Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

પશુપાલકો માટે ખુશખબર, હવે ગાય અને ભેંસના દૂધ પણ એમએસપીના દરે વેચાશે

આ દિવસોમાં ઉત્તર ભારતના પંજાબમાં ખેડૂતોના આંદોલનનો પડઘો સંભળાઈ રહ્યો છે. પંજાબના ખેડૂતોએ પોતાની માંગણીઓને લઈને હરિયાણા-પંજાબના શંભૂ બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે અને દિલ્લી ચલોની તૈયારી પણ કરી રહ્યા છે. જો આપણે ખેડૂતી માંગણીઓ વિશે વાત કરીએ તો તેમને દરેક પાક પર MSP સહિત લગભગ 12 માંગણીઓએ સરકાર સામે રજુ કરી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
હવે એમએસપીના દરથી વેચાશે દૂધ
હવે એમએસપીના દરથી વેચાશે દૂધ

આ દિવસોમાં ઉત્તર ભારતના પંજાબમાં ખેડૂતોના આંદોલનનો પડઘો સંભળાઈ રહ્યો છે. પંજાબના ખેડૂતોએ પોતાની માંગણીઓને લઈને હરિયાણા-પંજાબના શંભૂ બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે અને દિલ્લી ચલોની તૈયારી પણ કરી રહ્યા છે. જો આપણે ખેડૂતી માંગણીઓ વિશે વાત કરીએ તો તેમને દરેક પાક પર MSP સહિત લગભગ 12 માંગણીઓએ સરકાર સામે રજુ કરી છે. આ દરમિયાન MSPને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. જો કે, આ નિર્ણય પાકની MSP વિશે નથી, પરંતુ દૂધની MSP વિશે છે.

વાત જાણો એમ છે કે સરકારે દૂધ પર MSP નક્કી કરવાની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારના આ નિર્ણયથી પશુપાલકોની સ્થિતિમાં સુધારો થશે. ત્યારે સરકારના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સરકારનો આ નિર્ણય યોગ્ય હોવાનું પશુ ખેડૂતો કહી રહ્યા છે.

હવે દૂધના ભાવ નક્કી કરવામાં આવશે

સરકારના આ નિર્ણય બાદ હવે દૂધના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. હવે કોઈ પણ પશુપાલકો પાસેથી નિર્ધારિત કિંમત કરતાં ઓછા દરે દૂધ ખરીદી શકશે નહીં. ચાલો જાણીએ કે સરકાર દ્વારા દૂધ પર શું MSP નક્કી કરવામાં આવી છે અને તેનાથી પશુપાલકોને કેટલો ફાયદો થશે.જેમ કે તમને ખબર છે કે દેશની મોટી વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે. ખાસ કરીને દેશના ગ્રામીણ વિસ્તારોમાં ખેતી મોટા પાયે કરવામાં આવે છે. વધારાની આવક માટે ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે.

ઘણા વર્ષોથી હતી એમએસપીની માંગ

જણાવી દઈએ કે આવકની દૃષ્ટિએ પશુપાલનને વધુ સારો વ્યવસાય માનવામાં આવે છે. જો કે, પશુપાલકો હંમેશા ફરિયાદ કરતા આવ્યા છે કે દૂધ પર પણ MSP નક્કી થવો જોઈએ.તેઓ કહે છે કે ઘણી વખત દૂધના યોગ્ય ભાવ ન મળવાને કારણે તેમને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આવી સ્થિતિમાં, જો દૂધ પર MSP નક્કી કરવામાં આવે છે, તો તેમને તેનો ઘણો ફાયદો થશે. પશુપાલકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે આ મોટી જાહેરાત કરી છે.

સરકારે કેટલી એમએસપી નક્કી કર્યો

સરકારે ગાયના દૂધ પર એમએસપી 38 રૂપિયાથી વધારીને 45 રૂપિયા પ્રતિ લિટર અને ભેંસના દૂધ પર 38 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 55 રૂપિયા પ્રતિ લિટર કરી દીધી છે. વધેલા MSP દરો 1 એપ્રિલ, 2024થી અમલમાં આવશે.જો તમે વિચારી રહ્યા છો કે MSPનો આ નિર્ણય કેન્દ્ર સરકાર તરફથી આવ્યો છે, તો તમે ખોટા છો. વાસ્તવમાં, હિમાચલ સરકારે દૂધ પર MSP વધારવા માટે આ નિર્ણય લીધો છે. હિમાચલ સરકારનું માનવું છે કે દૂધ પર MSP વધારવાના નિર્ણયથી પશુપાલકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે

પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય

તમને જણાવી દઈએ કે ઘાસચારાની વધતી કિંમતો, પશુઓની જાળવણી અને ખોરાકની વધતી કિંમતના કારણે પશુપાલકો લાંબા સમયથી દૂધ પર એમએસપીની માંગ કરી રહ્યા હતા. પરંતુ, હવે હિમાચલ સરકારે પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે રાજ્ય સરકારે પશુ ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે. જેનો લાભ હિમાચલના પશુપાલકોને જ મળશે.

શું હોય છે એમએસપીનો અર્થ

તમને જણાવી દઈએ કે MSP નો અર્થ છે ન્યૂનતમ સપોર્ટ પ્રાઇસ. તેને સરળ ભાષામાં કહીએ તો, એકવાર કોઈ વસ્તુ પર MSP નક્કી થઈ જાય પછી કોઈ પણ તે વસ્તુ તેનાથી ઓછી કિંમતે ખરીદી શકશે નહીં. ઉદાહરણ તરીકે, સરકારે ગાયના દૂધ પર MSP વધારીને 45 રૂપિયા પ્રતિ લિટર કરી દીધો છે. આવી સ્થિતિમાં, હવે હિમાચલમાં ગાયનું દૂધ ઓછા ભાવે ખરીદી શકાશે નહીં.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More