Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Inflation Before Holi: હોળીની ખુશીઓ વચ્ચે ફુગાવો, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો

હોળીના તહેવારથી પહેલા ગૃહણીયોનો બજેટ ખોરવાયું જવાનું સમાચાર સામે આવી રહ્યું છે. હોળીની ખુશીમાં પાણી ફેરવાઈ ગયું છે. હોળી-ધૂળેટીના દિવસે રાંધવામાં આવતી વાનગિઓએ હવે મોંઘા તેલમાં બનાવવામાં આવશે

Amansinh Jadeja
Amansinh Jadeja
હોળીના તહેવાર પહેલા તેલની મોંઘાઈ
હોળીના તહેવાર પહેલા તેલની મોંઘાઈ

હોળીના તહેવારથી પહેલા ગૃહણીયોનો બજેટ ખોરવાયું જવાનું સમાચાર સામે આવી રહ્યું છે. હોળીની ખુશીમાં પાણી ફેરવાઈ ગયું છે. હોળી-ધૂળેટીના દિવસે રાંધવામાં આવતી વાનગિઓએ હવે મોંઘા તેલમાં બનાવવામાં આવશે. વાત જાણો એમ છે કે હોળી-ધૂળેટીના તહેવારથી બે દિવસ પહેલા સીંગતેલ અને કપાસીયા તેલમાં 100 રૂપિયાનું વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે સીંગતેલના ડબ્બાના ભાવ વધીને 2740 રૂપિયા થી વધીને 2840 રૂપિયા થઈ ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવ 1640 રૂપિયા થી વધીને 1740 રૂપિયા થઈ ગયો છે.

રાજકોટમાં સૌથી વધુ વધારો

આખા રાજ્ય કરતા રાજકોટમાં સીંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં વધુ વધારો થયો છે. જ્યાં આખા રાજ્યમાં તેના ભાવમાં 100 રૂપિયાનું વધારો થયો છે. તો રાજકોટમાં સીંગતેલના ભાવમાં 110 રૂપિયા તેમ જ કપાસિયા તેલના ભાવમાં 140 રૂપિયાના ઘરકામ વધારો કરવામાં આવ્યું છે. મળતી વિગત મુજબ એક સપ્તાહમાં ડિમાન્ડના હોવા છતા સટોરિયાઓ દ્વારા કૃત્રિમ ભાવ વધારો કરી નાખ્યો હોવાનું અનુમાન છે.

એક જ અઠવાડિયામાં બીજી વખત ભાવમાં વધારો

જણાવી દઈએ કે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ છેલ્લા એક અઠવાડિયામાં આ બીજી વખત ભાવ વધારો થયો છે. તેથી પહેલા ચાલૂ સપ્તાહે સીંગતેલના ભાવમાં 50 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 60 રૂપિયાનું વધારો કરવામાં આવ્યું હતો. ત્યારે સીંગતેલના ભાવ વધીને 2670 થી 2740 થઈ ગયા હતા. તેમ જ કપાસિયા તેલમા ભાવ 1530થી વધીને 1590 થઈ ગયો હતો.

આ પણ વાંચો: ખાતરને લઈને ખેડૂતોનો ભાર થશે ઓછું, ફક્ત ખેડૂતો માટે IFFCO લઈને આવ્યા આ ઑફર

Related Topics

Holi Oil Infulation Rajkot Gujarat

Share your comments

Subscribe Magazine

More on News

More