આજે જેસર પાસે આવેલા શેરડી વગર ગામના ખેડૂતો દ્વારા 15 વીઘા જમીન ની અંદર 30 થી વધુ શાકભાજીનું ઉત્પાદન મેળવવી અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતી અપનાવી અને લાખો રૂપિયાની કમાણી કરે છે.
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શેરડી વદર ગામના નરવણસિંહ ગોહિલે 15 વીઘા માં પ્રાકૃતિક ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી છે લાલ કેળા નું ઉત્પાદન મેળવ્યું છે.
આ પણ વાંચો:ડુંગળીના પાકની વાવેતર અને સિંચાઈ પદ્ધતિ અંગે જાણો, ખેતી માટે ઉપયોગી બનશે આ માહિતી
નરવણસિંહ ગોહિલે આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને અલગ અલગ વિસ્તારોની અંદર પ્રાકૃતિક ખેતી અને બાગાયતી ખેતી વિશેની માહિતી લીધી છે ત્યારબાદ 15 વીઘા જમીનની અંદર 30થી વધુ પ્રકારના શાકભાજીનું વાવેતર કરાયું છે લાલ કેળા એલચી કેળા તેમજ અન્ય કેળાની આઠ વેરાઈટી નું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરી છે
નરવણસિંહ ગોહિલ ને વિવિધ એવોર્ડ પણ આપવામાં આવ્યા છે સાથે આત્મા પ્રોજેક્ટ દ્વારા તેમજ અન્ય બાગાયત વિભાગ દ્વારા અનેક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે સો ટકા પ્રાકૃતિક ખેતી નરવણસિંહ કરી રહ્યા છે તેમની સાથે જ પોતાના પરિવારના અન્ય છ વ્યક્તિઓ આ પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે
Share your comments