Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

ખુશખબર : સરકાર આપશે વૃદ્ધોને દર મહિને 9,250 રૂપિયા પેન્શન

સરકાર નાગરિકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે અને તેમના સારા ભવિષ્ય માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે.આવી જ એક પેન્શન યોજના છે પ્રધાનમંત્રી વય વંદના યોજના

Himanee Chauhan
Himanee Chauhan
9,250 Rs. Pansion Every Month
9,250 Rs. Pansion Every Month

સરકાર નાગરિકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે અને તેમના સારા ભવિષ્ય માટે વિવિધ યોજનાઓ લાવતી રહે છે.આવી જ એક પેન્શન યોજના છે પ્રધાનમંત્રી વય વંદના યોજના. આ યોજનામાં રોકાણ કરીને લોકો 60 વર્ષની ઉંમર પછી પેન્શનનો લાભ લઈ શકાય છે. આ યોજના કેન્દ્રની મોદી સરકારે વર્ષ 2017માં શરૂ કરી હતી.

આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો હેતુ એ છે કે તેઓ દેશના વરિષ્ઠ નાગરિકોને પેન્શન યોજનાનો લાભ આપી શકે. આ યોજના દ્વારા દેશના 60 વર્ષથી વધુ વયના નાગરિકો પોતાના માટે મહિનાની પેન્શન યોજના પસંદ કરી શકે છે. વરિષ્ઠ નાગરિકોને આ યોજનામાં નાણાંનું રોકાણ કરીને 10 વર્ષમાં 8 ટકા વ્યાજ (PM વય વંદના યોજના પર વ્યાજનો દર) મળે છે. જો નાગરિકો વાર્ષિક યોજના પસંદ કરે છે, તો તેમને 8.3 ટકાના દરે વ્યાજ મળે છે.

પ્રધાનમંત્રી વય વંદના યોજના વૃદ્ધોને તેના જીવનના મહત્વના તબક્કા પર આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. જેનો સમયગાળો 31 માર્ચ, 2020 સુધી હતો. પરંતુ હવે તેને માર્ચ 2023 સુધી વધારી દેવામાં આવ્યો છે. આ યોજના સાથે જોડાવવા માટે ઓછામાં ઓછી ઉંમર 60 વર્ષ છે. એટલેકે 60 વર્ષ અથવા તેનાથી વધુની ઉંમરના નાગરિકો તેમાં રોકાણ કરી શકે છે. જે હેઠળ મહત્તમ ઉંમરની મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

આ પણ વાંચો : ડેરી ફાર્મિંગ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપશે 25 ટકા સબસિડી

વાર્ષિક પેન્શન Annual Pansion

પ્રધાનમંત્રી વય વંદના યોજનામાંથી દર મહિને 1 હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માટે તમારે 1,62,162 રૂપિયા સુધીનુ રોકાણ કરવુ પડશે. મળતી માહિતી અનુસાર, આ યોજનામાં મહત્તમ માસિક પેન્શન 9,250 રૂપિયા, ત્રિ-માસિક પેન્શન 27,750 રૂપિયા, 6 મહિનામાં 55,500 રૂપિયાનુ પેન્શન અને વાર્ષિક પેન્શન 1,11,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ યોજનાની મુદ્દત 10 વર્ષ સુધીની છે.   

પ્રધાનમંત્રી વય વંદના યોજના અંગે જાણવા જેવી બાબતો : Things To Know About The Scheme

  • આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને કોઈપણ ટેક્સ રિબેટનો લાભ મળશે નહીં.
  • આ યોજનામાં રોકાણ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 60 વર્ષની હોવી જોઈએ.
  • 31 માર્ચ, 2023 સુધી જ તમે આ યોજનામાં રોકાણ કરી શકો છો.
  • આ યોજનામાં રોકાણના આધારે વરિષ્ઠ નાગરિક યોજનાઓમાં દર મહિને રૂપિયા 1000થી 9,250 સુધીનુ રોકાણ કરવામાં આવે છે.
  • આ પ્લાન્ટને GSTના દાયરાની બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : સ્માર્ટફોન ખરીદવા ખેડૂતોને સરકાર આપશે સહાય

જરૂરી દસ્તાવેજો Required Documents

દેશના વૃદ્ધ નાગરિકો જ આ યોજનાનો લાભ લઈ શકશે. આ માટે , તમારી પાસે નીચે દર્શાવેલ દસ્તાવેજ હોવા ખૂબ જ જરૂરી છે.

  1. આધાર કાર્ડ
  2. પાન કાર્ડ
  3. ઉંમરનો પુરાવો
  4. આવકનો દાખલો
  5. રહેઠાણનો પુરાવો
  6. બેન્કની પાસબુક
  7. મોબાઈલ નંબર
  8. પાસપોર્ટ સાઈઝ ફોટો

આ પણ વાંચો : ગુજરાતમાં નેશનલ હેલ્થ મિશનની યોજનાના લાભાર્થીઓને માટે મહત્વપૂર્ણ જાહેરાત

આ પણ વાંચો : નમો ટેબ્લેટ યોજના 2022 : કોને મળશે લાભ જુઓ સંપૂર્ણ વિગત

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More