Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પશુપાલકોને ચેતવણી! લમ્પી સ્કિન ડિસીઝ રોગ ગુજરાતના 20 જિલ્લાઓમાં ફેલાયો, 1400થી વધુ પશુના મોત

જીવલેણ લમ્પી સ્કિન ડિસીઝ (LSD)ના પરિણામે ગુજરાતમાં ઓછામાં ઓછી 1,431 ગાયના મૃત્યુ થયા છે , આ રોગ હવે રાજ્યના 20 જિલ્લામાં ફેલાઈ ચૂક્યો છે. સરકારે અગાઉથી જ 8.17 લાખ પશુઓને રસી આપી દીધી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ગાયની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકી રોગના ફેલાવાને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Lumpy skin disease
Lumpy skin disease

20 જિલ્લાના 1935 થી વધુ ગામોમાં 54,161 જેટલા પશુઓને LSDની અસર થઈ છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, વલસાડ અને મહેસાણા અસરગ્રસ્ત જિલ્લા છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં કચ્છની ઓળખ કરવામાં આવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને કચ્છમાં આ માટે સત્વરે પગલાં ભરાશે. તેમણે અગાઉ જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને રાજકોટ – અન્ય અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

સરકારે 26 જુલાઈએ 14 અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુઓના પરિવહન અને પશુ મેળાઓના આયોજન પર પ્રતિબંધ લાદવા માટે સત્તાવાર સૂચના બહાર પાડી હતી .

કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નરેશ કેલાવાલાના નિર્દેશન હેઠળ રાજ્ય-સ્તરીય કાર્ય ટીમની સ્થાપના કરવામાં આવી છે, જે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે જરૂરી દિશા અને સલાહ આપશે છે.

ટાસ્ક ફોર્સમાં પાંચ સભ્યો હશે અને તે રસીકરણ અને એલએસડીની સારવાર અંગે માર્ગદર્શિકા આપશે.

મંત્રી પટેલના જણાવ્યું હતું કે સરકારને છેલ્લા આઠ દિવસમાં ફ્રી હેલ્પલાઇન નંબર 1962 પર 21,026 કોલ્સ આવ્યા છે જેમાં રોગ વિશે માહિતી માંગવામાં આવી છે.

પટેલે જણાવ્યું કે સરકાર પાસે 7 લાખથી વધુ ડોઝ સ્ટોરમાં છે. 222 વેટરનરી અધિકારીઓ અને 713 વેટરનરી સુપરવાઈઝર ઉપરાંત, તેમણે કહ્યું કે આ રોગના ફેલાવાને નિયંત્રિત કરવા માટે 332 પશુ ચિકિત્સકોને કરારબદ્ધ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:DoT ગુજરાત LSA દ્વારા ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓ સાથે કોન્ફરન્સ

Share your comments

Subscribe Magazine

More on News

More