ઓક્ટોબરની શરૂઆતના સાથે જ અમારા દેશમાં રવિ સિઝનના પાકોની વાવણી પણ શરૂ થઈ જાય છે. એમ તો ઓક્ટોબર હવે ખત્મ થવાના આરે છે પણ કેટલાક ખેડૂતો હુજુ પણ મુંઝાવણમાં છે કે તેઓ કયા પાકની વાવણી કરે, જેથી તેઓને વધુ ઉત્પાદન સાથે સારી એવી આવક મળી શકે. ઓક્ટોબરમાં ખેડૂતો પાસે ધણા પાકોનો વિકલ્પ હોય છે, પરંતુ આજના આ આર્ટિકલમાં અમે તમને ત્રણ એવા પાકના વિશેમાં જણાવવા જઈ રહ્યા છીએ, જેની ખેતી કરીને તમે આ સિઝનમાં ટૂંક સમયમાં મોટી આવક મેળવી શકો છો.
રવી સિઝનમાં માટે બેસ્ટ ત્રણ પાક
રવી સિઝનના ખાસ પાકોની વાત કરીએ તો ઘઉં અને સરસવની વાત તો દરેકના મનમાં આવે છે, પરંતુ આ દિવસોમાં ઘણા બધા શાકભાજી અને કઠોળના પાક પણ ઉગાડવામાં આવે છે. આ દિવસોમાં ખેડૂતોને ચણા, મસૂર અને વટાણાની ખેતી કરવાની સલાહ આપવામાં આવે છે. આ ત્રણ કઠોળ પાકો છે જે લગભગ ત્રણ મહિના પછી તૈયાર થવાનું શરૂ થાય છે.
આ પાકોથી જમીનનું સ્વાસ્થ્ય સુધરશે
પાક ઉત્પાદન વધારવા માટે ખેતરોમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો સતત આડેધડ ઉપયોગ જમીનની ફળદ્રુપતાને અસર કરે છે. ચણા, મસૂર અને વટાણા જેવા કઠોળ પાકો જમીનની ગુણવત્તા સુધારી શકે છે. તમને જણાવી દઈએ કે રાઈઝોબિયમ નામના બેક્ટેરિયા કઠોળના પાકના મૂળમાં જોવા મળે છે. આ બેક્ટેરિયા વાતાવરણીય નાઇટ્રોજનને છોડ માટે જરૂરી સંયોજનોમાં રૂપાંતરિત કરે છે. આ સંયોજનો જમીનમાં ભળી જાય છે અને જમીનની ફળદ્રુપતા વધે છે.આ સિવાય આ પાકના મૂળમાં ગ્લોમાલિન પ્રોટીન જોવા મળે છે જે જમીનના કણોને એકસાથે રાખે છે. આ પાકની લણણી પછી પણ તેના અવશેષો જમીનમાં નાઈટ્રોજનની માત્રામાં વધારો કરે છે.
કઠોળનો પાક ઉગાડવામાં પણ સરળ
કઠોળ પાકની ખેતી જેટલી ફાયદાકારક છે, તેટલી જ તેને ઉગાડવી પણ સરળ છે. આ પાકની ખેતી કરવા માટે ખેડૂતોને વધુ ધક્કા ખાવાની જરૂર નથી. ખેડાણ કર્યા પછી, તમે બીજને સીધા વેરવિખેર કરીને પણ ઉગાડી શકો છો. આ પાક માટે બે થી ત્રણ પિયત અને એક ખાતર પૂરતું છે.
કઠોળ પાકમાંથી ખેડૂતોની કમાણી
તમે કઠોળના પાકની ખેતીથી ખેતરો અને જમીનમાં થતા ફાયદાઓ વિશે જાણ્યા છો, હવે અમે તમને તેનાથી થતી આવક વિશે પણ જણાવીએ. તમને જણાવી દઈએ કે આપણો દેશ કઠોળ પાકની ખેતીમાં થોડો પાછળ છે. અમારે વિદેશમાંથી કઠોળની આયાત કરવી પડે છે, તેથી દેશમાં કઠોળના પાકના ભાવ અન્ય પાકો કરતાં થોડા વધુ છે. તેથી કરીને રવિ સિઝનમાં આ પાકની ખેતી કરીને તમે સારી આવક મેળવી શકો છો.
આ પણ વાંચો:છેલ્લા વર્ષની સરખામણીએ આ વર્ષે જુવારનું બમ્પર ઉત્પાદન,પરંતુ આ રોગ કરી રહ્યો છે પરેશાન
Share your comments