Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સુક્ષ્મ સિંચાઈ યોજના અંતર્ગત 5 વર્ષમાં 100 લાખ હેક્ટર જમીન કવર કરવાનો લક્ષ્યાંકઃ કેન્દ્રીય કૃષિ પ્રધાન

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ તથા પંચાયતી રાજ બાબતના મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે કેન્દ્ર સરકાર ઓછા પાણીનો ઉપયોગ કરવા માટે પાકોનું ઉત્પાદન વધારવા માટે માઈક્રો ઈગિરેશન પર વધારે ભાર આપી રહ્યા છે. સરકાર દ્વારા સૂક્ષ્મ સિંચાઈ (માઈક્રો ઈરિગેશન)ને લઈ પાંચ વર્ષ માટે એક લક્ષ્ય નક્કી કર્યો છે. સરકાર તેને વધારેમાં વધારે ખેડૂતો સુધી પહોંચાડવા માટે તેને પાંચ વર્ષમાં 100 લાખ હેક્ટર જમીન કવર કરવાનો લક્ષ્ય ધરાવે છે. માઈક્રો ઇરિગેશનને એક વેબિનારનું આયોજન કર્યું હતું,જેને સંબોધિત કરતા મંત્રીએ અનેક મહત્વની વાત કહી.

KJ Staff
KJ Staff
Micro Irrigation
Micro Irrigation

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ તથા પંચાયતી રાજ બાબતના મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે કેન્દ્ર સરકાર ઓછા પાણીનો ઉપયોગ કરવા માટે પાકોનું ઉત્પાદન વધારવા માટે માઈક્રો ઈગિરેશન પર વધારે ભાર આપી રહ્યા છે. સરકાર દ્વારા સૂક્ષ્મ સિંચાઈ (માઈક્રો ઈરિગેશન)ને લઈ પાંચ વર્ષ માટે એક લક્ષ્ય નક્કી કર્યો છે. સરકાર તેને વધારેમાં વધારે ખેડૂતો સુધી પહોંચાડવા માટે તેને પાંચ વર્ષમાં 100 લાખ હેક્ટર જમીન કવર કરવાનો લક્ષ્ય ધરાવે છે. માઈક્રો ઇરિગેશનને એક વેબિનારનું આયોજન કર્યું હતું,જેને સંબોધિત કરતા મંત્રીએ અનેક મહત્વની વાત કહી. તેમણે કહ્યું કે દેશમાં મોટી સંખ્યામાં ખેડૂતોને વર્ષ 2019-20માં ડ્રિપ એન્ડ સ્પ્રિંકલર પદ્ધતિનો લાભ ઉઠાવ્યો છે. જો આંકડાકીય સ્થિતિને લઈ વાત કરીએ ખેડૂતોની સંખ્યા લગભગ 11 લાખ છે. તોમરે કહ્યું કે માઈક્રો ઈરિગેશન ફંડ કોર્પસના સ્ટિયરિંગ કમિટી અને નાબાર્ડના રાજ્યોમાં 3,805.67 કરોડ રૂપિયાના ધિરાણની પરિયોજનાને મંજૂરી આપી છે. તેનું ક્ષેત્ર કવરેજ 12.53 લાખ હેક્ટર છે.

તોમરે કહ્યું કે 100 લાખ હેક્ટર જમીનની યોજના અંતર્ગત કરવ કરવા માટે તેના સંબંધિત વિભાગો-મંત્રાલયો, રાજ્ય કાર્યાન્વયન એજન્સીઓ, સુક્ષ્મ સિંચાઈ પ્રણાલી વિનિર્માતાઓ/આપૂર્તિકર્તાઓ જેવા વિવિધ હિતધારકોના સમન્વિત અને એકીકૃત પ્રયાસ આ તમામ પ્રયાસોથી તેને પૂરા કરી શકાય છે. આ તમામ પ્રયાસોથી સુક્ષ્મ સિંચાઈનું કવરેજ ખેડૂત સમુદાય માટે વધારી તેનો મહત્તમ લાભ અપાવવામાં આવશે.

કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતોના પાકો માટે પાણી અત્યંત આવશ્યક છે. ખેડૂતો પાણીના મહત્વને સમજે છે અને તેના ઉપયોગને લઈ પણ ઘણા સહજ છે. મંત્રીએ એમ પણ કહ્યું કે ખેડૂત પોતાના વિવેક બુદ્ધિથી પાકોમાં પાણીનો ઉપયોગ કરે છે.

પ્રધાન મંત્રી તોમરે કહ્યું કે ખેડૂતોના પાકોમાં જે પડતર નક્કી થાય છે તે ખેડૂતોના લાભમાં મળે છે. આ સાથે ખેડૂતોના પાકોના ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.  માટી સ્વાસ્થ્ય કાર્ડ યોજના ખેડૂતોને લાભ અપાવવાની દિશામાં કામ કરી રહી છે અને તેનાથી પાણી તથા કેમિકલની બચત થશે અને માટી સ્વાસ્થ્યને વધારવામાં મજબૂત ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે ખેડૂતોને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાના માધ્યમથી ખેડૂતોને લાભ મળી રહ્યો છે અને તેને વધારવામાં પણ તમામ રાજ્ય મોટાપાયે સહયોગ કરે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More