Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ફુગાવાને ઘટાડવા માટે સરકારનું મોટો નિર્ણય, ઘઉંની સ્ટોક લિમિટમાં કર્યો ઘટાડો

અગાઉ વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક મર્યાદા 1000 મેટ્રિક ટન હતી, જે હવે ઘટાડીને 500 મેટ્રિક ટન કરવામાં આવી છે.અગાઉ પણ રિટેલ આઉટલેટ્સ માટે સ્ટોક મર્યાદા 5 મેટ્રિક ટન હતી અને હવે તે જ મર્યાદા જાળવી રાખવામાં આવી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ઘઉંના સ્ટોક લિમિટમાં કરવામાં આવ્યા ઘટાડા
ઘઉંના સ્ટોક લિમિટમાં કરવામાં આવ્યા ઘટાડા

ફુગાવાને ઘટાડવા માટે, કેન્દ્ર સરકારે વેપારીક ધોરણે જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ, મોટી રિટેલ ચેઇનના છૂટક વિક્રેતાઓ અને પ્રોસેસર્સ માટે ઘઉંના સ્ટોક મર્યાદામાં સુધારો કર્યો છે. સરકાર દ્વારા અને જથ્થાબંધ વેપારીઓ માટેની મર્યાદા 1000 મેટ્રિક ટનથી ઘટાડીને 500 મેટ્રિક છે ટન કરી દેવામાં આવ છે. આ ઉપરાંત ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે કહ્યું છે કે કિંમતોને નિયંત્રિત કરવા અને ગ્રાહકોને સરળતાથી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ઘઉંના સ્ટોકની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સંગ્રહખોરી અને સટ્ટાબાજીને રોકવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઘઉંના સ્ટોક લિમિટની કરાવી પડશે નોંઘણી

ઘઉંનો સંગ્રહ કરતી તમામ સંસ્થાઓએ ઘઉંના સ્ટોક લિમિટ પોર્ટલ (https://evegoils.nic.in/wsp/login) પર નોંધણી કરાવવી અને દર શુક્રવારે સ્ટોકની સ્થિતિનું અપડેટ કરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જો આવું નહીં કરવામાં આવે તો પોર્ટલ પર નોંધાયેલ અથવા સ્ટોક મર્યાદાનું ઉલ્લંઘન કરતી કોઈપણ એન્ટિટી એસેન્શિયલ કોમોડિટી એક્ટ, 1955ની કલમ 6 અને 7 હેઠળ તેની સામે યોગ્ય શિક્ષાત્મક પગલાં લેશે. જો આ સંસ્થાઓ પાસેનો સ્ટોક ઉપર દર્શાવેલ મર્યાદા કરતાં વધી ગયો હોય, તો તેમણે નોટિફિકેશ ન જારી થયાના 30 દિવસની અંદર નિયત સ્ટોક મર્યાદામાં લાવવાનો રહેશે.

ઘઉંના ભાવને અંકુશમાં લેવા માટે શું ફેરફારો કરવામાં આવ્યા

અગાઉ વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક મર્યાદા 1000 મેટ્રિક ટન હતી, જે હવે ઘટાડીને 500 મેટ્રિક ટન કરવામાં આવી છે.અગાઉ પણ રિટેલ આઉટલેટ્સ માટે સ્ટોક મર્યાદા 5 મેટ્રિક ટન હતી અને હવે તે જ મર્યાદા જાળવી રાખવામાં આવી છે. મોટા પ્રોસેસરો માટે, માસિક સ્થાપિત ક્ષમતાના 70 ટકાને બદલે 60 ટકાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. મોટા ચેઇન રિટેલર્સના દરેક આઉટલેટ માટે 5 મેટ્રિક ટનની મર્યાદા પહેલાની જેમ જ રહેશે. પરંતુ હવે તેમના તમામ ડેપો પર મર્યાદા 1000 મેટ્રિક ટનને બદલે 500 મેટ્રિક ટન રહેશે.

મંત્રાલયે કહ્યું છે કે ઘઉં અને લોટની મોંઘવારી ઘટાડવા માટે સરકારે ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ ઘણાં પગલાં લીધાં છે. FCI દ્વારા રાહતદરે 101.5 લાખ મેટ્રિક ટન ઘઉંની હરાજી કરવામાં આવી રહી છે. આ માટે પ્રતિ ક્વિન્ટલ માત્ર 2150 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે.

સસ્તા ભાવે ઘઉંની ઉપલબ્ધતા વધી

જરૂરિયાતના આધારે, જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન OMSS હેઠળ વધારાની 25 LMT લોન્ચ કરી શકાય છે. અત્યાર સુધીમાં, 80.04 LMT ઘઉં FCI દ્વારા સાપ્તાહિક ઈ-ઓક્શન દ્વારા પ્રોસેસર્સને વેચવામાં આવ્યા છે. એવો દાવો કરવામાં આવે છે કે આનાથી ખુલ્લા બજારમાં સસ્તા ભાવે ઘઉંની ઉપલબ્ધતા વધી છે, જેનો દેશભરના સામાન્ય ગ્રાહકોને ફાયદો થયો છે.

ભારત આટા બ્રાન્ડનું વેચાણ માત્ર રૂ. 27.50ના ભાવે

FCI, NAFED, NCCF અને કેન્દ્રીય ભંડાર જેવી કેન્દ્રીય સહકારી સંસ્થાઓને લોટ પ્રોસેસિંગ અને તેમના આઉટલેટ્સ દ્વારા 'ભારત આટા' બ્રાન્ડનું વેચાણ માત્ર રૂ. 27.50 પ્રતિ કિલોના રાહત ભાવે કરવામાં આવે છે. આ એજન્સીઓને 7.5 લાખ મેટ્રિક ટન ઘઉંને લોટમાં રૂપાંતરિત કરવા અને તેને 'ભારત અટ્ટા' બ્રાન્ડ હેઠળ વેચવા માટે ફાળવવામાં આવ્યા છે.

Share your comments

Subscribe Magazine

More on News

More