Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

ઓછી ખર્ચાળ એવી પ્રાકૃતિક ખેતી શું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી જાણો

ઝાડ-છોડની વૃધ્ધિ અને તેનું સારું ઉત્પાદન લેવા માટે જે જે સંશાધનોની જરૂરિયાત હોય છે. આ બધા સંસાધનો ઝાડ-છોડને ઉપલબ્ધ કરવા માટે પ્રકૃતિને મજબુર કરનાર પધ્ધતિને પ્રાકૃતિક ખેતી કહેવાય છે. મુખ્ય પાક માટે થતો ખર્ચ સહપાકોમાંથી લેવો અને મુખ્ય પાક બોનસના રૂપમાં મેળવવો તે જ સાચા અર્થમાં ઓછી ખર્ચાળ પ્રાકૃતિક કૃષિ છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
organic farming
organic farming

ઝાડ-છોડની વૃધ્ધિ અને તેનું સારું ઉત્પાદન લેવા માટે જે જે સંશાધનોની જરૂરિયાત હોય છે. આ બધા સંસાધનો ઝાડ-છોડને ઉપલબ્ધ કરવા માટે પ્રકૃતિને મજબુર કરનાર પધ્ધતિને પ્રાકૃતિક ખેતી કહેવાય છે. મુખ્ય પાક માટે થતો ખર્ચ સહપાકોમાંથી લેવો અને મુખ્ય પાક બોનસના રૂપમાં મેળવવો તે જ સાચા અર્થમાં ઓછી ખર્ચાળ પ્રાકૃતિક કૃષિ છે.

પ્રાકૃતિક કૃષિના સિધ્ધાંતો

૧. દેશી ગાય: આ ખેતી મુખ્યત્વે દેશી ગાય પર આધારિત છે. દેશી ગાયના ૧ ગ્રામ છાણમાં ૩૦૦-૫૦૦ કરોડ સુક્ષ્મજીવાણુઓ હોય છે. જયારે વિદેશી ગાયના ૧ ગ્રામ છાણમાં ફક્ત ૭૮ લાખ સુક્ષ્મજીવાણુઓ મળે છે. દેશી ગાયના છાણ અને મૂત્રની સુગંધથી દેશી અળસિયા જમીનના ઉપરના સ્તરમાં આવી જાય છે અને જમીનને ઉત્પાદક બનાવે છે. દેશી ગાયના છાણમાં ૧૬ મુખ્ય પોષક તત્વો હોય છે. આ ૧૬ પોષક તત્વો જ આપણા છોડના વિકાસ માટે ઉપયોગી છે. આ ૧૬ પોષક તત્વોને છોડ જમીનમાંથી લઈને પોતાના શરીરનું નિર્માણ કરે છે. આ પોષક તત્વો દેશી ગાયના આંતરડામાં બને છે. માટે દેશી ગાય પ્રાકૃતિક કૃષિનો મૂળ આધાર છે.

૨. ખેડ: પ્રાકૃતિક કૃષિમાં ઊંડી ખેડ કરવામાં આવતી નથી. કારણકે તે જમીનની ફળદ્રુપતા ઓછી કરી દે છે. ૩૬°સે. ઉષ્ણતામાન થતા જ જમીનમાંથી કાર્બન ઉડવાનું શરુ થઇ જાય છે. અને ભેજ બનવવાનું અટકી જાય છે, જેના કારણે જમીનની ઉત્પાદન શક્તિ ઓછી થઇ જાય છે.

૩. પિયત વ્યવસ્થા: પ્રાકૃતિક કૃષિમાં પિયત છોડથી થોડે દુર આપવામાં આવે છે. આમ માત્ર ૧૦ ટકા પાણીનો ઉપયોગ થાય છે અને ૯૦ ટકા પાણીની બચત થાય છે. છોડને થોડે દુર પાણી આપવાથી છોડના મૂળની લંબાઈ વધી જાય છે. મૂળની લંબાઈ વધવાથી છોડના થડની જાડાઈ વધે છે. આ ક્રિયાને કારણે છોડની લંબાઈ વધી જાય છે. આના પરિણામ રૂપે ઉત્પાદન પણ વધી જાય છે.

૪. છોડની દિશા: પ્રાકૃતિક કૃષિમાં છોડની દિશા ઉતર-દક્ષિણની હોય છે. જેમાં છોડને સુર્યપ્રકાશ વધુ સમય મળે છે. બે છોડ વચ્ચેના વધારે અંતરના કારણે છોડ વધારે પ્રમાણમાં સુર્યપ્રકાશ પ્રાપ્ત  કરે છે. આથી છોડ પર કોઈપણ પ્રકારના કીટકો લાગવાની સંભાવના પણ ઓછી થઇ જાય છે અને છોડમાં પોષક તત્વો પણ સંતુલિત પ્રમાણમાં મળે છે. છોડની દિશા ઉતર-દક્ષિણ હોવાથી ઉત્પાદન ૨૦ ટકા વધી જાય છે.

૫. સહયોગી પાક: પ્રાકૃતિક કૃષિમાં મુખ્ય પાક સાથે સહયોગી પાક પણ લેવામાં પણ લેવામાં આવે છે. જેથી મુખ્ય પાકને નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ વગેરે મળતા રહે છે. સહયોગી પાકના મૂળ પાસે નાઈટ્રોજન સ્થિર કરતા જીવાણું જૈવિક રાઇઝોબીય, એઝોસ્પીરીલમ, એઝોટોબેકટર વગેરેની મદદથી છોડનો વિકાસ થાય છે. પ્રાકૃતિક કૃષિમાં પાકની સાથે સહયોગી પાક લેવાથી મુખ્ય પાક પર કીટનિયંત્રણ પણ થાય છે.

૬. આવરણ (મલ્ચીંગ): જમીનની સપાટી પાકના અવશેષોથી ઢાંકવાને આવરણ કહે છે. તેનાથી પાણીની બચત થાય છે અને જમીનમાં કાર્બન પણ ટકી રહે છે, જેથી જમીનની ઉત્પાદકતા વધે છે. આવરણ હવામાંથી ભેજ લઈને છોડને આપે છે, જેથી સુક્ષ્મ પર્યાવરણનો વિકાસ થાય છે અને દેશી અળસીયાઓની સક્રિયતા વધી જાય છે. દેશી અળસીયા પોતાનું મળ જમીન પર છોડે છે. અળસીયાના મળમાં સામાન્ય માટીથી ૭ ગણું નાઈટ્રોજન, ૯ ગણું ફોસ્ફરસ અને ૧૧ ગણું પોટાશ વગેરે હોય છે, જેથી જમીન ઝડપથી સજીવ થઇ જાય છે.

૭. સુક્ષ્મપર્યાવરણ: પ્રાકૃતિક કૃષિમાં 65 ટકા થી ૭૨ ટકા ભેજ, ૨૫ થી ૩૨° સે. હવાનું ઉષ્ણતામાન, જમીનની અંદર અંધારું, વરાપ, છિદ્રો અને છાંયડો જોઈએ. આ બધી પરિસ્થિતિઓનાં વિકાસને સુક્ષ્મપર્યાવરણ કહે છે. આ પરિસ્થિતિ આવરણ દ્રારા બને છે. આવરણ કરવાથી અંધારું, ભેજ, વરાપ, છિદ્રો અને છાંયડો નિર્માણ થાય છે.

૮. કેશાકર્ષણ શક્તિ: પ્રાકૃતિક કૃષિમાં કેશાકર્ષણશક્તિ દ્રારા જમીનમાં ઊંડેથી પોષક તત્વોને મેળવી લે છે, જેથી જમીનમાં જીવાણુઓની સક્રિયતા વધી જાયછે. જમીનમાં ૫ ઇંચ ઊંડાઈથી માટીમાં પૂરતા પ્રમાણમાં જીવાણુઓ હોય છે, રસાયણિક ખેતીમાં રસાયણિક ખાતરોથી કેશાકર્ષણની ક્રિયા થઇ શકે નહી કેમકે માટીના બે કણોની વચ્ચે 50 ટકા ભેજ અને 50 ટકા હવાની અવર-જવર થવી જોઈએ. રસાયણિક ખાતરોથી જમીન ઉપર ક્ષાર એકઠા થઇ જાય છે. જેમકે યુરિયામાં 46 ટકા નાઈટ્રોજન અને ૫૪ ટકા ક્ષાર હોય છે, જે માટીના બે કણ વચ્ચે જમા થઇ જાય છે. માટીની ઉંડાઈમાં પોષકતત્વોનો ભંડાર હોવા છતાં છોડ તેને લઇ શકતા નથી કારણકે ત્યાં કેશાકર્ષણ શક્તિ કામ કરી શકતી નથી. પ્રાકૃતિક કૃષિમાં અળસીયાની સક્રિયતા વધી જવાથી માટીના બે કણો વચ્ચે 50 ટકા ભેજ અને 50 ટકા હવાની અવર-જવર થાય છે જેનાથી પ્રાકૃતિક કૃષિમાં છોડ શક્તિનો ઉપયોગ કરી પોતાનો વિકાસ કરી લે છે અને સારું ઉત્પાદન દેવામાં સક્ષમ થઇ જાય છે.

૯. દેશી અળસીયાની સક્રિયતા: આપણા દેશી અળસીયા ધરતી માતાના હૃદય જેવા છે. કારણકે જેમ આપનું હૃદય ધડકે છે એવી જ રીતે અળસીયા પણ જમીનની અંદર ઉપર-નીચે અવર-જવર કરતા હોવાથી જમીનમાં સ્પંદન થાય છે. જેમકે દેશી અળસીયા જમીનની ખેડ કરી રહ્યા હોય, આ જમીનને પોલી કરી પોતાના મળથી જમીનમાં સ્તરને પોષક તત્વોથી સમૃધ્ધ કરે છે પણ અળસીયાની સક્રિયતા માટે જમીનની સપાટી પર આવરણ જોઈએ. જમીન પર અંધારું હોવાથી સુક્ષ્મપર્યાવરણનો વિકાસ થશે. જો સુક્ષ્મ પર્યાવરણનો વિકાસ ન હોય તો અળસીયા પોતાનું કામ ન કરી શકે અને જમીન ઉત્પાદક ન થઇ શકે, એટલા માટે પ્રાકૃતિક કૃષિમાં આવરણ એક મુખ્ય ઘટક છે.

૧૦. ગુરુત્વાકર્ષણ બળ: પ્રાકૃતિક કૃષિમાં ગુરુત્વાકર્ષણ બળની મદદથી પોષક તત્વોને છોડ ખુબ જ સરળતાથી મેળવી લે છે. કેમકે જે પોષક તત્વ છોડ જ્યાંથી ઉપાડે છે ત્યાં તેને જવું જ પડે છે. જેમ છોડ પોતાના શરીરનાં ઘડતર માટે હવામાંથી ૭૮ ટકા પાણી લે છે, પરંતુ પોતાનું જીવન પૂરું થતાં તે ફરીથી હવાને પરત કરી દે છે. આ કાર્ય ગુરુત્વાકર્ષણ બળની મદદથી પૂર્ણ થાય છે.

૧૧. ભવંડર: પ્રાકૃતિક કૃષિમાં ભવંડરની મદદથી માપસર વરસાદ થાય છે વરસાદ દ્રારા હવામાંથી નાઈટ્રોજન મેળવી છોડ વિકસિત થાય છે ભવંડર હંમેશા જુદાં જુદાં સ્થળ પર આવે છે, જેથી જમીન પર પાણીની ઉપલબ્ધા જળવાય રહે અને જમીનમાં પાણીનું સ્તર વધી જાય છે. વરસાદનું પાણી જમીનમાં શોષાય જવાના કારણે જમીન મુલાયમ થઇ જાય છે, જેથી સુક્ષ્મજીવાણુઓ પોતાનું કાર્ય ઝડપથી કરે છે આથી છોડના પાંદડાઓની ક્રિયા વધી જાય છે, જેથી છોડ સૂર્યપ્રકાશને સારી રીતે લઈને પાક ઉત્પાદનમાં વધારો કરે છે.

૧૨. દેશી બિયારણ: પ્રાકૃતિક કૃષિમાં દેશી બિયારણની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે, કેમ કે દેશી બિયારણ ઓછા પોષક તત્વો લઇ ને વધારે ઉત્પાદન આપે છે.    

આ પણ વાંચો:જમીનમાં ભેજનું શું મહત્વ રહેલું છે તે જાણો

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More