Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

લીંબુની ખેતી અને તેની માવજતની સંપૂર્ણ માહિતી

લીંબુનો પાક દેશમાં ખૂબ જ અગત્યનો છે, ભારતમાં ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના બધા જ રાજ્યોમાં વધતા ઓછા પ્રમાણમાં વાવેતર થાય છે. ગુજરાત ખાટા લીંબુની ખેતી માટે દેશમાં પ્રથમ ક્રમે છે. આપણા રાજ્યમાં લીંબુની ખેતી કરતા જિલ્લામાં મહેસાણા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ અને ભાવનગર મુખ્ય છે.

Himanee Chauhan
Himanee Chauhan
Lemon Cultivation
Lemon Cultivation

લીંબુનો પાક દેશમાં ખૂબ જ અગત્યનો છે, ભારતમાં ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના બધા જ રાજ્યોમાં વધતા ઓછા પ્રમાણમાં વાવેતર થાય છે. ગુજરાત ખાટા લીંબુની ખેતી માટે દેશમાં પ્રથમ ક્રમે છે. આપણા રાજ્યમાં લીંબુની ખેતી કરતા જિલ્લામાં મહેસાણા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ અને ભાવનગર મુખ્ય છે.

ભારે વરસાદ વિનાના તમામ જિલ્લામાં વધારે અને ઓછા પ્રમાણમાં લીંબુનુ વાવેતર થાય છે. લીંબુના પાકને સપ્રમાણ ઠંડી અને ગરમી માફક આવે છે. જ્યાં હવામાન સૂકું હોય તેમજ વરસાદ વધુ ન પડતો હોય તેવા વિસ્તારોમાં લીંબુની ખેતી સફળતાપૂર્વક થઈ શકે છે. જે વિસ્તારમાં વધારે પડતો ભેજ હોય અને વધારે વરસાદ પડતા વિસ્તારમાં લીંબુના પાકને બળીયા ટપકા અને ગુંદરિયો પાક થવાની શક્યતા રહે છે.

લીંબુની બે પ્રકારની જાત

કાગદી લીંબુ ખૂબ જ સારી જાત ગણાય છે. જેની છાલ એકદમ પાતળી હોય છે અને તેનો રસ પણ સ્વાદિષ્ટ હોય છે.

લીંબુનું વાવેતર બીજ દ્વારા, ગુટી કલમ દ્વારા, દાબ કલમ અને આંખ કલમ દ્વારા કરી શકાય છે, પરંતુ બીજમાંથી સૌપ્રથમ રોપા તૈયાર કરી પછી તેનું વાવેતર કરો તો તે ઉત્તમ ગણાય છે.

આ પણ વાંચો : અમેરિકન તુલસીની ખેતીની પદ્ધતિ

વાવેતરની પ્રક્રિયા

જો તમને રોપા તૈયાર મળી જાય તો 1 વર્ષના અથવા 2 વર્ષના 60 સે.મી. ઊંચાઈવાળા રોપા વાવો તો તે ઉત્તમ ગણાય છે.

જમીનમાં 4.5 મીટર × 4.5 મીટરના અંતરે ખાડા કરી પંદર દિવસ તડકામાં તપવા દીધા બાદ દરેક ખાડા દીઠ પચ્ચીસ કિલો છાણીયું ખાતર આપવુ જોઈએ.

લીંબુ ના રોપા રોપ્યા બાદ તરત જ પાણી આપવું. ચોમાસામાં વરસાદ ન હોય તો છોડને દર 4 થી 6 દિવસે પાણી આપવું. છોડ મોટો થયા બાદ શિયાળામાં દસ દિવસે તથા ઉનાળામાં 7 થી 8 દિવસે પાણી આપવું જોઈએ.

જો ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તો છોડ દીઠ 4 ડ્રીપર રાખી જાન્યુઆરી - 2 કલાક, ફેબ્રુઆરી - 3 કલાક, માર્ચ - 4 કલાક, એપ્રિલ-જૂન માં - 5 કલાક, જુલાઈ-સપ્ટેમ્બર – 2 કલાક, ઓક્ટોબર-ડિસેમ્બર - 3 કલાક ચલાવવું જોઈએ.

લીંબુનો પાક ક્યારે આપશે ફળ ?

  • જો ફુલ આવવાનોનો સમય જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં હોય તો ફળ આવવાનો સમય જુલાઈ-સપ્ટેમ્બર (ચોમાસામાં) હોય. તેમાં ફળનું કુલ ઉત્પાદન જોઈએ તો 60 ટકા મળે.
  • જો ફુલ આવવાનો સમય મે-જૂન મહિનામાં હોય તો ફળ આવવાનો સમય ઓક્ટોબર-જાન્યુઆરી મહિનામાં (શિયાળામાં) હોય. તેમાં ઉત્પાદન કુલ 38 ટકા મળે.
  • જો ફૂલ આવવાનો સમય ઓક્ટોબર મહિનામાં હોય તો ફળ ફેબ્રુઆરી- મે મહિનામાં (ઉનાળામાં) હોય. જોકે ઉનાળામાં તેનું ઉત્પાદન 10 ટકા મળે.
  • આમ ઉનાળામાં ઓછુ ઉત્પાદન જોવા મળે છે.જો કે ઉનાળામાં લીંબુની માગ વધારે હોય છે તેથી જો ફૂલો આવવાનો સમય બદલી નાખવામાં આવે તો ઉનાળામાં ઉત્પાદન વધારી શકાય છે.

  આ પણ વાંચો : આધુનિક રીતે કરો ટામેટાની ખેતી અને કરો લાખોની કમાણી

લીંબુના પાકમાં થતા રોગ

  1. બળીયા ટપકા - જેમાં લીંબુના પાન, ડાળી તથા ફળમાં કથ્થાઈ રંગના ટપકા પડી જાય છે. તેના નિયંત્રણ માટે નવેમ્બર-ડિસેમ્બર, ફેબ્રુઆરી-માર્ચ, જૂન- જુલાઈ- ઓગસ્ટ માં બોર્ડો મિશ્રણ અથવા તાંબાયુક્ત દવાનો છંટકાવ કરવો જોઈએ.
  2. ગુંદરિયો - ફળ તથા ડાળીઓ પર ગુંદર જેવો ચીકણો પદાર્થ ઝરે છે. તેના નિયંત્રણ માટે થડ અથવા ગુંદર વાળી જગ્યાએ બોર્ડો પેસ્ટ લગાવવી જોઈએ.

લીંબુનુ કેટલુ ઉત્પાદન મળશે

લીંબુના ઝાડમાં 4થી 5 માં વર્ષથી ઉત્પાદન આવવાનું શરૂ થઈ જાય છે. દરેક ઝાડ દીઠ સરેરાશ 65 થી 70 કિલો ઉત્પાદન મળે છે.

જો મિત્રો જ્યારે બજારમાં લીંબુના ભાવ ઓછા મળે ત્યારે તેની બનાવટ બનાવી ઊંચા ભાવ મેળવી શકાય છે. લીંબુમાંથી અથાણા, લીંબુનો રસ, જામ, જેલી, માર્મલેડ, વિનેગર વગેરે બનાવી શકાય છે.

  આ પણ વાંચો : લાલ ચંદનની ખેતી

  આ પણ વાંચો : નારંગીનું ઉત્પાદન કરવાની આદર્શ પદ્ધતિને જાણો

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More