Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખાતર માટે મળતી સબસિડીમાં વધારો, જાણો હવે કેટલામાં મળશે ક્રોપ પ્રોટેક્શન

કેન્દ્ર સરકારે શુક્રવારે ફોસ્ફેટિક અને પોટાશ ખાતરો માટે 24,420 કરોડની સબસિડીને મંજરી આપી છે.વડા પ્રધાન નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે આ યોજનાને મંજૂરી આપી છે. મળી રહેલા વિગતો મુજબ અપ્રેલથી સપ્ટેમ્બર સુધી ચાલનારી 2024-25 ની ખરીફ સિઝન દરમિયાન ખેડૂતોને ખાતરની ખરીદી પર સબસિડીનો લાભ મળશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ખાતરની સબસિડીમાં વધારો (પ્રતિકાત્મક તસ્વીર)
ખાતરની સબસિડીમાં વધારો (પ્રતિકાત્મક તસ્વીર)

કેન્દ્ર સરકારે શુક્રવારે ફોસ્ફેટિક અને પોટાશ ખાતરો માટે 24,420 કરોડની સબસિડીને મંજરી આપી છે.વડા પ્રધાન નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે આ યોજનાને મંજૂરી આપી છે. મળી રહેલા વિગતો મુજબ અપ્રેલથી સપ્ટેમ્બર સુધી ચાલનારી 2024-25 ની ખરીફ સિઝન દરમિયાન ખેડૂતોને ખાતરની ખરીદી પર સબસિડીનો લાભ મળશે. ખાસ એ છે કે ખેડૂતોને મદદ કરવા અને તેલીબિયાં અને કઠોળની ઉત્પાદકતા વધારવા માટે ત્રણ નવા ગ્રેડ પણ ઉમેરવામાં આવ્યા છે.

ખાતરની કિંમતના કારણે લેવાયેલ આ નિર્ણય

કેબિનેટની બેઠક પછી મીડિયાને સંબોધતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં ખાતરની કિંમતો વધી રહી હોવા છતાં અમે ગત સિઝનની જેમ જ ભાવ રાખવાનો નિર્ણય કર્યો છે. મંત્રીએ કહ્યું કે 2024ની ખરીફ સીઝન માટે નાઈટ્રોજન પર 47.02 રૂપિયા પ્રતિ કિલો, ફોસ્ફેટિક પર 28.72 રૂપિયા પ્રતિ કિલો, પોટાશ પર 2.38 રૂપિયા પ્રતિ કિલો અને સલ્ફર પર સબસિડી રૂ. 1.89 પ્રતિ કિલો નક્કી કરવામાં આવી છે.

ખરીફ સિઝન માટે પણ સબસિડીમાં વધારો

તેમણે કહ્યું કે ફોસ્ફેટિક ખાતરો પર સબસિડી 2023ની રવિ સિઝન માટે 20.82 રૂપિયા પ્રતિ કિલોથી વધારીને 2024ની ખરીફ સિઝન માટે 28.72 રૂપિયા પ્રતિ કિલો કરી દેવામાં આવી છે. જોકે, 2024ની ખરીફ સિઝન માટે નાઈટ્રોજન, પોટાશ અને સલ્ફર પર સબસિડીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે ડી-એમોનિયમ ફોસ્ફેટ પર સબસિડી 4,500 રૂપિયા પ્રતિ ટન ચાલુ રહેશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ડીએપી આધારિત ખાતરની બેગ હવે 1350 રૂપિયામાં મળશે, જ્યારે મ્યુરિએટ ઓફ ફોસ્ફેટ ખાતરની કિંમત 1670 રૂપિયા પ્રતિ થેલી હશે. એ જ રીતે, નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમનો દર 1,470 રૂપિયા પ્રતિ બેગમાં ઉપલબ્ધ થશે. 2023-24ની ખરીફ સિઝન માટે રૂ. 38,000 કરોડની સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2024-25 માટેના કેન્દ્રીય બજેટમાં ખાતર સબસિડી માટે રૂ. 1.64 ટ્રિલિયનની ફાળવણી કરવામાં આવી હતી, જે નાણાકીય વર્ષ 24 માટે ફાળવવામાં આવેલા રૂ. 1.88 ટ્રિલિયનના સુધારેલા અંદાજ કરતાં ઓછી છે.

યુરિયામાં ભારત આત્મનિર્ભરતા તરફ અગ્રસર

હાલમાં, ભારત યુરિયામાં આત્મનિર્ભરતા હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ તે હજુ પણ તેની રોક ફોસ્ફેટની માંગને પહોંચી વળવા આયાત પર નિર્ભર છે. ડીએપી અને એનપીકે ખાતરો માટે રોક ફોસ્ફેટ મુખ્ય કાચો માલ છે. ભારત મ્યુરિએટ ઓફ પોટાશ માટે આયાત આધારિત છે અને વાર્ષિક અંદાજે 5 મિલિયન ટન ફોસ્ફેટ રોક, 2.5 મિલિયન ટન ફોસ્ફોરિક એસિડ અને 3 મિલિયન ટન ડીએપીની આયાત કરે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More