Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

સ્માર્ટફોન ખરીદવા ખેડૂતોને સરકાર આપશે સહાય

ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવામાં સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત 10% સુધી સહાય ચૂકવવામાં આવતી હતી. હવે તે સહાય રકમમાં વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતો 6000 રૂપિયા મહત્તમની સહાય માટે અરજી કરી શકશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Himanee Chauhan
Himanee Chauhan
SmartPhone Sahay Yojana
SmartPhone Sahay Yojana

ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવામાં સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત 10% સુધી સહાય ચૂકવવામાં આવતી હતી. હવે તે સહાય રકમમાં વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતો 6000 રૂપિયા મહત્તમની સહાય માટે અરજી કરી શકશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

40 ટકા સુધીની સહાય

ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવામાં સહાયની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂતોને 10 ટકાને બદલે 40% સુધી સહાય આપવામાં આવશે. પ્રાથમિક તબક્કે ગુજરાતના 25,000 ખેડૂતોને આ સહાયનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે સરકારે પહેલા સ્માર્ટફોન સહાય માટે મહત્તમ 1500 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. જેને વધારીને હવે ખેડૂતો મહત્તમ 6000 રૂપિયાની સહાય માટે અરજી કરી શકશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ગુજરાત માહિતી ખાતા તરફથી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી હતી. હવે ખેડૂતોને 10 ટકાને બદલે 40% સુધી સહાય આપવામાં આવશે. પ્રાથમિક તબક્કે ગુજરાતના 25,000 ખેડૂતોને આ સહાયનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે સરકારે પહેલા સ્માર્ટફોન સહાય માટે મહત્તમ 1500 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. જે વધારીને હવે ખેડૂતો 6000 રૂપિયા મહત્તમની સહાય માટે અરજી કરી શકશે.

25,000 ખેડૂતોને મળશે લાભ

માહિતી ખાતા તરફથી ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, "ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજનામાં સહાય ધોરણ 10 ટકાથી વધારીને 40 ટકા એટલે કે મહત્તમ રૂપિયા 6000 સુધી પૂરી પાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. પ્રાથમિક તબક્કે રાજ્યના 25000 ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. 

આ પહેલા સરકાર તરફથી ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે મહત્તમ 1,500 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. હવે આ સહાય રકમ વધારીને 6,000 રૂપિયા કરવામાં આવી છે. સરકાર તરફથી આ પહેલા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતના રહેવાસી હોય અને પોતાની જમીન ધરાવતા તમામ ખેડૂતો સ્માર્ટફોન સહાય માટે અરજી કરી શકે છે. આ માટે i-Khedut પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે. આ સહાય હેઠળ સ્માર્ટફોનની કિંમતના 40 ટકા સુધીની સહાયની જાહેરાત કરવામાં આવશે.

આ સ્કીમ તમામ ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. જોકે, જમીનની સંયુક્ત ભાગીદારીના કેસમાં ફક્ત એક જ ખેડૂતને સહાય મળશે. એક વખત અરજીનો સ્વીકાર થયા બાદ ખેડૂતો સ્માર્ટફોનનું બિલ, ફોનનો IMEI નંબર, કેન્સલ ચેક તેમજ જરૂરી દસ્તાવેજ આપવાના રહેશે. આ યોજનાની જાહેરાત નવેમ્બર 2021માં કરવામાં આવી હતી હવે તેને એક્સપાન્ડ કરવામાં આવી છે. 

આટલી વસ્તુઓ કરવી પડશે રજૂ

આ સહાય માત્ર સ્માર્ટફોનની ખરીદી માટે આપવામાં આવશે પરંતુ ફોનની એસેસરીઝ જેવીકે બેટરી બેકઅપ ડિવાઇસ, ઇયરફોન અને ચાર્જર ખરીદવા નહીં મળી શકે. આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર થશે. યોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એકવાર જ સહાય મળશે. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં ખેડૂતને તેમની જમીનના 8-અમાં દર્શાવેલા ખાતેદારો પૈકી એક ખાતેદારને અપાશે.

રાજ્યના કોઈપણ ખેડૂત આઈ-ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી હેઠળ સહાય મેળવવા ઓનલાઇન અરજી કરી શકશે જેને સબંધિત વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા નિયમિત ચકાસણી કરી અરજીની પાત્રતા કે બિન પાત્રતા નક્કી કરાશે અને 15 દિવસમાં જિલ્લા ખેતીવાડી અધિકારી મંજૂરી આપશે. નિયત સમયમાં સ્માર્ટફોન ખરીદ કર્યા પછી અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટઆઉટ સાથે સ્માર્ટફોન ખરીદીનું અસલ બીલ, મોબાઇલનો આઈએમઈઆઈ નંબર, 8-એની નકલ, રદ કરેલો ચેક અને આધાર કાર્ડની નકલ ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાની રહેશે.

આ પણ વાંચો : નમો ટેબ્લેટ યોજના 2022 : કોને મળશે લાભ જુઓ સંપૂર્ણ વિગત

આ પણ વાંચો : આંગણવાડી ભરતી : 2022

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More