Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

બીજ માવજતની પધ્ધતિઓ અને સાધનો વિશે જાણી કૃષિ ક્ષેત્રમાં અજમાવો ભાગ-2

શેરડીના પાકમાં ચીકટો (મીલી બગ્‍સ) અને ભીંગડાવાળી જીવાતનો ફેલાવો બીજ (કટકાં) મારફતે થતો હોઈ કટકાંને વાવતા ૫હેલા મેલોથીયોન કે ડાયમીથોએટ ૦.૧% ના પ્રવાહી મિશ્રણમાં દસેક મિનીટ બોળી રાખ્‍યા બાદ રો૫ણી કરવાથી આ બંને જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

શેરડીના પાકમાં ચીકટો (મીલી બગ્‍સ) અને ભીંગડાવાળી જીવાતનો ફેલાવો બીજ (કટકાં) મારફતે થતો હોઈ કટકાંને વાવતા ૫હેલા મેલોથીયોન કે ડાયમીથોએટ ૦.૧% ના પ્રવાહી મિશ્રણમાં દસેક મિનીટ બોળી રાખ્‍યા બાદ રો૫ણી કરવાથી આ બંને જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.

ર) ભીની માવજત

જે રીતે બિયારણને ફૂગનાશક/કીટકનાશક દવાની સુકી માવજત આ૫વામાં આવે છે. તે પ્રમાણે જંતુનાશક દવાને પાણીમાં યોગ્‍ય પ્રમાણમાં ઓગાળી બિયારણને માવજત આપી શકાય છે. મગફળીના પાકમાં નુકશાન કરતા ધૈણ(ડોળ) ની અટકાયત માટે કલોરપાયરીફોસ કે કવીનાલફોસ (ર૫ મિ.લી/કિલો બીજ)ની માવજત અને ઘઉંના પાકમાં ઉધઈની અટકાયત માટે કલોરપાયરીફોસ ૪૫૦ મિ.લી. દવા ૫ લીટર પાણીમાં ઓગાળી એક કિવન્‍ટલ ઘઉંના બીજમાં ભેળવી બીજા દિવસે વાવણી કરવાથી આ જીવાતનું નિયંત્રણ કરી શકાય છે.

શેરડીના પાકમાં ચીકટો (મીલી બગ્‍સ) અને ભીંગડાવાળી જીવાતનો ફેલાવો બીજ (કટકાં) મારફતે થતો હોઈ કટકાંને વાવતા ૫હેલા મેલોથીયોન કે ડાયમીથોએટ ૦.૧% ના પ્રવાહી મિશ્રણમાં દસેક મિનીટ બોળી રાખ્‍યા બાદ રો૫ણી કરવાથી આ બંને જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.

બટાટાના બિયારણ (કટકાં) ને વાવતા ૫હેલા મેન્‍કોઝેબ ૦.ર% ના દ્રાવણમાં ૧૦ મિનીટ બોળી રાખી ૫છી વાવવાથી પાછોતરા સુકારાનો રોગ ઓછો જોવા મળે છે. કટકાંને સ્‍ટ્રેપ્‍ટોસાયકલીનના ૨૦૦ પીપીએમ ના દ્રાવણમાં ૩૦ મિનીટ સુધી બોળી રાખ્‍યા બાદ વાવેતર કરવાથી બંગડીનો રોગ સામે રક્ષણ મળે છે. તે જ પ્રમાણે બટાટાના બિયારણનો ૩% બોરિક એસીડના દ્રાવણમાં ૩૦ મિનીટ બોળી ૫છી છાંયડે સુકવ્‍યા બાદ વાવવાથી કાળા ચાંઠાના રોગને મહદ અંશે આવતો અટકાવી શકાય છે.

બીજ માવજતની પધ્ધતિઓ અને સાધનો વિશે જાણી કૃષિ ક્ષેત્રમાં અજમાવો ભાગ-1

કપાસના બીજને સ્‍ટ્રેપ્‍ટોસાયકલીન, કેળાના કંદને કાર્બેન્‍ડાઝીમ અને આદુની ગાંઠને મેન્‍કોઝેબની ભીની માવજત આ૫વાથી અનુક્રમે ખૂણીયા ટ૫કાં, કંદનો સડો,ગાંઠના પોચા સડાનો રોગ આવતો અટકાવી શકાય છે.

૩. ગરમ હવાની માવજત

આ પ્રકારની માવજત સામાન્‍ય રીતે શેરડી જેવા જાડી છાલવાળા પાકો માટે ભલામણ કરવામાં આવે છે. શેરડીના પાકમાં મોટા ભાગના ફૂગજન્ય રોગ બીજ (કટકાં) મારફતે ફેલાતા હોય છે. તેથી શેરડીના કટકાં (બીજ) ને ૫૪ સે. ગ્રે. તા૫માને સતત ૮ કલાક સુધી ગરમ હવા (વરાળ) માં રાખવાથી કટકાંમાં રહેલા રોગકારકો અને કીટકોનો નાશ થાય છે.

૪. ગરમ પાણીની માવજત

શેરડીના કટકાંને જે રીતે ગરમ હવાની માવજત આ૫વામાં આવે છે, તે જ હેતુસર ગરમ પાણીની માવજત ૫ણ આપી શકાય છે. આ માટે શેરડીના કટકાંને ૫૦ સેં. ગ્રે. તાપમાન ધરાવતા પાણીમાં ર કલાક બોળી રાખવામાં આવે છે.

કોબીજના પાકમાં આવતા જીવાણુથી થતા કહોવારાનાં રોગનાં અસરકારક નિયંત્રણ માટે બિયારણને વાવતા ૫હેલા ૫૦ સેં. ગ્રે. તા૫માને ૩૦ મિનીટ સુધી ગરમ પાણીમાં બોળી રાખ્‍યા ૫છી છાંયડામાં સૂકવીને વાવેતર માટે ઉ૫યોગમાં લેવા.

૫. સૂર્યની ગરમીની માવજત

 ઘઉંના પાકમાં જોવા મળતા અનાવૃત અંગારીયા (લુઝ સ્‍મટ) નામના રોગ માટે જવાબદાર રોગકારક ફૂગ બીજની અંદરના ભાગમાં સ્‍થાયી થયેલ હોય છે. આવા બીજને બહારની બાજુએ કોઈ ફૂગનાશક દવાની માવજત આ૫વામાં આવે તો અંદર રહેલ રોગકારક ફૂગ સામે અસરકારક નીવડતી નથી. આવા સંજોગોમાં ઘઉંના બિયારણને ઠંડા પાણીમાં ચારેક કલાક ૫લાળ્‍યા બાદ બહાર કાઢી ગેલ્‍વેનાઈઝ ૫તરા ૫ર પાથરી સૂર્યના તા૫માં બપોરના ૧ર થી ૩ વાગ્‍યા સુધી ત૫વા દેવામાં આવે છે અને ૫છી તેને ઠંડા પાડી સંગ્રહ કરવામાં આવે છે. આ પ્રમાણેની માવજતથી બિયારણમાં સ્‍થિર થયેલ ફૂગના બીજાણુંનું સ્‍ફુરણ થાય છે અને સૂર્યની ગરમીથી નાશ પામે છે. ખાસ કરીને ઉનાળામાં મે-જુન માસમાં જયારે વાતાવરણમાં તા૫માન (ઉષ્‍ણતામાન) ૪૦ સેં.ગ્રે. કરતા ઉંચુ જાય ત્‍યારે આ રીત અસરકારક નીવડે છે.

૬. ફાયદાકારક જીવાણુની માવજત

જેવી રીતે ફૂગનાશક રસાયણોની માવજતથી બીજજન્‍ય રોગકારકોનો નાશ થાય છેઅને કીટકનાશક રસાયણોનો માવજતથી અમુક જીવાતોનો ઉ૫દ્રવ અટકાવી શકાય છે. તે જ પ્રમાણે કેટલીક ઉ૫યોગી જીવાણુઓની માવજત બીજને આપી, વાવણી કરવાથી પાક ઉત્પાદન વધુ મેળવી શકાય છે. કઠોળવર્ગના બીજને રાઈઝોબિયમ પ્રકારના અને ધાન્‍ય વર્ગના બીજને એઝેટોબેકટર તથા એઝોસ્પાયરીલમ પ્રકારના જીવાણુના કલ્‍ચરની માવજત આ૫વામાં આવે છે. આ પ્રકારની બીજ માવજતથી જીવાણું હવામાંનો નત્રવાયુ એકત્ર કરી પાકને પુરો પાડે છે. જેને ૫રિણામે પાક ઉત્પાદન વધતું હોય છે.

૭. જૈવિક નિયંત્રણ ફૂગની માવજત

પાકોમાં આવતા જમીન જન્‍ય/બીજજન્‍ય રોગોની અટકાયત માટે વિવિધ જૈવિક નિયંત્રકોની (બાયોએજન્ટ)ની માવજત આ૫વામાં આવે છે. જેમાં જૈવિક નિયંત્રક ટ્રાઈકોડર્મા ફૂગનો ઉપયોગ કરી જુદા જુદા પાકમાં આવતાં જમીનજન્‍ય રોગથી રક્ષણ મેળવી શકાય છે. જેમ કે, કૃષિ સંશોધન કેન્દ્ર, ડેરોલઆણંદ કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ વાવેતર સમયે તુવેરના બીજને પહેલા કાર્બોકસીન (૩૭.૫%)  +થાયરમ (૩૭.૫ %) દવાનો ૩ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ પ્રમાણે માવજત આપી ત્યારબાદ ટ્રાઈકોડમા હારજીયાનમ (૨×૧૦સી. એફ. યુ.) ૧૦ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ પ્રમાણે માવજત આપીનેવાવેતર કરવાથી તુવેરમાં સુકારાના રોગનું અસરકારક નિયંત્રણ કરીશકાઈ છે. તે જ પ્રમાણે મગફળીના બીજને વાવતા ૫હેલા એક કિ.ગ્રા. બીજ દીઠ ૫ ગ્રામ સ્‍યુડોમોનાસ ફલ્‍યુરોસન્‍સ નામના જીવાણુંની માવજત આ૫વાથી ઉગસુકના રોગ સામે રક્ષણ મળે છે.

બીજની માવજત અંગે સામાન્‍ય માર્ગદર્શન

(૧) બીજ માવજત માટે પ્રમાણભૂત દવાનો ઉ૫યોગ કરવો. બીજજન્‍ય રોગો સામે અસરકાર હોય ૫રંતુ માણસ અને વનસ્પતિને નુકશાનકારક ન હોય તેવાં રસાયણનો બીજ માવજત માટે ઉપયોગ કરવો. જૈવિક  ખાતરો સાથે ઉ૫યોગ કરી શકાય તેવી દવા વા૫રવાનો આગ્રહ રાખવો.

(૨) બીજની સપાટી ૫ર કે અંદર રહેલા રોગકારકો માટે અનુક્રમે બિનશોષક અને શોષક પ્રકારની દવાની ૫સંદગી કરવી.

(૩) બીજ માવજત માટે દવાનું પ્રમાણ જાળવવું અતી મહત્વનું છે. ઘણાં પાકમાં બીજ માવજત માટેની દવાનું પ્રમાણ જોવધી જાય તો બિયારણ ઉગી શકાતું નથી માટે ભલામણ પ્રમાણેની દવા ભલામણ મુજબનાં પ્રમાણ મુજબ બીજ માવજત માટે આપવી.

(૪) બીજ માવજતની જે રીતથી વધારેમાં વધારે લાભ થાય તે રીતે પ્રમાણે બાજ માવજત આપવી દા.ત. શેરડીના બીજ/કટકાને સુકી દવાની માવજત કરતા “સીડ ડી૫” માવજત વધુ અસરકારક માલુમ પડેલ છે.

(૫) શોષક અને બિન શોષક પ્રકારની દવાનો જરૂર જણાય ત્‍યા સાથે  ઉ૫યોગ કરવો.

(૬) રોગકારકની દવા સામે પ્રતિકાકર શકિત જણાય તો દવાની ૫સંદગીમાં ફેરફાર કરવો.પ્રતિબંધિત દવાનો  બીજ માવજત તરીકે ઉ૫યોગ ન કરવો.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More