Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાત અને રાજસ્થાનથી છત્તીસગઢ પહોંચ્યો લમ્પી વાયરસ, બિલાસપુરમાં પણ એલર્ટ

લમ્પી વાયરસ સમગ્ર ભારતમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં તે પશુધન માટે જીવલેણ સાબિત થયો છે. લમ્પી વાયરસ ત્વચા રોગનો પ્રથમ કેસ જુલાઈના પ્રથમ સપ્તાહમાં નોંધાયો હતો. ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા પંજાબ સહિત અનેક રાજ્યોમાં તે વ્યાપેલો છે

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
lumpy virus in cow
lumpy virus in cow

બિલાસપુર. ગુજરાત અને રાજસ્થાનમાં પશુઓ પર હુમલો કરીને રોગ ફેલાવ્યા બાદ લમ્પી વાયરસ છત્તીસગઢ સુધી પહોંચી ગયો છે. રાજ્ય સરકારે આ માટે એલર્ટ જાહેર કર્યું છે. પશુઓમાં સંક્રમણ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કલેક્ટર સૌરભ કુમારે આગામી આદેશ સુધી જિલ્લાના મુખ્ય પશુ બજાર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે છત્તીસગઢમાં લમ્પી વાયરસ ત્વચાનો રોગ ખતરો બની ગયો છે. મોટા પાયે ચેપી રોગના હુમલા પશુઓમાં થઈ શકે છે. કલેક્ટર સૌરભ કુમારે આગામી આદેશ સુધી રતનપુર, તખાતપુર સહિત જિલ્લાના તમામ પશુ બજારો પર પ્રતિબંધ મૂક્યો છે. લમ્પી સ્કીન ડીસીઝ, જે પશુઓને થતો ચેપી રોગ છે, ફેલાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને કલેકટરે આજે આ અંગેના આદેશો જારી કર્યા છે. જારી કરાયેલા આદેશમાં કલેકટરે જણાવ્યું છે કે રાજસ્થાન અને ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસ ત્વચાનો રોગ ફેલાયો છે. જ્યાંથી વેપારીઓ મારફત લાવવામાં આવેલા બીમાર પશુઓના સંપર્કમાં આવે તો જિલ્લાના અન્ય પશુઓ પણ રોગી બની શકે છે. આ સાથે રોગચાળાના નિવારણ માટે જિલ્લામાં પશુઓની હેરફેર, પશુમેળો, પ્રદર્શન, ખરીદ-વેચાણ અને અન્ય રાજ્યોમાંથી પશુઓને ચરવા લાવવા પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

લક્ષણ   

  • આ એક વાયરલ રોગ છે જે પશુઓમાં ફેલાય છે. આ રોગમાં ગાયના આખા શરીર પર ગઠ્ઠો થઈ જાય છે. જે પાછળથી ફાટી જાય છે અને ઘા માં ફેરવાય જાય છે.
  • ખૂબ તાવ, નાક અને મોંમાંથી પાણી આવવું, ભૂખ ન લાગવી અને દૂધમાં ઘટાડો થઈ જાય છે.
  • પશુઓમાં આ રોગનો ફેલાવો 15-20 ટકા સુધી છે. દેશી ગાયોમાં મૃત્યુ દર બે ટકા છે. નબળી અને નિરાધાર ગાયોમાં મૃત્યુદર પાંચ ટકા છે.

આનાથી ફેલાય છે બીમારી

  • ફેલાવો મુખ્યત્વે માખી અને મચ્છર દ્વારા થાય છે.
  • તે પશુઓની લાળ, દૂષિત ખોરાક અને પાણી દ્વારા પણ ફેલાય છે.

આ સાવધાની રાખો

  • પશુપાલકોએ તેમની બીમાર ગાયોને ચરવા માટે બહાર ન મોકલવી જોઈએ.
  • બીમાર પશુઓને તંદુરસ્ત પશુઓથી અલગ રાખો.
  • સારવાર માટે નજીકની વેટરનરી હોસ્પિટલનો સંપર્ક કરો.
  • ગોથાણને સ્વચ્છ રાખો અને દિવસમાં ઓછામાં ઓછા બે વખત ગોથાણને સાફ કરો.
  • ગોથાણમાં નિયમિતપણે ફ્લાય અને મચ્છર વિરોધી દવાનો છંટકાવ કરો અને લીમડાના પાનનો ધુમાડો કરો.
  • જો પ્રાણીઓમાં સામાન્ય લક્ષણો જોવા મળે, તો પીડા અને તાવ વિરોધી દવા આપવી જોઈએ.
  • દિવસમાં બે વાર ફટકડી અથવા લાલ દવાથી પ્રાણીઓને નવડાવવું.
  • બીમાર પશુઓને પીવા માટે પૌષ્ટિક ખોરાક અને શુધ્ધ પાણી આપો.

બીમારીની સ્થિતિમાં આ ન કરો

  • બીમાર પશુઓને બહાર ચરવા ન જવા દો.
  • જ્યારે બીમાર પશુના સંપર્કમાં આવો ત્યારે, તંદુરસ્ત પશુના સંપર્કમાં ન આવો અને સાબુથી તમારા હાથ ધોવો.
  • બિમારીના કારણે મૃત પશુઓને ખુલ્લામાં ફેંકશો નહીં.
  • જો પશુમાં આ રોગ થાય તો નજીકની પશુ દવાખાનામાં સારવાર લેવી.

આ પણ વાંચો:પશુપાલકોને ચેતવણી! લમ્પી સ્કિન ડિસીઝ રોગ ગુજરાતના 20 જિલ્લાઓમાં ફેલાયો, 1400થી વધુ પશુના મોત

Share your comments

Subscribe Magazine

More on News

More