Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

ડાયાબિટીશના દર્દીઓને મળશે મોટી રાહત, વૈજ્ઞાનિકોએ કરી છે નવી શોધ

હવે ડાયાબિટિશના દર્દીઓએ વારંવાર પોતાનું લોહી આપવાની જરૂર નથી કેમ કે ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ એક અનોખી શોધ કરી છે. વૈજ્ઞાનિકોની આ નવી શોધના કારણે હવે ડાયાબિટિશના દર્દીઓને લોહી આપવા માટે જે પીડા થતી હતી તેમાંથી છૂટકારો મળી જશે.

Sukhadev Thakor
Sukhadev Thakor

જે લોકો ડાયાબિટીશના દર્દીઓ હોય તેને ડોક્ટર દરરોજ બ્લડ શુગર ચેક કરવાની સલાહ આપે છે અને બ્લડ શુગર દ્વારા ડાયાબિટીશનુ પ્રમાણ જાણી શકાય છે.  અને બ્લડ સુગર જાણવા માટે ગ્લૂકોમીટરમાં દર્દીની આંગળી લગાવીને લોહીનું સેમ્પલ લેવાય છે. હવે ડાયાબિટિશના દર્દીઓએ વારંવાર પોતાનું લોહી આપવાની જરૂર નથી કેમ કે  ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ એક અનોખી શોધ કરી છે. વૈજ્ઞાનિકોની આ નવી શોધના કારણે હવે ડાયાબિટિશના દર્દીઓને લોહી આપવા માટે જે  પીડા થતી હતી તેમાંથી છૂટકારો મળી જશે

મોની લાર દ્વારા બ્લડ શુગર તપાસ

આ ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ બ્લડ શુગર ટેસ્ટ કરવા માટે એક નવી પદ્ધતિ અપનાવી છે. આ નવી પદ્ધતિમાં હવે ડાયાબિટિશના દર્દીઓએ વારંવાર પોતાની આંગળીમાં સોય નહી લગાવવી પડે જેના કારણે તેને સોય લગાડવામા જે પીડા થતી હતી તેમાથી છૂટકારો મળી જશે. વૈજ્ઞાનિકોએ એક એવી પટ્ટી બનાવી છે, જે સલાઈવા એટલે કે મોની લાર દ્વારા બ્લડ શુગર તપાસ કરશે. તેથી સ્વાભાવિક છે કે, સોઈના દુખાવામાંથી હવે છૂટકારો મળી જશે.

ગ્લૂકોમીટર દ્વારા વારંવાર આંગળમાં સોઈ લગાવી પડે છે

ડાયાબિટીશના દર્દીને બ્લડ સ્તર તપાસ કરવા માટે ગ્લૂકોમીટર દ્વારા વારંવાર આંગળમાં સોઈ લગાવી પડે છે.  ગ્લૂકોમીટર દ્વારા બ્લડ પ્રેશર ચેક કરવા માટે ડાયાબિટિશના દર્દીઓએ વારંવાર પોતાની આંગળી પર સોય ચૂબાળવી પડતી હતી જે અસહ્ય પીડાદાઈ  પ્રક્રિયા છે. વારંવાર આંગળી પર સોય ચૂબાડવામાં આવતી હોવાથી કેદલાક દર્દીઓ તો પીડા સહન ન કરી શકે તો બ્લડ સુગર પણ નહોતા કરતા અને બ્લડ સુગર ટેસ્ટ કરવાનું પણ ટાળી દેતા હોય છે.

પ્રોફેસર પોલ દસ્તૂર

ઓસ્ટ્રેલિયાની ન્યૂકૈસલ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર પોલ દસ્તૂરનું કહેવુ છે કે, આ નવા રીતે કરવામાં આવતા ટેસ્ટમાં એંઝાઈમ એમ્બેડ થઈ જાય છે. એક ટ્રાંઝિસ્ટરમાં ગ્લૂકોઝની ઓળખાણ થઈ શકે છે. આ શરીરમાં ગ્લૂકોઝની માત્રા બતાવે છે. આ ટેસ્ટમાં કોઈ પણ પ્રકારની પીડા થતી નથી જે ડાયાબિટિશના દર્દીઓ માટે એક રાહતના સમાચાર કહી શકાય કેમ કે હવે તેમને સોય લગાવતા સમયે જે પીડા થતી હતી તેમાથી છૂટકારો મળી જશે.

મોઢામાં રહેલ લાળ દ્વારા ટેસ્ટ થશે

પ્રોફેસર દસ્તૂરનું કહેવુ છે કે નવી ગ્લૂકોઝ ટેસ્ટીંગ દર્દ રહિત હોવાની સાથે સાથે ઓછા ખર્ચાવાળી છે. જેનાથી ડાયાબિટીશના દર્દીને સારામાં સારૂ રિઝલ્ટ આપશે. પ્રોફેસરના જણાવ્યા અનુસાર મોં મા લાળમાં ગ્લૂકોઝ હોય છે. તેને ગ્લુકોઝ કંસંટ્રેશન દ્વારા બનાવી હતી. જે ઓછા ખર્ચાવાળી હતી. જેને બનાવવું સરળ હોય અને સંવેદનશીલતા સ્ટેન્ડર્ડ ગ્લૂકોઝ બ્લડ ટેસ્ટથી લગભગ 100 ટકા વધારે હોય.

વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, ક્લિનિકલ ટ્રાયલમાં પાસ થતાં જ તેના પર કામ શરૂ થઈ જશે. પ્રોફેસર દસ્તૂરનું કહેવુ છે કે, આ ટેકનિક દ્વારા કોવિડ અને એલર્જેન, હોર્મોન અને કેન્સરના ટેસ્ટ પણ કરી શકાય છે.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More