Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જીરૂ વાવવાની યોગ્ય પદ્ધતિ અને બીયારણનું પ્રમાણ કેટલુ હોવુ જોઈએ

ગુજરાત રાજય બીજ મસાલા પાકોના ઉત્પાદનમાં અગ્રિમ હરોળમાં સ્થાન ધરાવે છે. દેશના જીરૂ, વરીયાળી, સવા અને અજમાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર છે. ચાલુ વર્ષે જીરૂના વાવેતર વિસ્તાર ઉત્પાદન અને ઉત્પાદકતામાં વર્ષ ૨૦૧૦-૧૧ની સાપેક્ષમાં અનુક્રમે ૬૯, ૧૧૯ અને ૩૦ ટકાનો વધારો સાથે ગુજરાત રાજય દેશમાં પ્રથમ નંબરે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
cumin and the quantity of seeds
cumin and the quantity of seeds

ગુજરાત રાજય બીજ મસાલા પાકોના ઉત્પાદનમાં અગ્રિમ હરોળમાં સ્થાન ધરાવે છે. દેશના જીરૂ, વરીયાળી, સવા અને અજમાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર છે. ચાલુ વર્ષે જીરૂના વાવેતર વિસ્તાર ઉત્પાદન અને ઉત્પાદકતામાં વર્ષ ૨૦૧૦-૧૧ની સાપેક્ષમાં અનુક્રમે ૬૯, ૧૧૯ અને ૩૦ ટકાનો વધારો સાથે ગુજરાત રાજય દેશમાં પ્રથમ નંબરે છે. જીરૂની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિને લીધે જીરૂનું ઉત્પાદની સાથે આવક વધતા જીરૂની ખેતી કરવાનો ઉત્સાહ દર વર્ષે ખેડૂતોમાં વધતો જ જાય છે. આ પાક જોખમી હોવાથી તેની ખેતીમાં સતત નિયમિત હાજરીની જરૂર છે.

વાવણીપદ્ધતિ અને બીજદર

  • કોઈપણ પાકની ઉત્પાદક્તા કરતા પરિબળો પૈકી એકમ વિસ્તારમાં છોડની પુરતી સંખ્યા એ ખૂબ જ અગત્યનું પરિબળ છે.
  • જો છોડની સંખ્યા ઓછી હોય તો તેની અસર ઉત્પાદન ઉપર થાય છે.
  • વધુ સંખ્યા હોય તો જગ્યા, પાણી તેમજ ખાતરની અપુરતી પ્રાપ્તિના કારણે છોડનો યોગ્ય વિકાસ થતો નથી.
  • ઉપરાંત એકમ વિસ્તારમાં છોડની વધુ સંખ્યાના કારણે રોગ જીવાતનો ફેલાવો ઝડપી અને વધુ પ્રમાણમાં થાય છે.
  • મોટાભાગે ખેડૂતો ચાસમાં વાવણી કરવાને બદલે પુંખી વાવેતર કરે છે, જેને કારણેબિયારણ એક્સરખા પ્રમાણમાં અને સરખી ઊંડાઈએ જમીનમાં પડતું નથી.
  • પિયત આપવાથી ખુલ્લા બી પાણી સાથે તણાઈને એક જગ્યાએ ભેગા થાય ત્યાં વધુ સંખ્યામાં ઉગે છે. જયારે અન્ય ભાગોમાં બિચારણ ઓછું હોવાને કારણે છોડની સંખ્યા ઓછી અને અનિયમિત અંતરે રહે છે.
  • આમ એકમ વિસ્તારમાં છોડની સંખ્યા પુરતી જળવાઈ રહે અને એક સરખો ઉગાવો મળે તે માટે બિયારણનો દર પ્રતિ હેકટરે ૧૦ થી ૧૨ કિ.ગ્રા. રાખી જીરૂનું વાવેતર બે હાર વચ્ચે ૩૦ સે.મી.ના અંતરે અને ૧ થી ૨.૫ સે.મી.ની ઉંડાઈએ કરવું.
  • ક્ષારીય જમીનમાં પ્રતિ હેકટરે ૧૬ કિ.ગ્રા. બીજ દર રાખવો.

આ પણ વાંચો - જાણો, જીરાની ખેતી માટે ક્યા પ્રકારની જમીન અને આબોહવા માફક આવે છે ? અને કેવા બીજીની પસંદગી કરવી ?

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More