Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતોને ભાવી રહ્યો છે ભરતભાઈ અને વેલજીભાઈનું ઓર્ગેનિક ખાતર, મેળવી રહ્યા છે અઢળક ઉત્પાદન

ભારતના વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ જ્યારે આપણા ગરવી ગુજરતાના મુખ્ય પ્રધાન હતા. ત્યારે તેમને એક સપનું જોયું હતું કે એક દિવસ સમગ્ર ગુજરાતના ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી કરીને દેશ અને વિશ્વના લોકોના સામે એક ઉદાહરણ બનીને ઉભરી આવે અને તેમને જણાવે કે ઓર્ગેનિક ખેતી થકી કેવી રીતે પાકનું અઢળક ઉત્પાદન મેળવી શકાય છે

Amansinh Jadeja
Amansinh Jadeja
આજના વડા પ્રધાન અને ત્યારના મુખ્ય પ્રધાન સાથે વેલજીભાઈ
આજના વડા પ્રધાન અને ત્યારના મુખ્ય પ્રધાન સાથે વેલજીભાઈ

ભારતના વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ જ્યારે આપણા ગરવી ગુજરતાના મુખ્ય પ્રધાન હતા. ત્યારે તેમને એક સપનું જોયું હતું કે એક દિવસ સમગ્ર ગુજરાતના ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી કરીને દેશ અને વિશ્વના લોકોના સામે એક ઉદાહરણ બનીને ઉભરી આવે અને તેમને જણાવે કે ઓર્ગેનિક ખેતી થકી કેવી રીતે પાકનું અઢળક ઉત્પાદન મેળવી શકાય છે અને તેથી પોતાના ઘરે પૈસાના ઢગલા રાસાયણિક ખેતી કરતા પણ બમણો થઈ શકે છે. તેમ જ પોતાની જાત અને દેશના લોકોને કેંસરથી કેવી રીતે બચાવી શકાય છે. કેમ કે જો એક શોધ પર નજર કરીએ તો દેશમાં કેંસરના દર્દીઓ વધવાના કારણ આપણો ભોજન જ છે. જેના માટે ઉગાડવામાં આવી રહેલી શાકભાજી તેમજ અનાજ મેળવવા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.

આ કેંસર જેવી જીવલેણ બીમારી ભારતમાં કોઈને નહીં થાય તેના માટે આપણા ત્યારના મુખ્ય પ્રધાન નરેંદ્રભાઈ મોદીએ સોગંધ ખાદી હતી કે તે ગુજરાતની ખેતી લાયક જમીનને રાસાયણિક ખેતીથી મુક્ત કરીને રહેશે.ત્યારે તેમની પહેલ પછી રાજકોટના મોટા ઉદ્યમી ભરતભાઈ પરસાણા અને ખેડૂત આગેવાન વેલજીભાઈ ભૂરિયાએ એવી ઓર્ગેનિક ખાતર તૈયાર કરી હતી. જેથી ખેડૂતોને તેમના પાકનું વધુ ઉત્પાદન મળી શકે અને તેઓ મોદી સાહેબના સપનાને પૂરા કરી શકે,

આ પણ વાંચો: ખેડૂતોના મસીહા તરીકે ઉભરી આવ્યા રાજકોટના ભરતભાઈ, વડા પ્રધાને પણ કર્યો વખાણ

ગુજરાતના 7 લાખ ખેડૂતોએ શરૂ કરી ઓર્ગેનિક ફાર્મિંગ

ભરતભાઈ પરસાણા તથા વેલજીભાઈ જેવા લોકોના કારણે આજે ગુજરાતના 7 લાખથી વધુ ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. અને ભરતભાઈ પરસાણા તેમ જ વેલજીભાઈ દ્વારા વિકસાવવામાં આવેલ ઓર્ગેનિક ખાતર થકી પાકનું અઢળક ઉત્પાદનના સાથે જ મોટી આવક પણ મેળવી રહ્યા છે. આ વાત અમે નહી પરંતુ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાક્ષતકારમાં આપેલ એક નિવેદન દરમિયાન જણાવ્યો હતો. જણાવી દઈએ કે ભરતભાઈ પરસાણા અને વેલજીભાઈ આજે પણ સતત મોદી સાહેબના સપનું પૂરા કરવા માટે પોતાના દલડાથી મેહનત કરી રહ્યા છે અને દરેક ખેડૂતની મદદ કરીને તેને પ્રોગ્રેસિવ ખેડૂત બનવા માટે પણ મદદ કરી રહ્યા છે.

ભરતભાઈ પરસાણા અને વેલજીભાઈ દ્વારા વિકસાવવામાં આવેલ ઓર્ગેનિક ખાતર

જીવામૃત: 150 લીટર પાણીમાં 20 કિલો છાણ, 5 થી 10 લીટર ગૌમુત્ર, 1 કિલો ગોળ અને બે લીટર છાય એક સાથે ભેળવી લો. ત્યાર પછી કોઈ પણ પાક ઉપર તેનું દર 15 દિવસમાં પાણી સાથે છંટકાવ કરવું.

ધનજીવામૃત: એક કિલો દેશી ગાયના છાણ, 5 થી 10 લીટર ગૌમુત્ર, 1 કિલો ગોળ અને 2 લીટર છાય સાથે ભેળવીને સુખવા માટે રાખી દો. ત્યાર પછી તમારી એક એકડ જમીન માટે ઓર્ગેનિક ખાતર તૈયાર થઈ જશે.

જંતુઓ માટે: એક કિલો હિંગના ટુકડો લઈને તેને 5 લિટર પાણીમાં 24 કલાક પલાળી રાખો. ત્યાર પછી  તેમાં 100 થી 250 મિલી દૂધ અને 200 ગ્રામ ગોળ ભેળવી તેનો ખેતરમાં છંટકાવ કરવો. જન્તુઓ તમારા ખેતર તરફ જોશે પણ નહીં.

કોઈ પણ પાક માટે ઓર્ગેનિક ખાતર: મગફળી, ચણા, તુવૈર, શાકભાજીના પાકમાં જ્યારે ફૂલ આવે છે.ત્યારે તમારે 250 મિલી દૂઘ, 200 ગ્રામ ગોળ અને 250 મિલી ગૌમુત્રને ભેળવીને તેનું દર 15 દિવસમાં 3 વખ્ત છંટકાવ કરવું. અને જો તમે કેરી, ચીકુ. જામફળનું છોડ વાવ્યું છે તો તેના માટે 1000 લીટરની ટાંકીમાં 25 લીટર દૂધ, 20 કિલો ગોળ અને 10 લીટર ગૌમુત્ર ભેળવી લો અને દર 15 દિવસમાં 3 વખ્ત તેનું છંટકાવ કરો

આ પણ વાંચો: નાની ઉમરમાં ખેતી શરૂ કરનાર આ ખેડૂત બન્યું ફાદર ઑફ ઓર્ગેનિક ખેતી! તેમના હાથે વડા પ્રધાન પણ થયા હતા સન્માનિત

ઓર્ગેનિક ખાતર
ઓર્ગેનિક ખાતર

કૃષિ યુનિવર્સિટી પહેલું બહાર પાડ્યું

ભરતભાઈ પરસાણાએ જણાવ્યું કે વિશ્વમાં ગાય આધારિત 250 મિલી દૂધ 100 ગ્રામ ગોળ 250 મિલી ગૌમૂત્ર 250 મિલી ગોબર ફ્લાવરિંગ વખતે ત્રણ વાર છાટવાનુંનું પરિણામ કૃષિ યુનિવર્સિટી પહેલું આપણે બહાર પાડ્યું તે અમારા માટે ગર્વ ની વાત છે. જણાવી દઈએ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઓર્ગેનિક ખેતી જે ખાતરનું ઉપયોગ કરવા માટે ખેડૂતોને જણાવી રહ્યા છે તે તો ભરતભાઈ અને વેલજીભાઈએ પહેલાથી તૈયાર કરી લીધું છે અને કેટલાક ખેડૂતોને તેના થકી લાભ પણ અપાવ્યો છે.

ભરતભાઈએ જણાવ્યું, નરેન્દ્રભાઈ મોદીનું સપનું ભારત ને મહાસતા બનાવાનું છે પણ ગાય આધારિત ખેતી વગર તે શક્ય નથી. હું છેલ્લા 20 વરસ થી 365 દિવસ ગુજરાતના પ્રવાસ પર છું. અત્યાર સુધી માં ગુજરાતના લગભગ 50 થી 60 ટકા ગામો હું ફરી લીધા છું અને દેશ દુનિયામાં બે કરોડ લોકો એ મારાં વિડિઓ જોયા છે. આ ભગીરથ કામ એકલા હાથે ન થાય તમારે બધા એ સાથ સહકાર આપવો પડશે

Share your comments

Subscribe Magazine

More on News

More