Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂત આંદોલન: દિલ્લી માં કલમ 144 લાગુ, ખેડૂતોએ કર્યું પોલીસ પર પથ્થરમારો

ખેડૂતોએ પોતાની માંગણીને લઈને દિલ્લી પહોંચવાનું પ્રયાસ કરી રહ્ય છે. ખેડૂતો દિલ્લીમાં એન્ટ્રી નહીં કરે તેના માટે હરિયાણા-પંજાબના એક બીજા સાથે જોડતું અંબાલાના શંભુ બોર્ડર પર બેરકેડિંગ કરી દેવામાં આવી હતી. જેને તોડી પાડવાની કોશિશ ખેડૂતોએ કરી રહ્યા છે. ખે

Amansinh Jadeja
Amansinh Jadeja
અંબાલાના શુંભુ બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ
અંબાલાના શુંભુ બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ

ખેડૂત સંગઠનોની કૂચ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તરફ ઝડપથી આગળ વધી રહી છે. વાસ્તવમાં, ખેડૂતોએ 13 ફેબ્રુઆરી, 2024ને મંગળવારે 'દિલ્હી ચલો માર્ચ'નું આહ્વાન કર્યું છે. ખેડૂતોના વિરોધ અને શાંતિ જાળવવા માટે દિલ્હી પોલીસે રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કલમ 144 લાગુ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં કલમ 144 11 માર્ચ, 2024 સુધી એટલે કે આખા મહિના સુધી લાગુ રહી શકે છે.

 ખેડૂતોએ કર્યો પોલીસ પર પથ્થરમારો

ખેડૂતોએ પોતાની માંગણીને લઈને દિલ્લી પહોંચવાનું પ્રયાસ કરી રહ્ય છે. ખેડૂતો દિલ્લીમાં એન્ટ્રી નહીં કરે તેના માટે હરિયાણા-પંજાબના એક બીજા સાથે જોડતું અંબાલાના શંભુ બોર્ડર પર બેરકેડિંગ કરી દેવામાં આવી હતી. જેને તોડી પાડવાની કોશિશ ખેડૂતોએ કરી રહ્યા છે. ખેડૂતોને પાછા ખસેડવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવી રહી છે. આથી ખેડૂતોએ ભડકી ગયા અને તેમને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધું. પંજાબ-હરિયાણા બોર્ડર પર લાગેલ કેટલાક બેરીકેટ ખેડૂતોએ તોડી પાડ્યા છે. દિલ્લી કૂચ માટે ખેડૂતોએ કોશિશ કરી રહ્યા છે.

દિલ્લીની કોઈપણ સરહદ પર લોકોને એકઠા થવા કાયદાની વિરુદ્ધ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હીની કોઈપણ સરહદ પર લોકોને એકઠા કરવાને કાયદાની વિરુદ્ધ ગણવામાં આવશે. તેમજ કલમ 144 લાગુ થયા બાદ દિલ્હીની સરહદોથી ટ્રેક્ટર, ટ્રોલી, બસ, કોમર્શિયલ વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સિવાય દિલ્હી સરહદની બહારથી આવનાર કોઈપણ વ્યક્તિ પર હથિયાર, તલવાર, લાકડીઓ અને સળિયા જેવી વસ્તુઓ લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ આદેશનું ઉલ્લંઘન કરતા પકડાશે તો તેની ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 188 હેઠળ ધરપકડ કરવામાં આવશે.

દિલ્લી મેટ્રો બંધ કરી દેવામાં આવી

દિલ્લીની લાઈફલાઈન ગણાતી દિલ્લી મેટ્રોના કેટલાક સ્ટેશનોને બંધ કરી દેવામાં આવ્યું છે. ખેડૂત આંદોલનના કારણે દિલ્લીના બોર્ડર પર થઈ રહેલા પથ્થરમારોને જોતા આ નિર્ણય લેવામાં આવ્યું છે. દિલ્લી મેટ્રોના રાજીવ ચૌક, જનપદ, ઉદ્યોગ ભવન, પટેલ ચૌક, બારાખંભા,કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનોને બંધ કરી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે દિલ્લી મેટ્રોના આ સ્ટેશન સાથે આખી દિલ્લી મેટ્રો જોડાયેલી છે. આ સ્ટેશન થકી દિલ્લીના એક ખૂણાથી બીજા ખૂણા માટે મેટ્રો બદલવામાં આવે છે.

દિલ્લીમાં ઇન્ટ્રનેટ સેવા બંઘ

ખેડૂત સંગઠનોની દિલ્હી તરફ કૂચની જાહેરાત બાદ રવિવારે હરિયાણાના લગભગ 15 જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તેમજ હરિયાણા ઘણા જિલ્લાઓ અને રાજધાની દિલ્લીના કેટલાક વિસ્તારોમાં ઇન્ટ્રનેટ સેવા બંઘ કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ટરનેટ સેવાઓ 14 ફેબ્રુઆરી સુધી બંધ રહી શકે છે.

શું છે ખેડૂતોની માંગણી

આ ખેડૂત આંદોલનને લઈને, ખેડૂતોની માંગણીઓ છે કે સરકારે MSPની કાયદેસર ગેરંટી, કિસાન સ્વામીનાથન કમિશનની ભલામણોનો અમલ, ખેડૂતો અને ખેતમજૂરોનું પેન્શન, ખેતીની લોન માફી અને લખીમપુર ખેરી હિંસા પીડિતોને ન્યાય અપાવો જેવી માંગણી કરી રહ્યા છે.

Related Topics

Article 144' Delhi Police Farmers

Share your comments

Subscribe Magazine

More on News

More