Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આઈસીએઆરના નવા ભવનનું ઉદ્ઘાટન,કૃષિ મંત્રીએ ખેડૂતોને જણાવ્યું વિકસિત ભારતનું નિર્માતા

ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR), નવી દિલ્હીના રાષ્ટ્રીય સંકલિત જંતુ વ્યવસ્થાપન સંશોધન કેન્દ્રના નવનિર્મિત સંશોધન અને વહીવટી ભવનનું ઉદ્ઘાટન આજે કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા દ્વારા કરવામાં આવ્યું હતું.

Amansinh Jadeja
Amansinh Jadeja
નવનિર્મિત સંશોધન અને વહીવટી ભવનનું ઉદ્ઘાટન કરતા કૃષિ મંત્રી
નવનિર્મિત સંશોધન અને વહીવટી ભવનનું ઉદ્ઘાટન કરતા કૃષિ મંત્રી

ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR), નવી દિલ્હીના રાષ્ટ્રીય સંકલિત જંતુ વ્યવસ્થાપન સંશોધન કેન્દ્રના નવનિર્મિત સંશોધન અને વહીવટી ભવનનું ઉદ્ઘાટન આજે કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંડાએ જણાવ્યું હતું કે આઈસીએઆર પાકને અસર કરતી જીવાતો અને રોગોના વ્યવસ્થાપન માટે સંકલિત જંતુ વ્યવસ્થાપન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

આજે આ ઇમારત જનતાને સમર્પિત કરીને હું આશા રાખું છું કે દેશને તેનો લાભ મળશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સંકલિત જંતુ વ્યવસ્થાપન દ્વારા એવો પાક આવશે કે જેમાં રોગ થવાની સંભાવના નહીં રહે અને રસાયણો અને જંતુનાશકોની જરૂરિયાત પણ ન્યૂનતમ રહેશે, કારણ કે જમીનની ગુણવત્તા જાળવવી ખૂબ જ જરૂરી છે અને આ આપણા જીવનનો આધાર છે.

જગતના તાત કરશે નવા ભારતનું નિર્માણ

કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ ભારતના નિર્માણ માટે કૃષિને મહત્વપૂર્ણ જણાવતા કહ્યુ કે આજે અમને જરૂત છે કે આપણે બધા જગતના તાત સાથે ભેગા મળીને નવા ભારતનું નિર્માણ કરીએ. જેથી અમે પીએમ મોદીના સપનાને પૂરા કરી શકીએ અને વર્ષ 2047 માં આપણે ગર્વથી કહીએ કે આપણો દેશ ભારત વિકસિત રાષ્ટ્ર છે. તેમણે કહ્યું કે આપણે ખાદ્યાન્ન ઉત્પાદનમાં સંપૂર્ણ આત્મનિર્ભર છીએ અને કઠોળ અને તેલીબિયાં વિદેશથી આપણા દેશમાં આવતા નથી.અમે કુદરતી ખેતીને આગળ વધારી છે અને સજીવ ખેતીમાં પણ સફળતા મેળવી છે.

આજે આપણા પાસે પૂરતા પ્રમાણમાં અનાજનું જથ્થો  

કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું કે એક સમય એવું હતો જ્યારે આપણા પાસે પૂરતા પ્રમાણમાં અનાજ નોહતા અને અમે બીજા દેશ પર આશ્રિત હતા. પરંતુ આજે આપણા પાસે પૂરતા પ્રમાણમાં અનાજ છે. આ બઘુ શક્યા બન્યું છે દેશના પૂર્વ વડા પ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી દ્વારા ચલાવવામાં આવેલ હરિયાળી ક્રાંતિ અભિયાનના કારણે. આના દ્વારા અનાજનું ઉત્પાદન વધ્યું અને આપણે આજે આ સ્થિતિએ પહોંચ્યા છીએ.

પરંતુ અગાઉની સરકારોએ સમય સાથે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું મૂલ્યાંકન કર્યું ન હતું. જેના કારણે આજે એવું અનુભવાય છે કે જે જમીનમાંથી આપણે ખોરાક ઉગાડીએ છીએ તે જમીન ઝેરી બની રહી છે. તે માનવ જીવન માટે પણ હાનિકારક છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ વાત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે કે આપણે અનાજમાં આત્મનિર્ભર બનીએ પણ સાથે સાથે આપણા અનાજની ગુણવત્તા સારી, પોષણથી ભરપૂર હોવી જોઈએ અને જમીનની ગુણવત્તા પણ સારી હોવી જોઈએ.

અમે ભારતીયો જમીનને માતાની જેમ જોઈએ છે

મુંડાએ કહ્યું કે પ્રાચીન કાળથી આપણે જમીનને ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ નથી પરંતુ માતાની જેમ જોઈએ છીએ. એટલે તેની કાળજી લેવાની જવાબદારી પણ આપણી છે. આજે ઘણા રાજ્યોમાં પાણીનું સ્તર નીચે ગયું છે, જેના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આવી સ્થિતિમાં આ દિશામાં કામ કરવાની જરૂર છે કે આપણી સામે કયા વિકલ્પો છે અને તેનો ઉકેલ શું હોઈ શકે. વડાપ્રધાનનું વિઝન છે કે ખેડૂતો ખુશ રહે, માતાઓ અને બહેનો આગળ વધે, યુવાનોને તકો મળે. .

વડા પ્રધાને આપ્યું માતૃશક્તિને સમાન અધિકાર

કૃષિ મંત્રીએ જણાવ્યુ, નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરીને વડા પ્રધાને માતૃશક્તિને સમાન અધિકાર આપવાનું કામ કર્યું છે. કૃષિ: સ્વસહાય જૂથો, એફપીઓ, સહકાર સે સમાધિ અભિયાન દ્વારા ખેતીમાં સમાન તકો પૂરી પાડવાની ખાતરી કરવામાં આવી છે. બીજી તરફ, જળવાયુ પરિવર્તન સામે લડીને, જમીનનું રક્ષણ કરીને, ખેડૂતોનું ગૌરવ વધારવું, નાના ખેડૂતો સુધી પહોંચવું અને સહકાર દ્વારા સમૃદ્ધિની ચળવળ ઊભી કરીને સુખી પરિવારનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે.ખેડૂતોની આવક વધારવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ શરૂ કરવામાં આવી છે અને આજે વડાપ્રધાને કરોડો ખેડૂતોના બેંક ખાતામાં 21 હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી છે.

ઉદ્ઘાટન સમારંભમાં દીવડા પ્રગટાવતા કેન્દ્રીય કૃષિ મંત્રી
ઉદ્ઘાટન સમારંભમાં દીવડા પ્રગટાવતા કેન્દ્રીય કૃષિ મંત્રી

આ સમારંભમાં કોણ-કોણ રહ્યું ઉપસ્થિત

આ સમારંભને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી, દક્ષિણ દિલ્હીના સાંસદ રમેશ બિધુરી અને ડૉ. હિમાંશુ પાઠક, સચિવ, DARE અને ડાયરેક્ટર જનરલ, ICAR દ્વારા પણ સંબોધિત કરવામાં આવ્યા હતા. ડો. તિલક રાજ શર્મા, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ક્રોપ સાયન્સ), ICAR એ સ્વાગત પ્રવચન કર્યું હતું. કેન્દ્રના નિયામક ડો.સુભાષચંદ્રએ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ભારતીય કૃષિ સંશોધન સંસ્થાના નિયામક ડૉ.એ.કે. સિંઘ, એડીજી ડો.ડી.કે. યાદવ, ICARના અન્ય અધિકારીઓ, ICAR-સંસ્થાઓના ડિરેક્ટરો, જનપ્રતિનિધિઓ અને ખેડૂતો તેમ જ દિલ્લીના ખેડૂતોએ ઉપસ્થિત રહ્યા હતા

Share your comments

Subscribe Magazine

More on News

More