Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

શુ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પતી-પત્ની બન્ને લઈ શકે છે ? જાણો આ લેખમાં

પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના હેઠળ સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. તેમાં વર્ષે 6000 એટલે કે 2000 રૂપિયાના ત્રણ હપ્તા ખેડૂતોના (Farmer) ખાતામાં સીધા જમા કરે છે

Sukhadev Thakor
Sukhadev Thakor
PMSNY
PMSNY

પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના હેઠળ સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. તેમાં વર્ષે 6000 એટલે કે 2000 રૂપિયાના ત્રણ હપ્તા ખેડૂતોના (Farmer) ખાતામાં સીધા જમા કરે છે

પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાની પાત્રતાને લઇને ઘણા સવાલ છે. જેમ કે, શું પતિ-પત્ની (Husband-Wife) બંનેને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો (PKSNY) લાભ ઉઠાવી શકે છે? તો આવો જાણીએ શું કહે છે નિયમ.

PKSNYનો આ રીતે મેળવી શકાશે લાભ

  • પતિ-પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો (PM Kisan Benefits) લાભ લઈ શકતા નથી.
  • કોઈ પતિ-પત્ની બન્ને આ યોજનાનો લાભ લશે તો તેને નકલી ગણાવીને સરકાર તેમની પાસેથી રિકવરી કરશે.
  • ઘણી એવી જોગવાઈઓ છે જે ખેડૂતને અયોગ્ય ગણાવી શકે છે.
  • ખેડૂત પરિવારમાં જો કોઈ ટેક્સ ભરે છે તો આ યોજનાનો લાભ મળશે નહીં.
  • પતિ અથવા પત્નીમાંથી કોઈ ગત વર્ષ ઇનકમ ટેક્સ ભરે છે તો તેમને આ યોજનાનો લાભ મળશે નહીં.
Farmer
Farmer

PKSNYનો લાભ કોણ ન લઈ શકે

  • જો કોઈ ખેડૂત તેમની ખેતીની જમીનનો ઉપયોગ કૃષિ કાર્યમાં ન કરે અને અન્ય કોઈ કામ કરી રહ્યો છે અથવા બીજાના ખેતરોમાં ખેતી કામ કરે છે, અને ખેતર તેમનું નથી. આવા ખેડૂતો પણ આ યોજનાનો લાભ મેળવવા હકદાર નથી.
  • કોઈ ખેડૂત ખેતી કરી રહ્યો છે, પરંતુ ખેતર તેમના નામ પર નથી અને તેના પિતા અથવા દાદાના નામ પર છે તો તે ખેડૂત પણ આ યોજનાનો લાભ મેળવી શકે નહીં.
  • જો કોઈ ખેતીની જમીનનો માલિક છે, પરંતુ તે સરકારી કર્મચારી છે અથવા રિટાયર થઈ ગયા છે, હાલના અથવા પૂર્વ સાંસદ, ધારાસભ્ય, મંત્રી છે તો એવા લોકો પણ કિસાન યોજનાનો લાભ મેળવી શકતા નથી
  • અયોગ્યની લિસ્ટમાં પ્રોફેશનલ રજિસ્ટર્ડ ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા તેના પરિવારજનો પણ આવે છે. ઇનકમ ટેક્સ આપતા પરિવારોને પણ આ યોજનાનો લાભ મળતો નથી.

આ પણ વાંચો - મોદી સરકારની ઓફર 25 વર્ષ સુધી મફત મળશે વીજળી, જાણો કઈ રીતે લઈ શકો છો આ લાભ

આ પણ વાંચો - પીએમ કિસાન યોજના હેઠળ સહાયની રકમમાં આ ફેરફાર થવાની શક્યતા

Share your comments

Subscribe Magazine

More on News

More