Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ચાલુ સિઝનમાં ઘઉંનું બમ્પર ઉત્પાદનની સંભાવના, ફુગાવો આવશે કંટ્રોલમાં

ફુગાવોને કંટ્રોરલમાં કરવા માટે કેન્દ્ર સરકાર હવામાનન પર આશ્રિત જોવા મળી રહી છે. વાત જાણો એમ છે કે કેન્દ્ર સરકારને આશા છે કે આ વર્ષે અનુકૂળ હવામાનને કારણે ઘઉંનું બમ્પર ઉત્પાદન થશે. આનાથી સરકારને વધતી જતી મોંઘવારીને નિયંત્રણમાં કરવામાં મદદ મળશે. તેમજ વધતા ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. ત્યાં ખા

Amansinh Jadeja
Amansinh Jadeja
ઘઉંનું વધુ ઉત્પાદનની સંભાવના
ઘઉંનું વધુ ઉત્પાદનની સંભાવના

ફુગાવોને કંટ્રોરલમાં કરવા માટે કેન્દ્ર સરકાર હવામાનન પર આશ્રિત જોવા મળી રહી છે. વાત જાણો એમ છે કે કેન્દ્ર સરકારને આશા છે કે આ વર્ષે અનુકૂળ હવામાનને કારણે ઘઉંનું બમ્પર ઉત્પાદન થશે. આનાથી સરકારને વધતી જતી મોંઘવારીને નિયંત્રણમાં કરવામાં મદદ મળશે. તેમજ વધતા ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે. ત્યાં ખાસ વાત એવું છે કે આવતા મહીના એટલે કે માર્ચના મધ્યથી કેટલાક રાજ્યોમાં ઘઉંની લણણી શરૂ કરી દેવામાં આવશે. જેમાંથી ગુજરાત પણ છે. જણાવી દઈએ કે છેલ્લા સીઝનમાં એફસીઆઈ અને એજનસીઓએ લધુત્તમ ટેકાના ભાવ ઓપરેશન હેઠળ 26 મિલિયન ટન ઘઉની ખરીદી કરી હતી.

ઘઉંના પાકમાં પીળી રસ્ટ રોગના કોઈ અહેવાલ નથી

કેન્દ્ર સરકારનું માનવું છે કે આ વર્ષે ઘઉંના ઉત્પદાનમાં મોટા પાચે વૃદ્ધી જોવા મળશે. કેમ કે ફાયનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ, કરનાલ સ્થિત ભારતીય ઘઉં અને જન સંધોશન સંસ્થાના નિર્દેશક જ્ઞાનેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે હજુ સુધી પાકમા પીળી સ્ટટ રોગના કોઈ અહેવાન સાંભળવા નથી મળ્યું છે. આવી સ્થિતિમાં, ઘઉંના ઉભા પાકની બમ્પર ઉપજની અપેક્ષા છે. સિંહે કહ્યું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઘઉંની લણણી આવતા મહિનાના મધ્યથી શરૂ થશે. જ્યારે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં તે સામાન્ય રીતે માર્ચના અંતથી શરૂ થશે.

ઘઉંના બમ્પર પાકની અપેક્ષા

તે જ સમયે, ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ કહ્યું છે કે અત્યાર સુધી હવામાનમાં સમય પહેલા વધારો થયો નથી. ચોપરાએ કહ્યું કે જો આગામી 10-15 દિવસ સુધી હવામાન આવું જ રહેશે તો આપણે ઘઉંના બમ્પર પાકની અપેક્ષા રાખી શકીએ છીએ. કૃષિ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે તેઓ પાકની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત, ખેડૂતો માટે નિયમિત પાકની સલાહ આપવામાં આવી છે. કૃષિ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, આ સિઝનમાં ઘઉંની વાવણી રેકોર્ડ 34 મિલિયન હેક્ટર હતી, જે ગત સિઝનના સમાન સમયગાળા દરમિયાન 33.75 મિલિયન હેક્ટર હતી.

છેલ્લી સિઝનમાં FCI અને એજન્સીઓએ લઘુત્તમ ટેકાના ભાવ ઓપરેશન હેઠળ 26 મિલિયન ટન ઘઉંની ખરીદી કરી હતી. કેન્દ્રએ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના મુખ્ય ઘઉં ઉત્પાદક રાજ્યોને MSP ઑપરેશન હેઠળ ખેડૂતોની નોંધણી શરૂ કરવા અને ખરીદી માટે લક્ષ્ય નક્કી કરવા જણાવ્યું હતું. વધતી કિંમતોને રોકવા માટે, સરકાર જૂન મહિનાથી તેના સ્ટોકમાંથી ઘઉંનું ઓપન માર્કેટમાં વેચાણ કરી રહી છે અને ગયા સપ્તાહ સુધી રેકોર્ડ 8.89 મેટ્રિક ટન અનાજનું વેચાણ થયું હતું.

Share your comments

Subscribe Magazine

More on News

More