Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કેસર છે અધધ મોંઘુ છતાં કેમ છે બજારમાં તેની પુષ્કળ માંગ, જુઓ કેસર વિશે ક્યારેય ન સાંભળેલી વાતો

બજારમાં કેસરની ખેતીની માંગ હંમેશા રહે છે, આ જ કારણ છે કે કેસરનો ભાવ હંમેશા બજારમાં ઊંચો જ રહે છે. તમને જણાવી દઈએ કે કેસરને લાલ સોનું પણ કહેવામાં આવે છે. અને તેની ખેતી દ્વારા ખેડૂતો કરોડો રૂપિયાનો નફો મેળવી શકે છે.

Himanee Chauhan
Himanee Chauhan
Saffron Cultivation Method
Saffron Cultivation Method

બજારમાં કેસરની ખેતીની માંગ હંમેશા રહે છે, આ જ કારણ છે કે કેસરનો ભાવ હંમેશા બજારમાં ઊંચો જ રહે છે. તમને જણાવી દઈએ કે કેસરને લાલ સોનું પણ કહેવામાં આવે છે. અને તેની ખેતી દ્વારા ખેડૂતો કરોડો રૂપિયાનો નફો મેળવી શકે છે.

કેસરની ખેતી Saffron Cultivation કરતી વખતે આ વાત તમને અચૂક ખબર હોવી જોઈએ કે કેસરની લાંબા અંતરે ખેતી કર્યા બાદ પણ ખૂબ ઓછા પ્રમાણમાં તેનું ઉત્પાદન થાય છે. લગભગ સાડા પાંચ હજાર ચોરસ ફૂટમાં તેનું વાવેતર કરવામાં આવે તો માત્ર 50 ગ્રામ કેસર મળે છે.

કેસરનો ભાવ છે આસમાને

કેસરનું નામ સાંભળતા જ તેના ભાવનો વિચાર સૌથી પહેલાં આવે છે. કેસર કિલો દીઠ લાખો રૂપિયામાં વેચાય છે. કેસર સ્વાસ્થ્ય  માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેનું ધાર્મિક રીતે પણ મહત્વ છે. બજારમાં કેસર ખૂબ જ મોંઘા ભાવે મળે છે. કેસરના ભાવ ખૂબ વધારે હોય છે, લાંબા અંતરે ખેતી કર્યા બાદ પણ ખૂબ ઓછા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. લગભગ સાડા પાંચ હજાર ચોરસ ફૂટમાં વાવેતર કરવામાં આવે તો માત્ર 50 ગ્રામ કેસર મળે છે. તેથી એક કિલો કેસરનું ઉત્પાદન મેળવવા માટે તેનું વાવેતર પણ વધારે વિસ્તારમાં કરવું પડે છે.

15 વર્ષ સુધી આવે છે ફૂલ

કેસરનું વાવેતર કર્યા બાદ તેમાં 15 વર્ષ સુધી ફૂલ આવે છે અને ત્યારબાદ તેના છોડને કાઢી ફરીથી વાવેતર કરવામાં આવે છે. કેસરના છોડ ઝાડની જેમ ઉગતા નથી. તેમાં ફક્ત એક ફૂલ પાંદડાની જેમ નીકળે છે અને ફુલ સીધું બહાર આવે છે. તે લસણ અને ડુંગળીના છોડ જેવા લાગે છે. કેસરનાએક ફૂલ ઉગે છે, જેમાં પાંદડાની મધ્યમાં 6 બીજા પાંદડા નીકળે છે, જે ફૂલોના પુંકેસર જેવા હોય છે.

આ પણ વાંચો : લીલીના ફૂલથી થશે સારી કમાણી

એક ફૂલમાં માત્ર ત્રણ કેસરના તાંતણા

કેસરનો છોડ બેથી ત્રણ ઈંચ ઉપર આવે છે અને તેમાં કેસરના બે કે ત્રણ રેસાઓ હોય છે, જે લાલ રંગના હોય છે. જ્યારે ત્રણ રેસા પીળા રંગના હોય છે, જેનો કોઈ ઉપયોગમાં આવતા નથી. આ સ્થિતિમાં દરેક ફૂલોમાંથી માત્ર કેસરના રેસા જ કાઢવાના હોય છે. અંદાજે 160 કેસરના રેસા બહાર કાઢવામાં આવે ત્યારે તેમાંથી માત્ર એક ગ્રામ કેસર બનાવી શકાય છે. આમ, ઘણી મહેનત બાદ એક ગ્રામ કેસર મળે છે.

મહિનામાં કરો વાવેતર

કેસરનું વાવેતર ઓગસ્ટમાં થાય છે અને ફૂલોની પ્રક્રિયા માત્ર ઓક્ટોબર-નવેમ્બરમાં જ થાય છે. આ ફૂલોની પ્રક્રિયામાં એક મહિનાનો સમય લાગે છે. કેસર માટેની સિંચાઈ કુદરતી છે અને તેમાંથી ફૂલો કાઢવામાં ઘણી મહેનત છે. જેથી મજૂરી ખર્ચ ખૂબ વધારે લાગે છે.

આ પણ વાંચો : હવામાં બટાકા ઉગાડવાથી ખેડૂતોને મળશે બમ્પર ઉપજ, જેનાથી ખર્ચ અને સમય પણ બચશે

લાલ માટીમાં કેસરની ખેતી

ભારતમાં માત્ર કાશ્મીરમાં કેસરની ખેતી થાય છે, કારણ કે ત્યાં ખાસ લાલ રંગની માટી છે, જેમાં કેસરની ખેતી કરવામાં આવે છે. કેસર મોંઘું હોવા છતાં અનેક લોકો તેનો ઉપયોગ કરે છે. કેસરની ખેતીમાં ખૂબ ખર્ચ થાય છે અને ઓછા પ્રમાણમાં તેનું ઉત્પાદન થાય છે તેથી પણ ભાવ વધારે હોય છે.

આ પણ વાંચો : લવન્ડરની ખેતી કરવા માટે સરકારે બનાવી નવી યોજના, થશે લાખોની કમાણી

આ પણ વાંચો : ગુલાબના છોડમાં સુગંધિત ફૂલો લાવવા માટે શું કરશો ?

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More