Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સારા સમાચાર! સરકાર ટૂંક સમયમાં લગાવી શકે છે કીટનાશકના ઉપયોગ પર પ્રતિબંધ, ખેડૂતોની આવક બમણી થશે

ભારત સરકાર દ્વારા 14 મે, 2020ના રોજ એક સૂચના જારી કરી છે. જેમા કહેવામાં આવ્યુ છે કે ખેતીમાં ઉપયોગ કરવામાં આવતા 27 જેટલા કીટનાશક પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

KJ Staff
KJ Staff
કીટનાશકના ઉપયોગ પર પ્રતિબંધ
કીટનાશકના ઉપયોગ પર પ્રતિબંધ

ભારત સરકાર દ્વારા 14 મે, 2020ના રોજ એક સૂચના જારી કરી છે. જેમા કહેવામાં આવ્યુ છે કે ખેતીમાં ઉપયોગ કરવામાં આવતા 27 જેટલા કીટનાશક પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે સરકાર તરફથી 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જેમા લોકોને ચર્ચા કરવા તેમ જ પોતાના વિચાર રજૂ કરવા માટે તક આપવામાં આવી છે. મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે કીટનાશક ઉદ્યોગોએ સરકારના આ પગલાંનો ભારે વિરોધ કર્યો છે. આ સાથે એવું પણ જણાવવામાં આવ્યુ છે કે રસાયણ અને ખાતર મંત્રાલયે પણ કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયને એક પત્ર લખ્યો છે, જેમાં આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

ઉદ્યોગ જગતના મતે....

ભારત સરકાર દ્વારા આ નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો છે.અલબત વર્તમાન સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણયને લગતી શરૂઆત UPA-2 સરકારના કાર્યકાળના અંતિમ સમયમાં 8મી જુલાઈ 2013માં રોજ કરવામાં આવી હતી. આ સમયમાં એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી છે. જેથી નિયોનિકોટિનોયડ્સના ઉપયોગને લગતો ખાસ અહેવાલ તૈયાર કરવા કહ્યું હતું. આ સમિતિ તરફથી 9 ડિસેમ્બર 2015ના રોજ એક અહેવાલ રજૂ કર્યો. જેને પીએમ મોદીએ 14 ઓક્ટોબર, 2016ના રોજ સ્વીકૃતિ આપી હતી. આ સમિતિની ભલામણોના આધાર પર 18 કીટનાશકનો ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સંજોગોમાં સરકાર આ પગલા પાછળનો નિર્ણય આગામી એક તબક્કામાં માનવામાં આવે છે. તે હેઠળ વધુ 27 કીટનાશકો પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. બાકી 21 પૈકી 6 કીટનાશકની સમીક્ષા કરવામાં રાખ્યા છે. જ્યારે 15 કીટનાશકનો ઉપયોગ સુરક્ષિત માનવામાં આવ્યા છે.   

Share your comments

Subscribe Magazine

More on News

More