Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિ પ્રધાન ભારતના એક એવું રાજ્ય જ્યાં ખેડૂતોનું ઝડપતી ઘટી રહ્યા છે ખેતી પ્રત્યે રસ

ડાંગરની ખરીદીમાં જિલ્લા વહીવટીતંત્રની ઉપેક્ષા અને સિચાઈની સુવિધાનો અભાવ તથા કઠોર હવામાન વચ્ચે પાકમાં જીવાતોના હુમલા અને સંબંધિત સમસ્યાઓએ ખેડૂતો પાછળ ખસી રહ્યા છે. જેના કારણે તેમના ખેતીમાં રસ ઘટી રહ્યો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ઝડપતી  ખેતી છોડી રહ્યા છે ખેડૂત
ઝડપતી ખેતી છોડી રહ્યા છે ખેડૂત

ઓડિશાની ગણતરી કૃષિપ્રધાન રાજ્ય તરીકે થાય છે. પરંતુ હવે ઓડિશામાં ખેડૂતોનો કૃષિ તરફનો રસ ઘટી રહ્યો છે. હવે તેઓ ખેતીને આજીવિકા તરીકે અપનાવવામાં અચકાય છે. વાત જાણો એમ છે કે આ વર્ષે રવિ સિઝન માટે નોંધણી કરાવનારા ખેડૂતોની કુલ સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં અડધોઅડધ ઘટાડો થયો છે. મળતી માહિતી મુજબ રવી સિઝનમાં ડાંગરના વેચાણ માટે આ વર્ષે 16 માર્ચ સુધીમાં ફક્ત 57,804 ખેડૂતોએ જ નોંધણી કરાવી હતી, જ્યારે ગયા વર્ષે 1,41,461 ખેડૂતોએ નોંધણી કરાવી હતી.

જિલ્લા વહીવહીતંત્ર કરી રહ્યો છે ખેડૂતોની ઉપેક્ષા

ડાંગરની ખરીદીમાં જિલ્લા વહીવટીતંત્રની ઉપેક્ષા અને સિચાઈની સુવિધાનો અભાવ તથા કઠોર હવામાન વચ્ચે પાકમાં જીવાતોના હુમલા અને સંબંધિત સમસ્યાઓએ ખેડૂતો પાછળ ખસી રહ્યા છે. જેના કારણે તેમના ખેતીમાં રસ ઘટી રહ્યો છે. સહકારી મંડળીઓના રજીસ્ટ્રરે પણ ખેડૂતોની ઘટતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે.તેમણે કૃષિ અધિકારીઓને રજિસ્ટર્ડ ખેડૂતોની સંખ્યા આટલી બધી કેમ ઘટી છે તેના કારણો શોધવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ બીજી ચિંતા એ પણ સામે આવી રહી છે કે જો ખેડૂતો ખેતીથી દૂર જશે તો રાજ્યમાં બાજરીના ઉત્પાદનને પણ અસર થશે.

ડાંગરની ખેતીમાં થયો ભારે નુકસાન

નોંધનીય છે કે તાજેતરમાં જ જાજપુર જિલ્લાના કોરી બ્લોકના ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે ડાંગરના છોડ સારી રીતે તૈયાર છે પરંતુ તેમના છોડમાં દાણા નથી આવ્યા કારણ કે કોઈ અજાણ્યા જંતુએ છોડના મૂળમાં ડંખ માર્યો હતો. જેના કારણે તેમને ડાંગરની ખેતીમાં ભારે નુકસાન થયું હતું. રોષે ભરાયેલા ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેઓએ આ અંગે પ્રશાસનને ફરિયાદ કરી હતી પરંતુ તેમ છતાં તેમને જિલ્લા વહીવટી તંત્ર તરફથી કોઈ મદદ મળી નથી અને કોઈ પણ તેમની મદદ કરવા માટે આગળ નથી આવ્યો.

કયા જિલ્લામાં કેટલાક ખેડૂતોએ છોડી દીધી ખેતી

આ વર્ષે બાલાસોર જિલ્લામાં 14,341 ખેડૂતોએ, બરગઢમાં 23,922, બોલાંગીરમાં 2,638, બૌધમાં 1,634, કટકમાં 1,205, જાજપુરમાં 1,370, ઝારસુગુડામાં 521, ખેડામાં 8,027, ખેરાણામાં 8,027, મયુરભંજમાં 384, નબરંગપુરમાં 2, નૂઆપાડામાં 979, પુરીમાં 7,575, સંબલપુરમાં 4,705 અને સુવર્ણપુર જિલ્લામાં 11,137 ખેડૂતોએ નોંધણી કરાવી છે. ચિંતાજનક બાબત એ છે કે ઓડિશાના 'ચોખાની વાટકી' તરીકે ઓળખાતા બારગઢ અને સંબલપુર જિલ્લામાં ખેડૂતોની નોંધણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અહીં ખેડૂતોની સંખ્યામાં અડધાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

ઔદ્યોગિક રીતે સમૃદ્ધ જિલ્લાના ખેડૂતો પણ ખેતી છોડવા માટે મજબૂર

જાજપુર ઓડિશાનો ઔદ્યોગિક રીતે સમૃદ્ધ જિલ્લો છે. સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર જિલ્લામાં આવેલી 1,45,450 હેક્ટર ખેતીની જમીનમાંથી 66,613 હેક્ટરને પાણી મળે છે. જ્યારે જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા ખોટા છે. ખેડૂતોનું કહેવું છે કે જિલ્લામાં ખેતીલાયક જમીન પૈકી અડધાથી પણ ઓછી જમીનમાં સિંચાઈ માટે પાણી છે. દરમિયાન, જાજપુર જિલ્લા વહીવટીતંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે સિંચાઈ વિભાગ બ્રાહ્મણી અને ખરસરોટા નદીઓમાંથી પાણી ખેંચીને રવિ સિઝનમાં માત્ર 10,000 હેક્ટરને જ પાણી પૂરું પાડે છે. તેમણે દાવો કર્યો હતો કે બાકીના ખેતરોને લિફ્ટ ઇરિગેશન, બોરવેલ, WHS અને અન્ય સ્ત્રોતોમાંથી પાણી મળે છે. આ ઉપરાંત ત્યાંના કેટલાક ખેડૂતોએ ખેતી છોડવાનું નિર્ણય લીઘો છે.

ડાંગરની ખેતીથી દૂર જઈ રહ્યા છે ખેડૂતો

આ વખતે ઓડિશામાં બરછટ અનાજ રાગીના ઉત્પાદનમાં સુધારો થયો છે. રાજ્ય સરકાર પણ તેને MSP પર ખરીદી રહી છે. ઓડિશાના ખેડૂતો જે રીતે ડાંગરની ખેતીથી દૂર જઈ રહ્યા છે તે જોતા બરછટ અનાજની ખેતીમાં સમસ્યા આવી શકે છે. જો કે, હાલમાં સરકાર ઓડિશા મિલેટ મિશન હેઠળ રાજ્યમાં તેની ખેતીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ તેમ છતાં, તેના વાવેતર હેઠળના વિસ્તારમાં વધારો માત્ર આદિવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં જ જોવા મળ્યો છે, અન્ય વિસ્તારોના ખેડૂતો વધુ રસ દાખવતા નથી.

Related Topics

Farming Odisha Paddy Agriculture

Share your comments

Subscribe Magazine

More on News

More