Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

SSY : કેન્દ્રની એક નવી બચત યોજના, જેમાં દીકરીના લગ્ન માટે મળશે 65 લાખ રૂપિયા

આજે અમે તમને સરકારની એક એવી યોજના વિશે માહિતી આપીશું જેના થકી તમારે તમારી દીકરીના ભવિષ્ય માટે ચિંતા નહીં કરવી પડે. દીકરીના શિક્ષણ અને લગ્ન માટે આ યોજનાનો લાભ મળે તેવો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. દીકરી 21 વર્ષની થાય પછી આ યોજનાનો લાભ મળે છે.

Himanee Chauhan
Himanee Chauhan
Govt. Scheme : Sukanya Samriddhi Yojana
Govt. Scheme : Sukanya Samriddhi Yojana

દીકરીના ભવિષ્ય માટે ચિંતા નહીં કરવી પડે. દીકરીના શિક્ષણ અને લગ્ન માટે આ યોજનાનો લાભ મળે તેવો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. દીકરી 21 વર્ષની થાય પછી આ યોજનાનો લાભ મળે છે.

જો તમારા ઘરમાં પણ નાની બાળકી કે દીકરી છે તો તેના ભણતર, લગ્ન માટે પૈસાની જરૂરિયાત હવે સરળતાથી પૂરી થઈ શકે છે. આ માટે તમારે સુકન્યા સમૃદ્ધિ યોજના SSYમાં રોકાણ કરવું પડશે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરી માટે ખાતું ખોલાવી શકાય છે. તમે રોજની 100 રૂપિયાની બચત કરીને 15 લાખ રૂપિયા અને તમારી દીકરી માટે 416 રૂપિયાની બચત કરીને 65 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો, જે તેના ભવિષ્ય માટે મહત્વની સાબિત થઈ શકે તેમ છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે ? What Is SSY

સુકન્યા સમૃદ્ધિ યોજના SSYએ દીકરીઓ માટે કેન્દ્ર સરકારની નાની બચત યોજના છે. જે બેટી બચાવો-બેટી પઢાવો યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. નાની બચત યોજનામાં સુકન્યા શ્રેષ્ઠ વ્યાજ દર વાળી યોજના છે. છોકરીઓ સંબંધી આર્થિક બોજો તેમના માતા-પિતા કે વાલીઓ પર ન પડે તે સુનિશ્ચિત કરવા માટે આ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે.

દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમના શિક્ષણ તથા લગ્નના ખર્ચનો વિચાર આ યોજનામાં કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એક પરિવારના આટલા સભ્યોને જ મળશે લાભ

ખાતુ કેવી રીતે ખોલાવશો ? How To Open An Account ?

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કોઈપણ વ્યકિત પોતાની 2 દીકરીઓ માટે ખાતું ખોલાવી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ બાળકીના જન્મ પછી 10 વર્ષની ઉંમર સુધી ઓછામાં ઓછી 250 રૂપિયાની રકમ ભરીને ખાતુ ખોલાવી  શકો છો.  આ યોજના હેઠળ ખાતું કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા કોમર્શિયલ શાખાની કોઈપણ અધિકૃત શાખામાં ખોલી શકાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. ખાતું ખોલાવ્યા પછી જ્યાં સુધી છોકરી 21 વર્ષની ન થાય અથવા 18 વર્ષની ઉંમર પછી તેના લગ્ન ન થાય ત્યાં સુધી ચાલું રાખી શકાય છે.

ઉલ્લેખનીય છે કે ખાતુ ખોલાવ્યાના 15 વર્ષ સુધી ભૂલ્યા વગર ખાતામાં પૈસા જમા કરાવવુ ખૂબ જ જરૂરી છે. અને ખાતુ ખોલાવ્યાના 21 વર્ષ પછી યોજનાની મુદ્દત પૂર્ણ થશે ત્યારે ખાતેદારને જમા થયેલા નાણા તમામ લાભ સાથે મળશે.

આ પણ વાંચો : Atma Yojana In Gujarat : કર્મચારીઓના પગારમાં વધારો

આટલું મળે છે વ્યાજ How Much Intrest Will Be Earned

હાલ સુકન્યા સમૃદ્ધિ યોજના SSYમાં 7.6 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જે આવકવેરા મુક્તિ સાથે છે. અગાઉ તેમાં 9.2 ટકા સુધીનું વ્યાજ પણ મળી ચૂક્યું છે. મહત્વની વાત છે કે 18 વર્ષની ઉંમર પછી પુત્રીના ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચના કિસ્સામાં 50 ટકા સુધીની રકમ ઉપાડી શકાય છે. તો સરકારની આ યોજનાનો લાભ અત્યારે જ મેળવો અને તમારી દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરી દો.

આ પણ વાંચો : PM Kisan FPO Scheme : કેન્દ્ર સરકાર ખેડૂતોને આપશે 15 લાખ રૂપિયા

આ પણ વાંચો : સ્માર્ટફોન ખરીદવા ખેડૂતોને સરકાર આપશે સહાય

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More