Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાજ્યમાં દિવસે ગરમી અને રાત્રે પડશે ઠંડી, હવામાન વિભાગે શું કરી આગાહી ?

ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં હવે ઠંડીમાં ઘટાડો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગે કરી દીધી છે. જોકે રાત્રિના સમયે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે એટલે કહી શકાય કે હવે રાજ્યમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે.

Himanee Chauhan
Himanee Chauhan
Double Season Experience
Double Season Experience

બેવડી ઋતુનો થશે અનુભવ  
(There Will Be A Double Season Experience)

દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો એમ બેવડી ઋતુનો અનુભવ રાજ્યવાસીઓને થશે, ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. હાલ અમદાવાદ અને તેની આસપાસના સ્થળોએ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા જોવા મળી રહી છે.અને આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી વધશે. ગુજરાતમાં આગામી થોડા દિવસોમાં હવે ઠંડીમાં ઘટાડો જોવા મળશે  અને શિયાળો વિદાય લેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી દીધી છે.

 

ગરમીનો પારો વધશે (Temperature Rises In Some Cities)

બીજી બાજુ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતાં મોટા ભાગના શહેરોમાં બપોરે ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હતું. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે રાજ્યમાં રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થશે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. પાટનગર ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન  9.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અન્ય શહેરોનો પારો પણ ગગડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદનું તાપમાન 11.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે બપોરના સમયે અમદાવાદનું તાપમાન 32 ડિગ્રી નોંધાયું હતું. જેથી આજથી અમદાવાદમાં એવી શક્યાતા છે કે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. જેથી ગરમી પણ વધી શકે છે. 

હવામાન વિભાગે કરી આ આગાહી  Weather Forecast

રાજયમાં ઠંડીનું પ્રમાણ ઘટવા છતાં આગામી ચારેક દિવસ લઘુતમ તાપમાનમાં એકાદ-બે ડીગ્રી સેલ્શ્યસનો ઘટાડો થવાની શકયતા છે. જો કે દિવસનું ઉષ્ણતામાન બે થી ચાર ડીગ્રી સેલ્સિયશ વધીને 32થી 35 ડીગ્રી સેલ્સિયશ સુધી પહોંચી જવાથી રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થવાની શકયતા છે. આગામી ગુરૂવાર પછી રાત્રીના તાપમાનમાં પણ વધારો થવાની અને ઠંડી ઘટવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : આંગણવાડી ભરતી : 2022

આ પણ વાંચો : લીલા ચણા ખાવાથી શરીર રહેશે નિરોગી

Share your comments

Subscribe Magazine

More on News

More