Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પિયૂષ ગોયલે વ્યવસાયોને તેમની રીતોમાં પર્યાવરણલક્ષી અને સતત વિકાસનો અભિગમ અપનાવવા જણાવ્યું

જી20ની થીમ - ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’- દ્વારા ભારત દુનિયાને એકબીજાની કાળજી લેવા, સંવાદ વધારવા તથા પૃથ્વી અને આપણા બાળકોના ભવિષ્ય માટે ચિંતાઓ દૂર કરવા પ્રેરિત કરવાની ઇચ્છા ધરાવીએ છીએ: પિયૂષ ગોયલ

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

જી20ની થીમ - ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’- દ્વારા ભારત દુનિયાને એકબીજાની કાળજી લેવા, સંવાદ વધારવા તથા પૃથ્વી અને આપણા બાળકોના ભવિષ્ય માટે ચિંતાઓ દૂર કરવા પ્રેરિત કરવાની ઇચ્છા ધરાવીએ છીએ: પિયૂષ ગોયલ

પિયૂષ ગોયલ
પિયૂષ ગોયલ

આપણે આંતરપેઢીય ભાગીદારીનું સન્માન કરવું જોઈએ – આપણે આ પૃથ્વી પરના તમામ સંસાધનોનો મહત્તમ વપરાશ કરવાનો અધિકાર ધરાવતા નથીઃ પિયૂષ ગોયલ

ભારતને જોડાણો અને સાથસહકાર દ્વારા વિશ્વના અર્થતંત્રનું એન્જિન બનવાની આશા છે: પિયૂષ ગોયલ

ભારતમાં ઉત્પાદન શરૂ કરવાનો નિર્ણય કરનાર વ્યવસાયોની વૃદ્ધિ અને વિસ્તરણ થશે, જે માટે નવી અને ડિઝાઇન ધરાવતા નવા ઉત્પાદનો પેદા કરવાની આપણી સ્પર્ધાત્મકતા અને ક્ષમતા જવાબદાર છેઃ પિયૂષ ગોયલ

મંત્રીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


કેન્દ્રીય વેપારવાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા, ખાદ્ય અને સરકારી વિતરણ અને કપડાં મંત્રી શ્રી પિયૂષ ગોયલે વ્યવસાયોને તેમની રીતોમાં પર્યાવરણને અનુકૂળ અને સતત વિકાસ માટેનો અભિગમ અપનાવવા જણાવ્યું હતું. તેમણે વ્યવસાયોને જી20ની સાથે બી20 મંચનો ઉપયોગ આપણે કેવી રીતે સતત અને સમાન ભવિષ્યના એજન્ડા માટે ખભેખભો મિલાવીને કામ કરીએ શકીએ એનો વિચાર કરવા પણ જણાવ્યું હતું. તેમણે આજે ગાંધીનગરમાં ઇન્સેપ્શન મીટિંગ ઓફ બિઝનેસ (બી20)ને સંબોધન કર્યું હતું, જે વૈશ્વિક વ્યવસાયિક સમુદાય સાથે જી20 સંવાદ માટે અધિકૃત મંચ છે.

ગોયલે આજે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કહ્યું હતું કે, નેતાજી આપણા સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી સ્વતંત્રતાસેનાનીઓ પૈકીના એક હતા. તેમણે ઉમેર્યું હતું કે, નેતાજીએ એવા દેશની કલ્પના કરી હતી, જેમાં દેશનો દરેક નાગરિક રાષ્ટ્રની સમૃદ્ધિમાં હિસ્સો ધરાવતો હોય.

ગોયલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘વસુધૈવ કુટુમ્બકમ’, શાંતિ અને સંવાદ, વ્યવસ્થિત અને સર્વસમાવેશક વૃદ્ધિના વિઝન તથા માનવીય અભિગમની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત એક જવાબદાર વૈશ્વિક રાષ્ટ્ર બનવા ઇચ્છે છે, પછી એ આબોહવામાં પરિવર્તનના ક્ષેત્રમાં હોય કે ડિજિટલ સરકારી માળખાગત સુવિધાઓ ઊભી કરવાના ક્ષેત્રમાં હોય. શ્રી ગોયલે જણાવ્યું હતું કે, ભારતમાં જી20ની થીમ – એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય – દ્વારા અમે દુનિયાને એકબીજાની કાળજી લેવાની, વધુને વધુ સંવાદ કરવાની તથા આપણા બાળકોના ભવિષ્ય અને પૃથ્વી માટે વિશેષ ચિંતા કરવા પ્રેરિત કરવા ઇચ્છીએ છીએ.

મહાત્મા ગાંધીને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, આપણને આ દુનિયા ટ્રસ્ટીઓ તરીકે વારસામાં મળી હતી અને આગામી પેઢી માટે સારી દુનિયા પાછળ છોડીને જવી આપણી ફરજ છે. આપણે આંતરપેઢીય ભાગીદારીનું સન્માન કરવું જોઈએ – આપણે આ પૃથ્વીના તમામ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવાનો અધિકાર ધરાવતા નથી.

ગાયલે દર્શાવ્યું હતું કે, ભારત સતત વિકાસ માટે હંમેશા મોખરે રહ્યો છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, પર્યાવરણલક્ષી લક્ષ્યાંકો સ્વીકારવામાં અને તેનો અમલ કરવામાં દુનિયામાં ટોચના 5 દેશોમાં ભારત સ્થાન ધાવે છે. ભારત નિયમિતપણે યુએનએફસીસીસી રિપોર્ટ રજૂ કરે છે અને વર્ષ 2030 માટેના એના લક્ષ્યાંકોથી વધારે સફળતા હાંસલ કરી છે, વર્ષ 2021માં એની સ્થાપિત પુનઃપ્રાપ્ય ઊર્જા 40 ટકા હિસ્સો ધરાવે છે. ભારત સતત વિકાસના દરેક લક્ષ્યાંકને અતિ ગંભીરતાપૂર્વક લે છે.

ભારતની વૃદ્ધિની રોમાંચક સફર પર બોલતાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે, કેટલીક આફતો આવી હોવા છતાં છેલ્લાં ત્રણ દાયકામાં ભારતે લગભગ 12 ગણી વૃદ્ધિ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સમાજના દરેક વર્ગ સુધી અને દેશના અંતરિયાળ વિસ્તારોમાં સર્વસમાવેશક વૃદ્ધિના લાભ પહોંચાડવા સરકારે પરિવર્તનકારક પગલાં લીધા છે.

ગોયલે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી સતત 4 ‘I’ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધા), ઇન્ટિગ્રિટી (પ્રામાણિકતા), ઇન્ક્લૂઝિવ ડેવલપમેન્ટ (સર્વસમાવેશક વિકાસ) અને ઇન્ટરનેશનલ આઉટલૂક (આંતરરાષ્ટ્રીય સંભાવનાઓ)માં રોકાણ કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી ભારતીય અર્થતંત્રોને ઉડાન ભરવા પાંખો મળે. તેમણે સરકારની કેટલીક પરિવર્તનકારક પહેલો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયા અભિયાને સુનિશ્ચિત કર્યું હતું કે, અત્યારે આપણે ટેલીકોમમાં જે જોડાણનું સ્તર ધરાવીએ છીએ અને આગામી 2 વર્ષ માટે જે યોજના બની છે, એ આપણને ટેકનોલોજીની દ્રષ્ટિએ ટોચના 5 કે 6 અર્થતંત્રોમાં સ્થાન અપાવશે. એનાથી આપણને સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિ સ્માર્ટ રીતે હાંસલ કરવામાં મદદ મળશે.

પિયૂષ ગોયલ
પિયૂષ ગોયલ

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે ભોજન, આશ્રય, વસ્ત્ર, શિક્ષણ, હેલ્થકેર વગેરે જેવી મૂળભૂત જીવન જરૂરિયાતો લોકોને સફળતાપૂર્વક પૂરી પાડી હતી, તેમને જીવનમાં વધારે સારી રીતે કામગીરી કરવાની આકાંક્ષા ધરાવવા સક્ષમ બનાવ્યાં છે અને પ્રેરિત કર્યા છે. તેમણે નોંધ્યું હતું કે, મહામારીની પરાકાષ્ઠા દરમિયાન પણ ભૂખમરાને કારણે દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું નહોતું, જે માટે સરકારની કેટલીક પહેલો આભારી છે, જેમાં સમગ્ર દેશમાં લગભગ 800 મિલિયન લોકોને પર્યાપ્ત અનાજથી વધારે પ્રદાન કરવાનું અભિયાન સામેલ છે. તેમણે ભાર મૂક્યો હતો કે, ભારત વિશ્વનો સૌથી મોટો અને સફળ નિઃશુલ્ક હેલ્થકેર કાર્યક્રમ ધરાવે છે, જે 500 મિલિયન લોકોને વીમાકવચ પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, પિરામિડના તળિયે રહેલા કે ગરીબી રેખા નીચે જીવન જીવતા 35 મિલિયન પરિવારોને તમામ મૂળભૂત સુવિધાઓ ધરાવતા મકાનો પ્રદાન કરવામાં આવે છે, જેઓ હજુ પણ મકાન જેવી મૂળભૂત સુવિધાથી વંચિત છે અને તેને મેળવવાના સૌથી વધુ હકદાર છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે ખેડૂતોની આવકમાં પણ સફળતાપૂર્વક વધારો કર્યો છે.

ગોયલે નોંધ્યું હતું કે, જ્યારે દુનિયા ચિંતિત હતી કે, ભારત કેવી રીતે મહામારીનો સામનો કરશે, ત્યારે ભારતે દુનિયાને ડરને આશામાં બદલી નાંખ્યો હતો અને વૈશ્વિક અર્થતંત્રમાં ચમકતા સિતારા તરીકે બહાર આવ્યો હતો. દુનિયામાં અત્યારે ભારત જેટલી તક આપે છે એટલું વિશાળ બજાર અન્ય કોઈ દેશમાં નથી. તેમણે ઉમેર્યું હતું કે, ભારતને સ્પર્ધાત્મકતા વચ્ચે જોડાણો અને સાથસહકાર દ્વારા વૈશ્વિક અર્થતંત્રનું એન્જિન બનવાની આશા છે તથા તેમણે ભારતીય અને વિદેશી એમ બંને કંપનીઓને દુનિયા માટે ભારતનો આધાર તરીકે ઉપયોગ કરવા જણાવ્યું હતું.

ગોયલે કહ્યું હતું કે, ભારતમાં વ્યવસાય અર્થે આવેલા તમામ પ્રકારના વ્યવસાયોને હંમેશા સફળતા મળી છે, જે માટે આપણી સ્પર્ધાત્મકતા સૌથી વધુ મહત્વપૂર્ણ જવાબદાર પરિબળ છે. તેમણે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, ભારત કાયદાનું શાસન પૂરું પાડે છે, તેનું નેતૃત્વ પ્રેરક અને નિર્ણાયક ક્ષમતા ધરાવે છે, સરકારની નીતિઓ પારદર્શક છે, કોઈ અસ્પષ્ટ મોડલ નથી અને કોઈ છૂપી સબસિડીઓ નથી. તેમણે એક બ્રિટિશ કંપનીનું ઉદાહરણ ટાંક્યું હતું, જે બ્રિટનમાં ઉત્પાદન કરે છે અને દુનિયાના થોડાં દેશોમાં પુરવઠો પૂરો પાડે છે તથા મધ્યમસરનું ટર્નઓવર હાંસલ કરે છે. થોડાં વર્ષો અગાઉ આ કંપનીએ ભારતમાં ઉત્પાદન કેન્દ્ર સ્થાપિત કર્યું હતું અને ભારતીય ઉત્પાદનની સ્પર્ધાત્મકતા તથા ડિઝાઇન અને ઇનોવેશન દ્વારા નવા ઉત્પાદનો પ્રસ્તુત કરવાની આપણી ક્ષમતાને કારણે અત્યારે કંપની દુનિયાના 110થી વધારે દેશોમાં ઉત્પાદનો પૂરાં પાડે છે, એ પણ વાજબી અને સ્પર્ધાત્મક કિંમતો પર. તેમણે ટેકનોલોજી ક્ષેત્રની અન્ય એક કંપની વિશે પણ વાત કરી હતી, જે ભારતમાં 5થી 7 ઉત્પાદન ધરાવે છે અને તેના ઉત્પાદનનો હિસ્સો વધારીને 25 ટકા ભારતમાં કરવાની યોજના ધરાવે છે.

તેમણે આશા વ્યક્ત કરી હતી કે, ઓગસ્ટ સુધીમાં આપણે બી20 માટે મજબૂત માળખાગત કાર્ય ધરાવીશું તથા આપણે જવાબદારી, સારસંભાળ અને ચિંતાનો સંદેશ, એકતા અને અખંડિતતાનો સંદેશ સફળતાપૂર્વક આપ્યો હતો. આ એક એવો સંદેશ છે, જે આપણે તમામ ભારતથી લઈને દુનિયામાં આપણા બાળકો માટે ઉજ્જવળ ભવિષ્ય માટે ખભેખભો મિલાવીને કામ કરીશું એ જણાવે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે 1 ડિસેમ્બર, 2022થી જી20 સંગઠનની અધ્યક્ષતા ગ્રહણ કરી હતી. જી20 એક ટોચનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જેનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવાનો છે. વર્ષ 2010માં સ્થાપિત બી20 એ જી20ની અંદર સૌથી પ્રસિદ્ધ જોડાણ ગ્રૂપ છે, જેમાં ભાગીદારો તરીકે કંપનીઓ અને વ્યવસાયિક સંસ્થાઓ છે. બી20 વૈશ્વિક આર્થિક અને વેપારી વહીવટના મુદ્દાઓ પર વિશ્વના વ્યવસાયિક આગેવાનોને તેમના અભિપ્રાયો વ્યક્ત કરવા એક મંચ પર લાવે છે તથા તેઓ જી20ના સંપૂર્ણ વ્યવસાયિક સમુદાય માટે એક અવાજમાં વાત કરે છે.

બી20 એ જી20ને સર્વસંમતિને આધારે નીતિગત ભલામણો કરવા 7 ટાસ્ક ફોર્સ અને 2 એક્શન કાઉન્સિલ મારફતે કામ કરશે.

આ પ્રસંગે રેલવે, સંચાર અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, જી20 ઇન્ડિયાના શેરપા શ્રી અમિતાભ કાંત અને ટાટા સન્સના ચેરમેન શ્રી એન ચંદ્રશેખરન, જેઓ બી20 ઇન્ડિયાના અધ્યક્ષ પણ છે, વેપારવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કાર્યરત ડીપીઆઇઆઇટીના સચિવ શ્રી અનુરાગ જૈન તથા અન્ય મહાનુભાવો સામેલ થયા હતા. બી20 ઇન્ડિયા ઇન્સેપ્શન મીટિંગમાં દેશમાંથી 400થી વધારે પ્રતિનિધિઓ ઉપરાંત જી20 સંગઠનના સભ્ય દેશો અને આમંત્રિત દેશોમાંથી સીઇઓ અને બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ સહિત 200થી વધારે વિદેશી પ્રતિનિધિઓ પણ સામેલ થયા હતા.

બી20 મંત્રણામાં આબોહવામાં પરિવર્તન, ઇનોવેશન, ડિજિટલ ક્ષેત્રમાં વૈશ્વિક સાથસહકાર, મજબૂત વૈશ્વિક મૂલ્ય સાંકળો, નાણાકીય સર્વસમાવેશકતાને વેગ આપવો, સમાજોનું સશક્તિકરણ વગેરે જેવા વિસ્તૃત મુદ્દાઓ પર ચર્ચાવિચારણા જોવા મળશે. બી20 ઇન્સેપ્શન મીટિંગ 24 જાન્યુઆરી, 2023ના રોજ પૂર્ણ થશે.

આ પણ વાંચો:પંજાબ સરકારે નવી કૃષિ નીતિ બનાવી, 31 માર્ચ, 2023 સુધી લાગુ કરવામાં આવશે

Share your comments

Subscribe Magazine

More on News

More