Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ઘઉંની ખરીદીને લઈને સરકારનો નિર્ણય, 2024 માં ઘઉંની ખરીદીના લક્ષ્યાંક ઘટાડ્યો

દેશના ઉત્તરમાં ખેડૂતોનું આંદોલન ચાલે છે.ખેડૂતોએ એમએસપી ગેરંટી કાયદા બનાવવાની માંગ સરકારથી કરી રહ્યા છે. ઉત્તર ભારતના પંજાબ-હરિયાણા બોર્ડર ઉપર ચાલી રહેલા આ આંદોલન વચ્ચે ઘઉંનો પાક ખેતરમાં લણણી માટે તૈયાર છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ઘઉંની ખરીદીને લઈને સરકારનો મોટો નિર્ણય
ઘઉંની ખરીદીને લઈને સરકારનો મોટો નિર્ણય

દેશના ઉત્તરમાં ખેડૂતોનું આંદોલન ચાલે છે.ખેડૂતોએ એમએસપી ગેરંટી કાયદા બનાવવાની માંગ સરકારથી કરી રહ્યા છે.  ઉત્તર ભારતના પંજાબ-હરિયાણા બોર્ડર ઉપર ચાલી રહેલા આ આંદોલન વચ્ચે ઘઉંનો પાક ખેતરમાં લણણી માટે તૈયાર છે. જેને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યના સરકાર પોત પોતાના રીતે એમએસપી પર ઘઉં ખરીદવાનો કાર્યક્રમ જારી કરી દીધો છે. એટલે કે કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મંત્રાલયે તાજેતરમાં આ વર્ષે ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક ધટાડી દીધો છે. જો કે દેશમાં 114 મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન થવાની ધારણા છે. ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક ઘટાડવાથી કેટલાક ખેડૂતોને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

મંત્રાલય કેમ લીધો આ નિર્ણય

વાત જાણો એમ છે કે  દેશમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ઘઉં અને ડાંગરને PDSમાં MSP પર ખરીદવામાં આવે છે. FCI અને રાજ્ય સરકારો MSP પર ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરે છે, આ માટે રાજ્યો માટે લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. વર્તમાન વર્ષમાં પંજાબ અને હરિયાણામાંથી સૌથી વધુ ઘઉં અને ડાંગરની ખરીદી કરવામાં આવી છે.

દેશમાં રવી સિઝન 2024-25માં એમએસપી એટલે કે પીડીએસ પર ઘઉંની ખરીદી માટે કેન્દ્રીય ખાદ્ય સચિવે ગયા બુધવારે રાજ્યો સાથે બેઠક કરી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ રવી સિઝનમાં દેશના તમામ રાજ્યોમાંથી 300 થી 320 મિલિયન ટન ઘઉંની ખરીદી કરવામાં આવશે. જો આપણે રવિ સિઝન 2023-24 એટલે કે છેલ્લી સિઝન માટે ઘઉંની ખરીદીના લક્ષ્યની વાત કરીએ તો 341.5 મિલિયન ટનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.

ખેડૂતો પર આની શું અસર થશે

આ વખતે કેન્દ્રીય ખાદ્ય મંત્રાલયે ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક ઘટાડી દીધો છે. ખેડૂતો પર આની શું અસર થશે તે સમજવા માટે આપણે છેલ્લા બે વર્ષના ખરીદીના આંકડાઓ સમજવા પડશે. વાસ્તવમાં, યુક્રેન અને રશિયા વચ્ચે શરૂ થયેલા યુદ્ધ પછી ઘઉંના ભાવમાં વધારો થયો હતો, ત્યારબાદ ખેડૂતો MSP પર ઘઉં વેચવાનું ટાળી રહ્યા છે.

જો આંકડાઓ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ તો રવી સિઝન 2022-23માં ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક 444 લાખ ટન રાખવામાં આવ્યો હતો, તેનાથી વિપરિત માત્ર 187.9 લાખ ટનની ખરીદી થઈ હતી, જ્યારે રવી સિઝન 2023-24માં ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક હતો. 341 લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી હતી.જેના કારણે પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર રવિ સિઝન 2023-24 માટે ઘઉંની ખરીદીના લક્ષ્યાંકને પૂર્ણ કરી શક્યા નથી.

Share your comments

Subscribe Magazine

More on News

More