Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જાણો, જીરાની ખેતી માટે ક્યા પ્રકારની જમીન અને આબોહવા માફક આવે છે ? અને કેવા બીજીની પસંદગી કરવી ?

જીરૂ એ બીજ મસાલા પાકોમાં ખૂબ જ અગત્યનો અને વિદેશી હૂંડિયામણ કમાવી આપનાર મહત્વનો રોકડીયો પાક છે. જીરૂએ સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં રવિ (શિયાળુ) રૂતુમાં થતો મોખરાનો પાક છે. જીરૂનો પાક અન્ય રવિ પાકોની સરખામણીમાં ટૂંકા ગાળામાં, ઓછી મહેનતે અને ઓછા ખર્ચે, ઓછા જથ્થામાં વધુ વળતર આપતો બીજ મસાલા પાક છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
cumin cultivation
cumin cultivation

જીરૂ એ બીજ મસાલા પાકોમાં ખૂબ જ અગત્યનો અને વિદેશી હૂંડિયામણ કમાવી આપનાર મહત્વનો રોકડીયો પાક છે. જીરૂએ સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં રવિ (શિયાળુ) રૂતુમાં થતો મોખરાનો પાક છે. જીરૂનો પાક અન્ય રવિ પાકોની સરખામણીમાં ટૂંકા ગાળામાં, ઓછી મહેનતે અને ઓછા ખર્ચે, ઓછા જથ્થામાં વધુ વળતર આપતો બીજ મસાલા પાક છે.

દુનિયામાં ભારત જીરૂના ઉત્પાદન, વપરાશ અને વિકાસમાં પ્રથમ નંબરનો દેશ છે. તેથી જ તો ભારત એ બીજ મસાલા પાકોનું ઘર તરીકે ઓળખાય છે. જીરૂનું વાવતેર દેશમાં ગુજરાત અને રાજસ્થાન રાજયના સૂકા અને અર્ધસૂકા જીલ્લાઓમાં થાય છે. ગુજરાત રાજય બીજ મસાલા પાકોના ઉત્પાદનમાં અગ્રિમ હરોળમાં સ્થાન ધરાવે છે. દેશના જીરૂ, વરીયાળી, સવા અને અજમાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર છે. ચાલુ વર્ષે જીરૂના વાવેતર વિસ્તાર ઉત્પાદન અને ઉત્પાદકતામાં વર્ષ ૨૦૧૦-૧૧ની સાપેક્ષમાં અનુક્રમે ૬૯, ૧૧૯ અને ૩૦ ટકાનો વધારો સાથે ગુજરાત રાજય દેશમાં પ્રથમ નંબરે છે. જીરૂની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિને લીધે જીરૂનું ઉત્પાદની સાથે આવક વધતા જીરૂની ખેતી કરવાનો ઉત્સાહ દર વર્ષે ખેડૂતોમાં વધતો જ જાય છે. આ પાક જોખમી હોવાથી તેની ખેતીમાં સતત નિયમિત હાજરીની જરૂર છે.

જમીન અને આબોહવા

જીરૂના પાકને ખાસ કરીને સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ તેમજ સારી નિતાર શક્તિવાળી મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ક્ષારીય જમીનમાં પણ જીરાની ખેતી કરી શકાય છે. જીરૂના પાકને ચોખું, ઝાકળમુક્ત, સુકું અને ઠંડુ હવામાન માફક આવે છે. વૃધ્ધી તબકકાથી દાણો બેસવાની અવસ્થા દરમ્યાન વાદળ વિનાનું ઠંડુ અને સુકુ હવામાન ખૂબ જ અનુકૂળ છે. જીરૂના પાકને ઉડી ખેડની જરૂર નથી, પરતું વર્ષમાં એક્વાર ઉડી ખેડ કરવી હિતાવહ છે. કરબની આડી અને ઉભી બે થી ત્રણ ખેડ કરી સમાર મારી ખેતર સમતળ કરવું. સાંકડા અને નાના ક્યારા બનાવવા. જીરૂના ખેતરમાં ભારે મોટું ઝાડ, ભારે ઘાટી ઉંચી થોરની જીવંત વાડ હોવી જોઈએ નહી. જો ખેતરમાં કે શેઢા ઉપર ભારે મોટું ઝાડ હોય તો છટણી કરવી હિતાવહ છે. જીરૂના ખેતરની બાજુમાંથી સતત વહેતો પાણીનો ઢાળીયો કે બાજુમાં રાયડો, રજકો કે ઘઉંનું વાવેતરપણ હિતાવહ નથી.

બીજની પસંદગી

જનીનિક તેમજ ભૌતિક શુધ્ધતાવાળું, સારી સ્કૂરણશક્તિ ધરાવતું અને શુધ્ધ અને પ્રમાણિત બિયારણએ વધુ અને નફાકારક ઉત્પાદનની ચાવી છે. તેથી પ્રમાણિત બિયારણ જ ખરીદ કરવાનો આગ્રહ રાખવો ખેડૂતોની સુધારેલા બિયારણોની માંગ પણ વધવા પામેલ છે ત્યારે, છેલ્લામાં છેલ્લી ભલામણ કરેલ જીરૂ પાકની જાતોની ખાસિયતોની જાણકારી બિયારણ પસંદગી માટે ખૂબ જ જરૂરી છે.

જાતની પસંદગી

(૧) ગુજરાત જીરું-૫ સુકારા સામે પ્રતિકારક્તા/ ચરમી રોગનું પ્રમાણ ઓછું/વધુ ઉડ્ડયનશીલ તેલ તેમજ વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

(૨) ગુજરાત જીરૂ-૪ - ગુજરાત જીરૂ-૪ ના દાણાની સારી ગુણવત્તા, સુકારા રોગ પ્રતિકારક્તા તેમજ વધારે ઉત્પાદન ક્ષમતા વાવણી સમય- નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં જયારે ઠંડીની શરૂઆત થાય અને દિવસનું મહત્તમ ઉષ્ણતામાન ૩૦ થી ૩ર સેન્ટિગ્રેડની આસપાસ થાય ત્યારે કરવું જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More