખાતર

તરબૂચની ખેતીમાં સિંચાઈની જરૂર પડે છે. તરબૂચને ખેતીમાં ટપક સિંચાઈ દ્વારા સિંચાઈ કરી શકાય છે. તેનો ફાયદો એ છે કે દરેક છોડની જરૂરિયાત ઓછા પાણીમાં પૂરી કરી શકાય છે. ઉપરાંત ખાતર પણ આ જ પદ્ધતિથી આપી શકાય છે.

અનુકૂળ આબોહવા

તરબૂચના પાકને સુકુ અને ગરમ હવામાન વિશેષ માફક આવે છે. સુકુ અને ઓછા ભેજવાળુ વાતાવ૨ણ ત૨બુચના વેલાને ઝડપથી વિકસાવવા માટે અનુકૂળ આવે છે.  તરબૂચના ફળ પાકવાના સમયે ઓછો ભેજ અને વધારે તાપમાનની જરૂરીયાત રહે છે. ગરમ અને સુકા હવામાનને લીધે તથા ગરમ પવનને લીધે ફળમાં શર્કરાનું પ્રમાણ વધે છે અને પાનને લગતા રોગોનું પ્રમાણ ધટે છે. પાકની સારી વૃધ્ધિ તથા વિકાસ અને ફળની ઉચ્ચ ગુણવત્તા માટે 22° સેલ્શિયસથી 25° સેલ્શિયસ ઉષ્ણતામાન જરૂરી છે. 22° સેલ્શિયસથી ઓછા તાપમાને બીજનો ઉગાવો તથા છોડની વૃધ્ધિ પણ ધીમી થાય છે.

તરબૂચની લણણી

તરબૂચના ફળની પરિપકવતા માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા જરૂરી છે

પ્રકાંડના છોડ પરના વેલતંતુ ટેન્ડ્રીલ સુકાવવા લાગે.

ફળને આંગળીના ટકોરા મા૨તાં ભાતુ જેવો રણકાર આવે તો ફળ અપરિપક્વ છે જયારે ઘેરો બોદો અવાજ આવે તો તે ફળ પરિપક્વ છે.

ફળના ડીંટા આગળ લાગેલ વેલો લીસો અને બીલકુલ રુવાટી વગ૨નો દેખાય તો ત૨બુચ પાકી ગયુ તેમ માની શકાય.

આ પણ વાંચો : લીંબુની ખેતી અને તેની માવજતની સંપૂર્ણ માહિતી

તરબૂચનું ઉત્પાદન

જો તમારે તરબૂચનો સારો ભાવ જોઈતો હોય તો વહેલી ખેતી કરવી જોઈએ. તરબૂચ પ્રતિ એકર 22 ટન ઉપજ આપી શકે છે. બજારમાં 10 થી 18 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળે છે. એપ્રિલ મહિનામાં આખો પાક તૈયાર થઈ જાય છે. આ પછી આ ખેતરમાં રીંગણનું વાવેતર કરી શકાય છે.

આ પણ વાંચો : માર્ચ મહિનાના મુખ્ય કૃષિ કાર્યો, આ કામ પૂર્ણ કરવા ખેડૂતો માટે છે ખૂબ જરૂરી

આ પણ વાંચો : એલચીની કરો ખેતી, એલચીથી થશે લાખોની કમાણી

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More