Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાની ફોર્મ્યુલા જેના આધારે તેમણે બનાવ્યું પોતાનું સામ્રાજ્ય

સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલા, ભારતીય શેરબજારોમાં બિગ બુલ તરીકે જાણીતા હતા, તેઓ વારંવાર ગાણિતિક સૂત્રને અનુસરતા હતા.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
rakesh jhunjhunwala
rakesh jhunjhunwala

સ્વર્ગસ્થ રાકેશ ઝુનઝુનવાલા, ભારતીય શેરબજારોમાં બિગ બુલ તરીકે જાણીતા હતા, તેઓ વારંવાર ગાણિતિક સૂત્રને અનુસરતા હતા.

આ ફોર્મ્યુલાએ તેમને કંપનીની નફો કરવાની ક્ષમતા અને કંપનીની સંભવિતતા અંગે બજારની ધારણા બંનેના મહત્વને સમજવામાં મદદ કરી. તેમણે કહ્યું હતું કે "મને એક સરળ ગાણિતિક સમીકરણ વિશે કહેવામાં આવ્યું હતું. તે છે Erning per share (EPS) x price earning ratio (PER) = price. આનાથી સ્પષ્ટ થાય છે કે જ્યારે ભાવ-નિર્ધારણ કરનારા બંને ચલો એટલે કે EPS અને PER વધી રહ્યા છે, ત્યારે શેરની કિંમતમાં વધારો થાય છે.

"તેમણે આ વાત આઉટલુક બિઝનેસના ભૂતપૂર્વ એડિટર એન મહાલક્ષ્મી સાથેની મુલાકાતમાં કહી હતી. તેમણે કહ્યુ હતુ કે મને અમીર બનાવવામાં એન ચંદ્રશેખરનનું મોટું યોગદાન છે. રાકેશ ઝુનઝુનવાલા જ્યારે ખૂબ જ નાના હતા ત્યારે શેરબજારમાં પ્રવેશ્યા હતા. 15 વર્ષની ઉંમરે તેઓ તેમના પિતાને આ બાબતે વાત કરતા સાંભળતા હતા, જે પછી બજાર વિશે તેમની ઉત્સુકતા વધી.

તેમણે અખબારના લેખો દ્વારા અને તેમના પિતાને પૂછપરછ કરીને શેરના ભાવની ચાલનો અભ્યાસ કર્યો. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સમયે તેમણે એ દરેક વાર્ષિક રિપોર્ટ વાંચ્યો હતો જેમાં તેઓ રોકાણ કરવા ઈચ્છતા છે. ગ્રેજ્યુએશન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પાસ કર્યા પછી, તેમણે "સ્ટોક્સમાં રોકાણ અને વેપાર (ટ્રેડિંગ)કરીને કારકિર્દી બનાવવાનુ નક્કી કર્યું. ત્યારથી તેમણે આ સૂત્ર પોતાના મનમાં રાખ્યું હતું.

એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે સંખ્યાઓનો ઉપયોગ કરીને EPS ની ઘણી હદ સુધી આગાહી કરી શકાય છે. તે મુખ્યત્વે વિજ્ઞાન છે અને અંશતઃ કલા છે. પરંતુ સૂત્ર (ફોર્મ્યુલા)નો બીજો ભાગ, અથવા PERની ભવિષ્યવાળી કરવી વધુ મુશ્કેલ છે.

PER ની આગાહી વિશે, તેમણે કહ્યું કે "જેમ રસોઈ અને સેક્સ શીખવાડી ના શકાય પરંતુ તે શીખવું પડે. એ જ રીતે મેં શીખ્યું છે કે PEs ને સમજવું અથવા અનુમાન કરવું સૌથી મુશ્કેલ છે. સફળ રોકાણ કરવા માટે તેને સમજવુ એ સૌથી અગત્યનું પરિબળ છે. EPS વિશે વાત કરીએ તો, તે માત્ર ચોક્કસ મૂલ્ય નથી જેને આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે.

તેના બદલે આપણે ઇપીએસની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. “મારા પૃથ્થકરણ મુજબ નફાકારકતાને સંપૂર્ણ રીતે રજૂ કરવાને બદલે, હું નફામાં પરિણમી શકે તેવા કારણો અને સંજોગોને સમજવાનો પ્રયાસ કરું છું. તેમણે કહ્યું હતુ કે કંપનીના નફાની આગાહી કરવાનો પ્રયાસ કરતી વખતે, તેઓ ઉત્પાદન/સેવા અથવા તેના માટે ઉપલબ્ધ બજારની માંગને ધ્યાનમાં લે છે. ઝુનઝુનવાલાએ કહ્યું હતું કે રોકાણ કરતી વખતે, તેઓ સૌથી ઓછા ખર્ચે મહત્તમ સંખ્યામાં ગ્રાહકોને તેના ઉત્પાદનો અથવા સેવાઓ પ્રદાન કરવાની કંપનીની ક્ષમતા, સંચાલન શક્તિ અને કંપનીની માપનીયતા અને અખંડિતતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ પણ વાંચો:હર ઘર તિરંગા અભિયાન થકી જામનગરની 300થી વધુ મહિલાઓએ મેળવી રોજગારી

Share your comments

Subscribe Magazine

More on News

More