દિવાળી પછી ભારતના સૌથી મોટા તહેવાર હોળી-ધુળેટી જેને ચાર ધર્મોના લોકોએ મોટા ભાગે ઉજવે છે. જેમાં હિન્દુઓ માટે તે હોળી-ધુળેટી છે તો શીખ ધર્મના લોકો માટે તે હોલા મોહલ્લા છે. તેના સાથે જ જૈન અને બૌદ્ધ ધર્મના લોકોએ પણ હોળીની ઉજવણી ખુબ જ ઉત્સાહ સાથે કરે છે. જેમ કે તમને ખબર જ છે કે હવે હોળીનો તહેવાર આવવાનો છે. હોળીનો તહેવાર એટલો લોકપ્રિય છે કે બાળકોની સાથે વડીલો પણ તેની રાહ જુએ છે. અને હવે ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ તેની ઉજવણી કરવામાં આવે છે.
વિવિઘ રંગોના તહેવાર હોળી
જે રીતે આપણને જીવનમાં અનેક રંગો જોવા મળે છે જેમ કે ક્યારેક હાસ્ય, ક્યારેક સુખ, ક્યારેક દુ:ખ, ક્યારેક આનંદ અને ક્યારેક નિરાશા, તેવી જ રીતે હોળીનો તહેવાર પણ વિવિધ રંગોથી ઉજવવામાં આવે છે, જેમાંના દરેક રંગનું પોતાનું આગવું મહત્વ છે. એટલે આ વખતે હોળી પર તમારા પ્રિયજનોને રંગોના મહત્વ પ્રમાણે રંગ લગાવો અને હોળીની ઉજવણી કરો.
હોળીમાં ઉપયોગમાં લેવાતો લાલ રંગનું મહત્વ
હોળીનો સૌથી સુંદર અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતો રંગ લાલ છે. લાલ રંગ હિંમત, ઉર્જા, મહત્વાકાંક્ષા, ક્રોધ, ઉત્તેજના, ઉત્સાહ અને બહાદુરીનું પ્રતીક છે, જ્યારે લાલ રંગ પ્રેમ સાથે પણ જોડાયેલો છે, પરંતુ હોળીના લાલ ગુલાલને ઉત્સાહ અને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ લાલ રંગનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. દેવીની પૂજામાં લાલ રંગનું ખૂબ મહત્વ છે. બાળકો અને યુવાનોએ હોળી પર લાલ રંગનો ગુલાલ ચઢાવવો જોઈએ.
હોળીમાં વપરાતો કેસરી રંગ
કેટલાક લોકો હોળીના તહેવાર દરમિયાન કેસરી રંગના ગુલાલનો પણ ઉપયોગ કરે છે. કેમ કે કેસરી રંગ સુખ અને સામાજિકતાનું પ્રતીક છે. તમે તમારા નજીકના મિત્રો અને કુટુંબીજનોને કેસરી રંગનો ગુલાલ લગાવીને તેમની સુખ સમૃદ્ધીની પ્રાથના કરી શકો છો.
હોળીમાં વપરાતો લીલો રંગ
લીલો રંગ એ રંગ છે જે પ્રકૃતિની હરિયાળી અને સૌંદર્યને વધારે છે. હોળીનો લીલો રંગ શીતળતા, તાજગી, શાંતિ અને સકારાત્મકતાનું પ્રતીક છે. આ રંગ તણાવમાં પણ રાહત આપે છે. હોળીના તહેવાર પર તમે તમારા વડીલોને લીલો રંગ લગાવી શકો છો. કેમ કે લીલો રંગ પણ સૌભાગ્ય અને સમૃદ્ધિનો સૂચક માનવામાં આવે છે.
હોળી પર પીળો રંગનું મહત્વ
પીળો ગુલાલ પણ હોળી પર વ્યાપકપણે ઉપયોગમાં લેવાતો રંગ છે. પીળો રંગ સુંદરતા, પૂજા અને સન્માનનું પ્રતીક છે. ચહેરા પર પીળો રંગ આકર્ષક લાગે છે, તેથી તમે તમારી બહેનો અથવા ઘરની મહિલાઓને પીળા રંગનો ગુલાલ લગાવી શકો છો.
બધાના મનગમતા ગુલાબી રંગ
ગુલાબી એ રંગ છે જે હૂંફ, આરામ અને મીઠાશની લાગણી બનાવે છે. ગુલાબી રંગનો ઉપયોગ જ્યોતિષશાસ્ત્ર મુજબ પ્રેમ અને સ્નેહનું પ્રતિનિધિત્વ માનવામાં આવે છે, જે તેને રોમેન્ટિક હાવભાવ અને સંભાળની અભિવ્યક્તિ માટે લોકપ્રિય પસંદગી બનાવે છે. કોઈને હું તને પ્રેમ કરૂં છું કહેવા માટે ગુલાબી રંગ સૌથી સારો માનવામાં આવે છે.
Share your comments