Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતી ખર્ચ ઘટાડીને પાક ઉત્પાદન સાથે આવક વધારો

ગુજરાતમાં ખેતી મુખ્યત્વે નાના ખેતરોમાં વહેંચાયેલી છે તેમ જ વરસાદ ઉપર આધારિત છે.કૃષિ સંચાલનમાં ટૂંકી જમીન મોટેભાગે નફાકારક રહેતી નથી. ખેડુતોએ કૃષિક્ષેત્રે હવામાન, વરસાદ અને અન્ય પરિબળોની અનિશ્ર્વિતતાઓ સામે સતત પ્રયત્નો કરી ખેત ઉત્પાદન કરવું પડે છે. ખેડૂતોએ આવકને બમણી કરવા માટે ખેતી ખર્ચ ઘટાડી વૈજ્ઞાનિક ખેતીની ટેકનોલોજી અપનાવી ઉત્પાદકતાની સાથે ગુણવતાયુકત ખેત ઉત્પાદન વધારવાની જરૂર છે. તેની સાથે સાથે બજાર વ્યવસ્થા અને સેવાક્ષેત્રોના સમન્વય સાથે કૃષિકામગીરી હાથ ધરવાની રહે છે.

KJ Staff
KJ Staff

ગુજરાતમાં ખેતી મુખ્યત્વે નાના ખેતરોમાં વહેંચાયેલી છે તેમ જ વરસાદ ઉપર આધારિત છે.કૃષિ સંચાલનમાં ટૂંકી જમીન મોટેભાગે નફાકારક રહેતી નથી. ખેડુતોએ કૃષિક્ષેત્રે હવામાન, વરસાદ અને અન્ય પરિબળોની અનિશ્ર્વિતતાઓ સામે સતત પ્રયત્નો કરી ખેત ઉત્પાદન કરવું પડે છે. ખેડૂતોએ આવકને બમણી કરવા માટે ખેતી ખર્ચ ઘટાડી વૈજ્ઞાનિક ખેતીની ટેકનોલોજી અપનાવી ઉત્પાદકતાની સાથે ગુણવતાયુકત ખેત ઉત્પાદન વધારવાની જરૂર છે. તેની સાથે સાથે બજાર વ્યવસ્થા અને સેવાક્ષેત્રોના સમન્વય સાથે કૃષિકામગીરી હાથ ધરવાની રહે છે.

જમીન વ્યવસ્થાપન

  • જમીનની તૈયારી પાછળ થતો બિન જરૂરી વધુ પડતો ખર્ચ ટાળવો.
  • બિનજરૂરી વારંમવાર કરાતી આંતરખેડથી ખેતી ખર્ચમાં વધારા સાથે જમીનનું બંધારણ પણ બગડે છે.
  • ખેતીખર્ચના ઘટાડા માટે શૂન્ય ખેડ અથવા ઓછી ખેડની પદ્ધતિ અપનાવવી જરૂરી છે.

બીજ, ધરૂ અને રોપાની પસંદગી

ખેત ઉત્પાદનની પ્રક્રિયામાં વિવિધ ઇનપુટસ પૈકી બીજ, રોપા તેમજ ધરૂની પસંદગી ખૂબજ મહત્વ ધરાવે છે.ઉત્તમ ગુણવત્તાવાળા બીજ કે રોપાની પસંદગી ન કરવાથી અન્ય કૃષિ વૈજ્ઞાનિક તાંત્રિકતાઓનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો પણ પાકનું ગુણવત્તા સભર સારૂં ઉત્પાદન મેળવી શકાતું નથી. તેથી જે તે પાકની ભલામણ કરેલ જાતોના ખાત્રીપૂર્વકના બીજ, રોપા તેમજ ધરૂની પસંદગી થાય તે માટેનીચેના મુદ્દાઓ ધ્યાને લેવા જરૂરી છે.

  • શુધ્ધ પ્રમાણિક ખાત્રીવાળું બિયારણ વાવણીના ઉપયોગમાં લેવું.
  • ઓછી સ્ફૂરણશકિતવાળું બિયારણ વાપરવાથી છોડની સંખ્યા ઘટે છે, જેથી બીજનો દર વધુ રાખવો પડે છે અને તેથીખેતી ખર્ચમાં વધારો થાય છે.
  • મુખ્યપાકોમાંસુધારેલતેમજસંકરજાતોનીભલામણકરેલજાતોનેમહત્તમઅગ્રીમતાઆપવીજેથીઉત્પાદનમાંનોંધપાત્રવધારોપ્રાપ્તકરીશકાય.
  • રોગ પ્રતિકારક જાતો પસંદ કરવાથી જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે, અને ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકાય છે.
  • સુકા વિસ્તારમાં પાણીની અછત સામે પ્રતિકારક જાતોની પસંદગી કરવાથી પાણીની જરૂરીયાત ઘટાડી શકાય છે.
  • ઓછો જથ્થોઅને વધારે કિંમતી બીજ જેવા કે,શાકભાજીના બીજ ઉત્પાદનમાં વધારો કરવા માટે આ પ્રકારના બીજને‘સીડ વિલેજ’ પ્રોગ્રામમાં આવરી લેવાથી ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય.
  • બિયારણને બીજ માવજત આપીને વાવેતર કરવાથી સારો ઉગાવો મળે છે અને ખાલા પુરવાં જેવા વધારાના ખર્ચમાં બચત થાય છે. ફુગ,બેકટેરીયા તથા સૂક્ષ્મજીવાણુઓથી થતા બીજજન્ય રોગોના નિયંત્રણ માટે ફુગનાશક, જીવાણુંનાશક તેમજ જંતુનાશક દવાઓનો બીજને પટ આપવો દા.ત. કઠોળ પાકોમાં કેપ્ટાન અથવા થાયરમ જેવી ફુગનાશક દવાનો એક કિ.ગ્રા. બીજ દીઠ 3 ગ્રામ દવાનો વાવણી પહેલા બીજને પટા આપવો જોઇએ.
  • વિશ્ર્વાસપાત્ર સંસ્થા પાસેથી ભલામણ થયેલ જાતોનું બિયારણ પાકું બીલ મેળવીને ખરીદી કરવાથી છેતરપીંડી અને ખોટા ખર્ચમાંથી બચી શકાય છે.

વાવણી સમય અને વાવણી પધ્ધતિ

  • દરેક પાકમાં સમયસર વાવણી ખૂબજ અગત્યની છે પરંતુઘણીવારચોમાસુંપાકમોડોપાકે અને ખેતર ખાલી થયેલ ના હોય તેવા સંજોગોમાં મોટે ભાગે આપણે મોડી વાવણી અને વહેલી પાકતી જાતોનું વાવેતર કરવું. વધુમાં બિયારણનો દર અને બીજનું કદ એ વાવણી સમય ઉપર નિર્ભર કરે છે. તેથી મોડી વાવણી માટે બિયારણનો દર સમયસર વાવણીના બીજ દર કરતા વધુ રાખવો.
  • એકમ વિસ્તાર દીઠ છોડની સંખ્યા એ પાક ઉત્પાદનમાં મહત્વનું અંગ છે. જેથી પાકનું ઉત્પાદન વધારવા પાકના વાવેતર બાદ છોડની પારવણી અને ખાલા પુરવા એ ખૂબ જ અગત્યની પાછલી માવજત છે.
  • પૂંખીને વાવણી કરતા ચાસમાં વાવણી કરવાથી છોડ થી છોડ નું અંતર જળવાય છે, જેથી છોડનો વિકાસ સરસ થાય છે અને ઉત્પાદનમાં વધારા સાથે બિયારણની બચત થાય છે, વધુમાં ચાસમાં વાવણી કરતા આંતરખેડ દ્રારા નિંદામણ દુર કરવું અને જંતુનાશક દવા છંટકાવ કરવામાં પણ સરળતા રહે છે.
  • સીડ કમ ફર્ટીલાઇઝર ડ્રીલથી વાવણી કરવાથી બિયારણ પાછળના ખર્ચમાં બચત (સંયુકત વાવણીયો) થાય છે.

ખાતર વ્યવસ્થાપન

  • જે તે પાકને કેટલા ખાતરોની (પોષક તત્વો) જરૂરીયાત છે, તેજમીન ચકાસણીની ભલામણ મુજબ સોઇલ હેલ્થકાર્ડના આધારે નક્કી કરીને જરૂરીયાત હોય તેટલા ખાતરો આપવા.
  • ખાતરની કુલ જરૂરીયાતની ગણતરી કરી કુલ જરૂરીયાતના તત્વોમાં થી ૬૫ ટકા તત્વો રાસાયણીક ખાતરોમાંથી, ૨૫ ટકા તત્વો સેન્દ્રિય ખાતરોમાંથી અને ૧૦ ટકા તત્વો જૈવિક ખાતરોમાંથી મળે તેવુ આયોજન કરવું. જેથી જમીનની સતત તંદુરસ્તી જળવાઇ રહેશે અને ખેતી ખર્ચ ઘટશે. કઠોળ તથા તેલેબીયા વર્ગના પાકો, મરી મસાલા અને શાકભાજીના પાકો કે જેમાં રાસાયણિક ખાતરની જરૂરીયાત ઓછી હોય તેવા પાકોમાં ફકત સેન્દ્રિય ખાતરો, જેવા કે છાણિયું ખાતર, વર્મી કંમ્પોસ્ટ, દિવેલી ખોળ કે પ્રેસમડ વાપરવું. જેથી આર્થિક બચત સાથે જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે.
  • ખેતીમાં ઓછી ખર્ચાળ પદ્ધતિઓ જેવી કે ખેતરના સેન્દ્રિય કચરાનો ફેર ઉપયોગ કરવો, લીલો પડવાશ કરવો અને ઓછા ખર્ચવાળા બાયોઈનપુટ જેવા કે જૈવિક ખાતર, અળસિયાનું ખાતર તેમ જ સેન્દ્રિય કચરાને કોહડાવવામાં મદદરૂપ બેક્ટેરિયાનો ઉપયોગ કરવો જેનાથી ૨૫ થી ૫૦ ટકા સુધી ખેતી ખર્ચ ઘટે અને ૧૦ થી ૨૦ ટકા જેટલો ઉત્પાદનમાં વધારો થાય છે.
  • ફોસ્ફરસ કે પોટાશયુકત ખાતરો વાવણી વખતે જ આપવા, પાછળથી પૂર્તિ ખાતર તરીકે આપવા નહી.
  • જમીનમાં રહેલ અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરવા પીએસબી કલ્ચર(બાયોફર્ટીલાઇઝર) ની માવજત આપવી.
  • રાસાયણિક ખાતરો ચાસમાં ઊંડે ઓરીને મૂળ વિસ્તારમાં આપવાથી કાર્યક્ષમતા વધે છે.
  • પાકને પિયત આપ્યા બાદ અથવા જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે પૂર્તિ ખાતર તરીકે યુરિયા આપવું.
  • પાકમાં ઉદભવતી ઉણપોનું સચોટ કારણ જાણ્યા વગર બિનજરૂરી રીતે રાસાયણિક ખાતરનો વપરાશ કરવો નહીં.
  • સલ્ફરની ખામીવાળી જમીનમાં હેકટર દીઠ ૨૦ થી ૪૦ કિલોગ્રામ સલ્ફર વાપરતાં તેલેબીયાં અને કઠોળના પાકની ઉપજ ૧૫ થી ૨૦ ટકા વધુ થાય છે.
  • રાસાયણિક ખાતરો યોગ્ય પધ્ધતિથી વાપરવાથી તેની પાછળ ખર્ચેલા નાણાનું પુરેપુરુ વળતર મળે છે. ખાતરનો વ્યય અટકે છે, ઉત્પાદન વધે છે અને ખેતી ખર્ચ ઘટે છે. જેથી રાસાયણિક ખાતરોને જમીનમાં ભેજ હોય ત્યારે જ આપવા.
  • બજારમાં વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરો મળતા હોય છે. આવા ખાતરોમાં તત્વના રૂપમાં એક કિલો તત્વની કિમંત કેટલી છે. તે જાણીને ખાતરની પસંદગી કરવી અને તેની સમજ ન હોય તો વિક્રેતા પાસેથી જાણકારી મેળવવાથી ઘણી જ બચત થાય છે. દા.ત. કઠોળવર્ગના પાકોનું વાવેતર કરવું હોય ત્યારે ફોસ્ફરયુકત ડી.એ.પી ખાતર વાપરવું અને તેલેબીયા પાકોનું વાવેતર કરવું હોય ત્યારે સલ્ફર તત્વ ધરાવતા જીપસ્મ અને એસ.એસ.પી ખાતર નો ઉપયોગ કરવો. જેનાથીપાક ઉત્પાદન અને પાકની ગુણવતામાં સુધારો થાય છે.
  • પાકમાં જે સુક્ષ્મતત્વની ઉણપ હોય તે અંગે જમીન ચકાસણી કરાવીને અથવા કૃષિ નિષ્ણાંત પાસે ખાત્રી કરાવીને તે જ સુક્ષ્મતત્વનો ઉપયોગ કરવો બીન જરૂરી એક થી વધુ તત્વોવાળા બજારમાં મળતા સંયુકત ગ્રેડના તત્વો વાપરવાથી ખોટો ખર્ચ થાય છે.

પિયત વ્યવસ્થાપન

કૃષિ ઉત્પાદનમાં પિયત વ્યવસ્થાનો લગભગ ૩૦ ટકા જેટલો ફાળો છે પિયતના બેફામપણે ઉપયોગથી પાણીના વ્યય ઉપરાંત જમીનની તંદુરસ્તી ઉપર તેમ જ પોષક તત્વોની લભ્યતા ઉપર અવળી અસર થાય છે જેને કારણે પાક ઉત્પાદન ઘટે છે.

યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં અને યોગ્ય પધ્ધતિ એ પિયત આપવાથી જમીન બગડતી અટકે છે,પાણીનો બચાવ થાય છે, જમીન ફળદ્રુપતા જળવાય છે અને રોગ-જીવાત તેમજ નીંદામણનો પ્રશ્ન પણ હળવો થાય છે. જેને કારણે પાણીના પ્રત્યેક ટીપે ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને વધુ ઉત્પાદન મળે છે.

  • ખેડૂતોએ રેલાવીને (નીક/પાળાથી) પાણી આપવાની પધ્ધતિ ને બદલે સૂક્ષ્મ પિયત પધ્ધતિનો ઉપયોગ કરવો.
  • સેન્દ્રિય કચરાનો ઉપયોગ ખેતી પાકમાં આચ્છાદન (મલ્ચિંગ) તરીકે કરવો જેનાથી પિયતની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે, નિંદણ નિયંત્રણ અને જમીનજન્ય રોગોનું પણ નિયંત્રણ થાય છે.
  • જમીનની ભેજસંગ્રહ શકિત વધારવાથી પિયતના પાણીની બચત થાય છે.
  • બિનજરૂરી વધુ પિયત આપવાથી જમીનનું બંધારણ બગડે છે, માટે પાકની કટોકટી અવસ્થાએ પિયત આપવું.સામાન્ય રીતે પાકની ડાળીનો વિકાસ, ફુલ આવવા, દાણા બેસવાની અને દાણાના વિકાસની અવસ્થાએ પાકને પિયત આપવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. ઘઉં, શેરડી, કપાસ વગેરે પાકોને પાણીની જરૂરીયાત વધારે હોય છે. મગફળી જેવા પાકમાં ૫૦ ટકા પ્રાપ્ત ભેજ અવસ્થાએ પિયત આપવાથી સારુ ઉત્પાદન મળે છે. કપાસના પાકમાં છોડ ઉપરના જીંડવા ૨૦ દિવસના હોય ત્યારે પાણી આપવામાં આવે તો નાના જીંડવા ખરી પડે છે. ઘઉંનો પાક પાકવાની તૈયારીમાં હોય ત્યારે જો પાણી આપવામાં આવે તો ઘઉંના દાણાંમાં પીટીયાપણાનું પ્રમાણ વધે છે. જીરૂ અને ઇસબગુલ પાકમાં પાણીનો જથ્થો વધુ પ્રમાણમાં આપવામાં આવે તો રોગનું પ્રમાણ વધવાથી ઉત્પાદન પર ઘણી માથી અસર થાય છે. વધુમાં, પાણીની ખૂબ જ અછત હોય તો પાકની કટોકટીની અવસ્થાઓનું ધ્યાન રાખી પાણી આપવાથી વધુ નુકશાન થતું અટકાવીઉત્પાદનજાળવી આર્થિક લાભ મળે છે.
  • કયારા ખુબ લાંબા ન રાખવા લાંબા કયારા રાખવાથી નિતાર દ્રારા જમીનમાં પાણી ઊંડે ઉતરી જાય છે અને પાણીનો વ્યય થાય છે.
  • જમીનનો ઢાળ યોગ્ય રાખવો જેથી પિયત સહેલાઇથી આપી શકાય.
  • સ્થળ અને પાકને અનુરૂપ પિયત તજજ્ઞતાઓ અને ભલામણ કરેલ પિયત પધ્ધતિઓ અપનાવવી.દા.ત. લાંબા ગાળે વવાતા પાકો માટે ટપક પિયત પધ્ધતિ, શાકભાજી પાકો માટે નીકપાળા પધ્ધતિ, ધાન્ય વર્ગના પાકો માટે કયારા પધ્ધતિ.ડાંગરની શ્રી પધ્ધતિ દ્રારા વાવેતર કરવામાં આવે તો ૪૦ ટકા પાણીની બચત કરી ૨૫ ટકા વધુ ઉત્પાદન આપે છે

નિંદણ નિયંત્રણ

ખેતીમાં જુદાજુદા પરિબળોથી જે નુકશાન થાય છે તેમા સૌથી વધુ ૩૩ ટકા જેટલુ ભારે નુકશાન નીંદણથી થાય છે. કૃષિમાં નિંદણનો પ્રશ્ન ઘણો જ જટીલ છે તેથી વૈજ્ઞાનિક ભલામણો મુજબ નિંદણોનું નિયંત્રણ કરવું જરૂરી છે જેથી ખેતીખર્ચ ઘટાડી અસરકારક રીતે નીંદણ નિયંત્રણ કરી વધુ પાક ઉત્પાદન લઈ શકાય.

  • વાવણી પહેલા ખેતરમાં પિયત આપી ઉગી નીકળતા નિંદણનો નાશ કરવો.
  • ખેતરમાં નિંદણનાં બીજથી મુક્ત સારૂં કોહાવાયેલું છાણિયુ ખાતર વાપરવું.
  • પાકની ફેરબદલી કરવાથી પરોપજીવી નિંદણોનું અસરકારક નિયંત્રણ થાય છે.
  • ખેડૂતપાક-નિંદણ હરિફાઇ ગાળાનાં અતિમ હત્વના સમયમાં (વાવણી પછીનાં૨૦ થી ૪૫ દિવસ સુધી) પોતાના ખેતરને નિંદણમુક્ત રાખવાથી પાક ઉત્પાદનમાં ૨૦ ટકા સુધીનો વધારો લઇ શકે છે.
  • ખેડૂત મિત્રોએ રાસાયણિક, યાંત્રિક અને ભૌતિક પધ્ધતિઓનાં સમન્વયવાળી સંકલિત નિંદણવ્યવસ્થાપન પધ્ધતિ અપનાવવી.
  • નિંદણ નાશક રસાયણોની કાર્યક્ષમતા ૧૫થી૨૦ ટકા જેટલી વધારવા માટે ફ્લેટ ફેન (પટ્ટી) નોઝલનો ઉપયોગ કરવો.
  • જે ખેતરમાં નિંદણનો પ્રશ્ન વધારે રહેતો હોય ત્યાં જે તે પાક માટે ભલામણ કરેલ નિંદણ નાશકોનો પાક વાવતા પહેલા, પાક વાવ્યા બાદ અને ઉગાવા પહેલા તેમ જ પાકની જે તે અવસ્થાએ છટંકાવ કરવો. જેથી મજૂર પાછળનો ખર્ચ ઘટાડી અને ઉત્પાદનમાં વધારો કરીને આવકમાં વધારો કરી શકાશે.

રોગ જીવાત વ્યવસ્થાપન

  • રોગ-જીવાતના નિયંત્રણ માટે ભલામણ મુજબ બીજ માવજત તેમજ ધરૂની માવજત આપવાથી ઓછા ખર્ચે ઝડપથી પાકની શરૂઆતની અવસ્થામાં જ સારૂં નિયંત્રણ મેળવી શકાય છે.
  • ખેડૂતોએ જે તે પાકના રોગ-જીવાતના નિયંત્રણ માટે ભલામણ કરેલા જતુંનાશકોનો યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો અને બે કે તેથી વધુ જતુંનાશકોનું મિશ્રણ કરવું નહીં તેમ જ વારંવાર એકની એક જતુંનાશક દવા વાપરવી નહીં.
  • જીવાતની ક્ષમ્ય માત્રાને અનુસરીને જ જે તે જીવાત સામે ભલામણ કરેલ જતુંનાશકોનો છટંકાવ કરવો.
  • દવાઓની અસરકારકતા વધારવા માટે દવાના પંપમાં સાબુનું દ્રાવણ અથવા બજારમાં મળતા સ્ટીકર ભેળવવાથી ખર્ચેલા નાણાનું પુરૂ વળતર મળે છે.
  • પાવર સ્પ્રેયર/ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર વાપરવાથી હાથ પંપ કરતા દવા છંટવાની મજુરી ખર્ચમાં બચત થાય છે.
  • ઘૈણ, કાતરા વગેરે જીવાતોના નિયંત્રણ માટે શેઢા-પાળાના કચરાને સાફ કરવો અને દવા જમીનમાં ઊંડે નાખવાથી ખર્ચેલા નાણાંનું પૂરૂ વળતર મળે છે.
  • બજારમાં તૈયાર મળતી લીમડામાંથી બનાવેલ જંતુનાશક દવાઓના બદલે લીબોળીના મીંજ, પાન તેલનો ઉપયોગ કરીને ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકાય છે.

કાપણી અને સંગ્રહ

  • પાકની યોગ્ય પરિપકવ અવસ્થાએ કાપણી કરવી.
  • કાપણીમાં મોડું કરવાથી દાણા ખરી પડે છે અને દાણાની ગુણવતા ઘટે છે.
  • વહેલી કાપણી કરવાથી દાણા ચીમળાયેલા અપરિપકવ હોવાથી વજન ઓછું મળે છે અને ગુણવતા સાથે પાક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે.
  • કાપણી માટે હાર્વેસ્ટર, રીપર, થ્રેસર જેવાં યંત્રોનો ઉપયોગ કરવાથી મજુરી ખર્ચમાં ઘટાડો થાય છે.
  • ખેત પેદાશનું ગ્રેડીંગ કરીને સંગ્રહ કરવાથી સારો બજારભાવ મેળવી શકાય છે.

સંકલીત ખેત વ્યવસ્થાપન

ખેતીમાં કોઇ એક પાક અથવા પાક પધ્ધતિ ઉપર નિર્ભર રહેવા કરતા જો પાક પધ્ધતિમાં વર્ષોવર્ષ બદલાવ કરવામાં આવે તેમ જ પાકની સાથે સાથે અન્ય કૃષિસંલગ્ન વ્યવ્સાયો અપનાવવામાં આવે તો ખરેખર ખેડૂતોની આવક બમણી થઇ શકે. આ માટે કૃષિમાં ઘનિષ્ટતા તેમ જ વૈવિધ્ય અપનાવવાની ખાસ જરૂર છે.

  • ખેડૂતોએ આવક બમણી કરવા માટે પાકમાં બદલાવ અને ઘનિષ્ઠ પાક પધ્ધતિ અપનાવવી.
  • ક્ષેત્રીય પાકોની સાથે બાગાયતી પાકો, પશુપાલન, મરઘાંપાલન, મધમાખી ઉછરે, મશરૂમ જેવા અન્ય કૃષિ સંલગ્ન વ્યવસાયોનો સમાવેશ કરવો.
  • સૂર્યઊર્જા આધારિત ખેતી દ્વારા બિનખેતીલાયક જમીનનો ઉપયોગ કરી કુદરતી આફતો સામે પાક માં થતાં નુકશાનની સામે વર્ષ દરમ્યાન ચોક્કસ આવક ઊભી કરવી.
  • ગૌચર/પડતર જમીન ખેડાણ હેઠળ લાવી તેમાં ઘાસચારોઅ નેસૂર્ય ઊર્જા એકમો ગોઠવી વધારાની વીજળીનું વેચાણ કરી આવક મેળવવી.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More