Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ એક પરિવારના આટલા સભ્યોને જ મળશે લાભ

કેન્દ્ર સરકારે ગયા મહિને લાભાર્થીઓને PM કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો જાહેર કર્યો હતો. ત્યારે જાણો માર્ગદર્શિકા અનુસાર, પરિવારના કેટલા સભ્યને તેનો લાભ મળી શકે છે તેવો સવાલ લોકોના મનમાં ઉદ્ભવતો હોય છે.

Himanee Chauhan
Himanee Chauhan
PM Kisan Samman Nidhi Yojana
PM Kisan Samman Nidhi Yojana

કેન્દ્ર સરકારે ગયા મહિને લાભાર્થીઓને PM કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો જાહેર કર્યો હતો. ત્યારે જાણો માર્ગદર્શિકા અનુસાર, પરિવારના કેટલા સભ્યને તેનો લાભ મળી શકે છે તેવો સવાલ લોકોના મનમાં ઉદ્ભવતો હોય છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના(PM Kisan Samman Nidhi Yojana) હેઠળ કેન્દ્ર સરકાર દેશના નાના ખેડૂત પરિવારનોને વર્ષે 6000 રૂપિયાની નાણાકીય મદદ કરે છે. સરકાર રોકડ સહાય કરવાને બદલે આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં જ ટ્રાન્સફર કરે છે. સરકાર દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. સરકાર એપ્રિલથી જુલાઈ, ઓગસ્ટથી નવેમ્બર અને ડિસેમ્બરથી માર્ચ એમ ચાર ચાર મહિનાના ત્રણ હપ્તા ટ્રાન્સફર કરે છે. આ સ્કીમ ખેડૂતના આધાર કાર્ડ સાથે લિંક છે. સરકાર જે ખેડૂતોને નાણાંની સહાય કરે છે તેના અને તેમના પરિવારની તમામ વિગતો પોતાની પાસે રાખે છે. સરકાર બે હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂતોનો આ સહાય કરે છે.

કેન્દ્ર સરકારે ગયા મહિને લાભાર્થીઓને PM કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો)જાહેર કર્યો હતો. ખેડૂતો સત્તાવાર વેબસાઇટ  પર લોગ ઈન કરીને તમામ વિગતો ચકાસી શકે છે. અપડેટ મુજબ પાત્રતા ધરાવતા ખેડૂતોને દર 4 મહિને રૂપિયા 2000ના ત્રણ હપ્તામાં વાર્ષિક રૂપિયા 6000નો લાભ આપવામાં આવે છે.

પરિવારના એક જ સભ્યને મળી શકે છે લાભ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભોના ભાગ રૂપે, કેન્દ્રએ સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે યોજના માટે પરિવારની વ્યાખ્યા પતિ, પત્ની અને સગીર બાળકો છે. તેમને જ લાભ મળવા પાત્ર છે. જો કે, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવા ખેડૂત પરિવારોને ઓળખી શકે છે જેઓ યોજના માર્ગદર્શિકા અનુસાર સહાય માટે પાત્ર છે.

માર્ગદર્શિકા અનુસાર, પરિવારના એક જ સભ્યને તેનો લાભ મળી શકે છે અને પતિ-પત્ની બંનેને નહીં. લાભાર્થીઓએ નોંધ લેવી જોઈએ કે યોજનાનો અમલ આધાર સાથે જોડાયેલા ઈલેક્ટ્રોનિક ડેટાબેઝ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેમાં ખેડૂતોના પરિવારના તમામ સભ્યોની વિગતો છે, જેમના નામ જમીનના રેકોર્ડમાં દેખાય છે.

કોને લાભ નથી મળી શકતો?

ઉચ્ચ આર્થિક દરજ્જાના લાભાર્થીઓ યોજના હેઠળના લાભો માટે પાત્ર નથી. તમામ સંસ્થાકીય જમીન ધારકો પણ આ યોજના માટે લાયક નથી. ભૂતપૂર્વ અને વર્તમાન મંત્રીઓ/રાજ્ય મંત્રીઓ અને લોકસભા/રાજ્યસભા/રાજ્ય વિધાનસભા/રાજ્ય વિધાન પરિષદના ભૂતપૂર્વ/વર્તમાન સભ્યો, જિલ્લા પંચાયતોના ભૂતપૂર્વ અને વર્તમાન અધ્યક્ષો પાત્ર નથી.

કેન્દ્રએ નાના અને સીમાંત ખેડૂતોને સહાય કરવા માટે આ યોજનાની શરૂઆત કરી છે, દેશભરના 12 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે. પીએમ કિસાન યોજના ખેડૂતોને તેમની જમીનના કદને ધ્યાનમાં લીધા વિના નાણાકીય સહાય પૂરી પાડે છે. આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 10મા હપ્તાએ 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોને સહાય પહોંચાડી હતી. જો ખેડૂત પરિવારોના નામ લાભાર્થીઓની યાદીમાંથી ગાયબ છે, તો તેઓ તેમના જિલ્લાઓમાં જિલ્લા સ્તરની ફરિયાદ નિવારણ નિરિક્ષણ સમિતિનો સંપર્ક કરી તેમના નામ લાભાર્થીની યાદીમાં સામેલ કરી શકે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં નેશનલ હેલ્થ મિશનની યોજનાના લાભાર્થીઓને માટે મહત્વપૂર્ણ જાહેરાત

આ પણ વાંચો : ગુજરાત સહિત સમગ્ર દેશમાં નહી થાય DAP અને યૂરિયાની અછત

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More