Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર, કેટલાક નિયંત્રણો કરાયા કડક તો કેટલાકમાં છૂટ

ગુજરાતમાં કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જે મુજબ રાજ્યમાં લગ્ન સમારોહમાં લોકોની હાજરીની સંખ્યા વધારવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત 8 મહાનગરો સહિત શહેરોમાં પણ રાત્રિ કર્ફયૂની તારીખ વધારી દેવામાં આવી છે.

Himanee Chauhan
Himanee Chauhan
Cm Bhupendra Patel
Cm Bhupendra Patel

કોર કમિટીની બેઠકમાં લેવાયો કયો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં ગુજરાતમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. અને રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ નાઈટ કર્ફ્યુ આઠ મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ 150 વ્યક્તિઓની મર્યાદામાં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ 300ની સંખ્યામાં યોજી શકાશે. ગુજરાતમાં કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જે મુજબ રાજ્યમાં લગ્ન સમારોહમાં લોકોની હાજરીની સંખ્યા વધારવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત 8 મહાનગરો સહિત શહેરોમાં પણ રાત્રિ કર્ફયૂની તારીખ વધારી દેવામાં આવી છે.

11 ફેબ્રુઆરી સુધી નવા નિયમનો કરવો પડશે અમલ

ઉલ્લેખનીય છે કે 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરમાં રાત્રિ કર્ફયૂનો અમલ કરવાનો રહેશે. આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી દર ધરાવતાં 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ દરરોજ રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂનો અમલ કરવાનો રહેશે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની ગાઈડલાઈન અન્ય બાબતો આગામી 11  ફેબ્રૂઆરીના સવારે 6.00 સુધી અમલમાં રહેશે.

રાત્રિ કર્ફયૂ દરમિયાન બહાર નીકળશો તો આ બાબતોનું રાખજો ધ્યાન 

  • બસ, રેલ્વે કે વિમાનના પ્રવાસીઓને અવરજવરની છૂટ આપવામાં આવી છે. પ્રવાસીઓએ પોતાની ટિકિટ દર્શાવવાની રહેશે.
  • બીમાર વ્યક્તિ, સગર્ભા મહિલા કે અશક્ત વ્યક્તિને અટેન્ડન્ટ સાથે અવરજવર કરવાની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ, અધિકારીઓને રાત્રિ કર્ફયૂ દરમિયાન છૂટ આપવામાં આવી છે.
  • અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનાર લોકોએ ઓળખપત્ર, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કે સારવારને લગતા કાગળો રજૂ કરવાના રહેશે.

આ પણ વાંચો : બજેટમાં કરી મહત્વની જાહેરાત, ત્રણ વર્ષમાં નવી 400 વંદેભારત ટ્રેન ચાલશે

આ પણ વાંચો : ડેરી ફાર્મિંગ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપશે 25 ટકા સબસિડી

Share your comments

Subscribe Magazine

More on News

More