Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

ગુજરાત સહિત સમગ્ર દેશમાં નહી થાય DAP અને યૂરિયાની અછત

ભારતના અર્થતંત્રને પાંચ મિલિયન અમેરિકન ડોલરનું કદ આપવાના રોડ મેપમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે યૂરિયા સૌથી મહત્વનું યોગદાન રહેશે છે, આગામી ઉનાળો અને ચોમાસુ પાકમાં ડીએપી યુરિયા જેવા ખાતરોની બચત ન પડે અને ખેડૂતોને સમયસર ખાતર મળી જાય તે માટે સરકારે અત્યારથી જ કવાયત હાથ ધરી છે.

Himanee Chauhan
Himanee Chauhan
Management OF Urea And DAP
Management OF Urea And DAP

ભારતના અર્થતંત્રને પાંચ મિલિયન અમેરિકન ડોલરનું કદ આપવાના રોડ મેપમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે યૂરિયા સૌથી મહત્વનું યોગદાન રહેશે છે, આગામી ઉનાળો અને ચોમાસુ પાકમાં ડીએપી યુરિયા જેવા ખાતરોની બચત ન પડે અને ખેડૂતોને સમયસર ખાતર મળી જાય તે માટે સરકારે અત્યારથી જ કવાયત હાથ ધરી છે.

મોદી સરકારે અત્યારથી તૈયારીઓ હાથ ધરી

આગામી 2022ની ખરીફ સિઝનમાં ખેડૂતોને ખાતરનો પૂરતો અને સમયસર પુરવઠો મળી રહે તે માટે , સરકાર યુરિયા અને ડીએપીમાં જરૂરિયાત કરતાં વધુ જથ્થો ઉપલબ્ધ થાય તે માટે કાર્યરત બની છે. આગામી ખરીફ સિઝનમાં ખેડૂતોને યોગ્ય અને સમયસર ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકારે યુરિયા અને ડીએપીનો પ્રારંભિક સ્ટોક અપેક્ષિત કરતાં વધુ રાખવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે ખરીફ પાક માટે ખાતરોની ઉપલબ્ધતા અંગે અગાઉથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ઉપરાંત વૈશ્વિક બજારમાંથી ખાતરો અને અન્ય કાચા માલસામાનના એકત્રીકરણથી યુરિયા અને ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)ના પ્રારંભિક સ્ટોકને અપેક્ષા કરતા વધારે રાખવામાં મદદ મળશે. દેશમાં ખરીફ પાકની વાવણી ચોમાસાના વરસાદની શરૂઆત સાથે શરૂ થાય છે. જો કે, આ પાકો માટે ખાતર અને અન્ય પૌષ્ટિક તત્વોની જરૂર એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે જ હોય ​​છે.

લાંબા ગાળાના પુરવઠા કરારની શક્યતાઓ

અધિકારીએ જણાવ્યું કે DAPનો પ્રારંભિક સ્ટોક 2022ની ખરીફ સિઝનમાં 2.5 મિલિયન ટન હોવાનો અંદાજ છે, જે ખરીફ સિઝન 2021માં 14.5 લાખ ટન હતો. યુરિયાના કિસ્સામાં, પ્રારંભિક સ્ટોક 6 મિલિયન ટન રહેવાની અપેક્ષા છે, જે ગયા વર્ષે 5 મિલિયન ટન હતો. અધિકારીએ જણાવ્યું હતું કે યુરિયા અને અન્ય જમીન સંવર્ધન તત્વોના પુરવઠામાં સુધારો કરવા માટે ભારત ઘણા દેશો સાથે વાતચીત કરી રહ્યું છે અને આ માટે લાંબા ગાળાના પુરવઠા કરારની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે.

આગામી ખરીફ સિઝન માટે યુરિયા અને ડીએપીના પૂરતા સ્ટોકની સરકાર ખાતરી કરશે, ડીએપી અને અન્ય ફોસ્ફેટિક ખાતરોના ભાવ ખાનગી કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. કાચા માલના વૈશ્વિક ભાવમાં થયેલા વધારાએ સ્થાનિક ડીએપીના ભાવોને અસર કરી છે ત્યારે સરકાર નજર રાખશે.

સામાન્ય રીતે ખરીફ એટલે કે ઉનાળાની ઋતુમાં વાવણી જુલાઈમાં ચોમાસાની શરૂઆત સાથે શરૂ થાય છે. જો કે, ખરીફ સિઝન માટે ખાતરની જરૂરિયાત મોટાભાગે એપ્રિલ અને સપ્ટેમ્બરની વચ્ચે હોય છે. આગામી સિઝન માટે વૈશ્વિક બજારમાંથી ખાતરો અને કાચા માલના સ્ત્રોત માટે આગોતરી તૈયારીઓ કરવામાં આવી હોવાનું જણાવતાં અધિકારીએ જણાવ્યું હતું કે આનાથી યુરિયા અને ડી-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)નો અપેક્ષિત કરતાં વધુ ઓપનિંગ સ્ટોક જાળવવામાં મદદ મળશે. જેનો દેશમાં વ્યાપકપણે વપરાશ થાય છે.2022ની ખરીફ સિઝન માટે ડી એપીનો પ્રારંભિક સ્ટોક 25લાખ ટન હોવાનો અંદાજ છે, જે 2021ની સિઝનમાં 14.5 લાખ ટન કરતાં વધુ છે.

આ પણ વાંચો : લાલ ચંદનની ખેતી

આ પણ વાંચો : ચણાના પાકમાં બ્રેઇડેડ રોગનો પ્રકોપ વધી રહ્યો છે, બચાવવા માટે આ દવાઓનો છંટકાવ કરો

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More