Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Pesticide Ban: કેન્દ્ર સરકારે આરોગ્યને નુકસાન પહોંચાડતા રાસાયણિક ખાતરો પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે. જેના હેઠળ રાજ્યના ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને રાજ્યના કેટલાક ખેડૂતોએ ગુજરાત સરકારની આ વાત માની પણ રહ્યા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફર્ટિલાઇઝર પર મુકાયો પ્રતિબંધ
ફર્ટિલાઇઝર પર મુકાયો પ્રતિબંધ

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે. જેના હેઠળ રાજ્યના ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને રાજ્યના કેટલાક ખેડૂતોએ ગુજરાત સરકારની આ વાત માની પણ રહ્યા છે. પરંતુ કેટલાક એવા પણ ખેડૂતો છે જે હજુ સુધી પણ ખેતી માટે રાસાયણિક ખાતર વાપરી રહ્યા છે. જેના માટે આજનું સમાચાર ઘણું મહત્વનું છે. કેમ કે કેંદ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યા છે કે રાસાયણિક ખાતરથી પાકની સારી ઉપર તો મળે છે પર તેનાથી નુકસાન મોટા પ્રમાણમાં થાય છે. જેથી કેંદ્ર સરકાર દ્વારા રાસાયણિક ખાતર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યું છે.

છોડની સારી વૃદ્ધી માટે થાય છે ઉપયોગ

રાસાયણિક ખાતર ગ્લુકોસિનેટ ટેક્નિકલનો ઉપયોગ ખેડૂતોએ છોડની સારી વૃદ્ધી અને પાકની સારી ઉપજ માટે કરે છે. પરંતુ હવે ભારત સરકાર તેના ઉપર પ્રતિબંધ મુકી દીધું છે.વાત જાણો એમ છે કે સરકારને હાલમાં જ એક રિપોર્ટથી જાણવા મળ્યું હતું કે ગ્લુખફોસિનેટ ટેક્નિકલ સ્વાસ્થ્ય માટે સારો નથી તેથી કેંદ્ર સરકારે તેના આયાત પર પ્રતિંબધ મુકી દીધુ છે. સાથે જ તેના ઉપયોગથી મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતી સામે આવી છે. એવો અંદાજ છે કે સરકારે ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો છે.

ક્યારથી દેશભરમાં લાગુ થશે.

જણાવી દઈએ કે ગ્લુફોસિનેટ ટેકનિકલ કેમિકલ પર પ્રતિબંધનો આદેશ દેશભરમાં લાગૂ થઈ ગયો છે. સરકારે 25 જાન્યુઆરી, 2024થી દેશભરમાં તેના પ્રતિબંધને અમલમાં મુકી દીધું છે. બીજી બાજુ ગ્લુફોસિનેટ ટેકનિકલ કેમિકલ પર પ્રતિબંધ અંગે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડનું કહેવું છે કે ગ્લુફોસિનેટ ટેક્નિકલની આયાત પરનો પ્રતિબંધ ફ્રીમાંથી પ્રતિબંધિત કેટેગરીમાં બદલાઈ ગયો છે.

કેમ લગાવવામાં આવ્યું પ્રતિબંધ  

ફોરેન ટ્રેડનું કહેવું છે કે જો ખર્ચ, વીમો અને નૂર કિંમત રૂ. 1,289 પ્રતિ કિલોથી વધી જાય તો ગ્લુફોસિનેટ ટેકનિકલની આયાત પહેલાની જેમ જ રહેશે. પરંતુ તેની કિંમત ઘણી ઓછી હોવાના કારણે દેશમાં તેની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ખેડૂતો તેથી મેળવતા હતા મોટી આવક

ખેડૂતો ખેતરોમાંથી હાનિકારક નીંદણ દૂર કરવા માટે ગ્લુફોસિનેટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. આ સિવાય કેટલાક ખેડૂતો તેનો ઉપયોગ છોડની સારી વૃદ્ધિ માટે પણ કરે છે. જેથી તે પાકમાંથી મહત્તમ ઉપજ મેળવીને તેમાંથી મોટી કમાણી કરી શકે.

Share your comments

Subscribe Magazine

More on News

More