Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પીએમ કિસાન યોજના હેઠળ સહાયની રકમમાં આ ફેરફાર થવાની શક્યતા

અનેક મીડિયા અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યુ છે કે હાલમાં પીએમ કિસાન યોજના અંર્ગત ખેડૂતોને હાલમાં સહાય રૂપે પ્રતિ વર્ષ રૂપિયા 6 હજાર આપવામા આવી રહી છે પરંતુ હવે સરાકર વિચારણા કરી રહી છે કે ખેડૂતોને આ રકમ વધારીને 12 હજાર આપવામાં આવે.

Sukhadev Thakor
Sukhadev Thakor
PMKY
PMKY

અનેક મીડિયા અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યુ છે કે હાલમાં પીએમ કિસાન યોજના અંર્ગત ખેડૂતોને હાલમાં સહાય રૂપે પ્રતિ વર્ષ રૂપિયા 6 હજાર આપવામા આવી રહી છે પરંતુ હવે સરાકર વિચારણા કરી રહી છે કે ખેડૂતોને આ રકમ વધારીને 12 હજાર આપવામાં આવે.

કેન્દ્ર સરકાર દ્વારા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી

આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજનાની શરૂઆત એટલા માટે કરવામાં આવી હતી કે ખેડૂતોને થોડી ઘણી આર્થિક રીતે રાહત મળી રહે. આ અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

વિવિધ મીડિયા અહેવાલો અનુસાર

વિવિધ મીડિયા અહેવાલો અનુસાર, સમાચાર આવી રહ્યા છે કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મળતી રકમ બમણી થઈ શકે છે. એટલે કે હવે ખેડૂતોને 6,000 રૂપિયાના બદલે 12,000 રૂપિયા પ્રતિ વર્ષ આપવામાં આવશે. જાણવા મળી રહ્યુ છે કે સરકાર ખેડૂતોને આ યોજના હેઠળ સહાયની રકમ બમણી કરવા પર વિચારણા કરી રહી છે

પ્રધાનમંકત્રી કિસાન યોજના
પ્રધાનમંકત્રી કિસાન યોજના

સરકાર રકમ બમણી કરવાની તૈયારી કરી રહી છે

મીડિયા અહેવાલો અનુસાર આ વાતનો ખુલાસો બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર પ્રતાપ સિંહે કર્યો છે. તાજેતરમાં બિહારના કૃષિ મંત્રી દિલ્હી ગયા અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા . પટના પરત ફરતા તેમણે કહ્યું કે પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમ બમણી થવા જઈ રહી છે. રકમ વધારવા માટે કેન્દ્ર દ્વારા તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.

ઘણા ખેડૂતોને લાભ મળી રહ્યો છે

ઉલ્લેખનીય છે કે, 9 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજનાનો નવમો હપ્તો બહાર પાડ્યો હતો. નવમા હપ્તામાં, દેશભરમાં 9.75 કરોડથી વધુ પાત્ર ખેડૂતોના ખાતામાં 19,500 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. આ યોજના હેઠળ દેશના ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 1.38 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને જો આ યોજના હેઠળ સરકાર સવાયની રકમ બે ઘણી કરી દેશે તો હજી બીજા 6 - 6 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં આવવાની શક્યતા છે

 

Share your comments

Subscribe Magazine

More on News

More