Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

Animal Husbandry: વધુ પડતી ઠંડીથી દુધાળા પશુને રક્ષણ આપવા માટે કરો આ કામ

ગુજરાતમાં મોટા પાચે પશુપાલન કરવામાં આવે છે. રાજ્યના બનાસકાંઠા અને આણંદ જિલ્લો પશુપાલન માટે આખા ભારતમાં જાણીતો છે.પરંતુ શિયાળમાં પાલતુ તેમજ દૂઘાળા પ્રાણીઓની સમસ્યા વધી જાય છે. આથી તેમના ઉપર ખૂબ જ ખરાબ અસર થાય છે. જેમ કે તમને ખબર જ છે કે આ વર્ષે ઠંડી કેટલી વધી ગઈ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
શિયાળામાં તમારા પશું બંઘ કરી શકે છે દૂધ આપવું (સૌજન્ય: સફળ કિસાન)
શિયાળામાં તમારા પશું બંઘ કરી શકે છે દૂધ આપવું (સૌજન્ય: સફળ કિસાન)

ગુજરાતમાં મોટા પાચે પશુપાલન કરવામાં આવે છે. રાજ્યના બનાસકાંઠા અને આણંદ જિલ્લો પશુપાલન માટે આખા ભારતમાં જાણીતો છે.પરંતુ શિયાળમાં પાલતુ તેમજ દૂઘાળા પ્રાણીઓની સમસ્યા વધી જાય છે. આથી તેમના ઉપર ખૂબ જ ખરાબ અસર થાય છે. જેમ કે તમને ખબર જ છે કે આ વર્ષે ઠંડી કેટલી વધી ગઈ છે. જેને જોતા દૂધાળા પ્રાણીઓની સાવચેતી રાખવાની જરૂર છે. શિયાળાના દિવસોમાં પ્રાણીઓનું પેટ ખરાબ થઈ જાય છે અથવા તો તેમને શરદી થઈ જાય છે. આથી પ્રાણીઓ ઓછા દૂધ આપે છે ક તો પછી આપતા જ નથી આવી સ્થિતિમાં પશુપાલક ભાઈઓને તેમની કાળજી લેવી બહુ જરૂરી થઈ જાય છે.

કેટલું હોય છે દુધાળા પશુના તાપમાન

કૃષિ વિજ્ઞાન કેંદ્રના ડો. શિવકુમાર મુજબ ભૈંસ અને ગાય બન્ને દુધાળા પ્રાણીઓનું શરીરના તાપમાન એક સરખા હોય છે. જોકે 100 ડિગ્રી ફેરનહિટથી લઈને 102 ડિગ્રી ફેરનહિટ સુધીનું હોય છે. જેના કારણે શિયાળાની ઋતુમાં પ્રાણીઓને ઠંડી વધું લાગે છે. તાપમાન જ્યારે વધે છે ત્યારે પ્રાણીઓની આંખ અને નાકમાંથી પાણી આવવા લાગે છે. સાથે તેમના મોઢામાંછી લાળ પણ નીકળવા લાગે છે. પ્રાણી સુસ્ત થઈ જાય છે અને ભોજન પણ છોડી દે છે.

ઠંડીથી બચાવવા માટે તેમની રહેણીકરણી પર વિશેષ ધ્યાન આપો

શિયાળાની ઋતુમાં દુધાળા પશુઓને ઠંડીથી બચાવા માટે વધુ કાળજીની જરૂર હોય છે. ડો. શિવકુમાર યાદવે જણાવે છે કે પશુઓને ઠંડીથી બચાવવા માટે રહેણીકરણી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તેમના માટે સૂકા પાંદડા અથવા પરાળના જમીન પર પાથરો બનાવું જોઈએ. જ્યારે ઠંડી પવન ફૂંકાયે ત્યારે તબેલાને પાકા શેડની બારી-બારણા લગાવીને બરાબર બંધ કરી દો. સાથે જ તબેલામાં આગ પ્રગટાવી તેનું તાપમાન સામાન્ય રાખવાની કોશિશ કરો.  

લીલો ચારો વધુના ખવડાવો

ડો. શિવકુમાર યાદવના મુજબ પશુને ક્યારે પણ લીલો ચારો વધુ પ્રમાણ નહિં આપો. કેમ કે વધુ પડતો લીલો ચારો તેમના માટે હાનિકારક થઈ શકે છે. આથી દુધાળા પ્રાણીઓને ગેસની સમસ્યા થઈ શકે છે. સાથે જ કાળજી રાખો કે લીલા ઘાસચારામાં સરસવનું પ્રમાણ વધારે નથી હોવું જોઈએ કેમ કે તેથી સમસ્યા વધું થાય છે. સાથે જ જો લીલા ચારામાં સરસવનું પ્રમાણ વધારે હોય, તો સમસ્યા વધુ થાય છે.  આવી સ્થિતિમાં 20 કિલો ઘાસચારામાં 15 કિલો પરાળ અને 5 કિલો લીલો ચારો આપવો જરૂરી છે.

આ ઘરેલું ઉપાય પણ કરી શકો છો.

ડો. શિવકુમાર યાદવ મુજબ પોતાના પશુઓને ઠંડીથી બચાવવા માટે તમે તેમના માટે અડધા લીટર પાણીમાં 25 ગ્રામ મેથી, 25 ગ્રામ ધાણા, 50 ગ્રામ અજમો અને 100 ગ્રામ ગોળ મિક્સ કરીને એક ઉકાળો બનાવો. 2-3 દિવસ સુધી દિવસમાં 2 વખત 3 વખત તમે તેમને આપી શકો છો. આથી પશુને ઠંડીથી રાહત મળશે અને તમારા પશુના સ્વસ્થ્ય પણ સારો રહશે.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More