Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખેડૂતોને અઢળક આવક કરાવે છે આ ચાર પાક: સરકાર આપે છે પ્રોત્સાહન

કેન્દ્ર સરકાર પણ સતત ખેડૂતોની આવક વધારવા પ્રયત્નો કરી રહી છે. આ દિશામાં ઝડપી કામગીરી પણ ચાલુ છે. ખેડૂતોના હિતમાં સરકારી અનેક યોજનાઓ બનાવવામાં આવી રહી છે. સાથો સાથ ખેડૂતોના ખર્ચને ઘટાડીને તેમને વધુમાં વધુ નફો મળે તેવા પ્રયત્નો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

KJ Staff
KJ Staff
Shatavari
Shatavari

ઉપરાંત સરકાર

પરંપરાગત પાકની સાથે  નવા પાકના વાવેતરને પણ બહોળા પ્રમાણમાં પ્રોત્સાહિત કરી રહી છે. વધારેમાં વધારે ખેડૂતો ઔષધીય છોડની ખેતી તરફ વળે તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે.  કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓ ખેડૂતો સુધી પહોંચીને ઉપયીગી માહિતી આપી રહી છે. ખેડૂતોને સરળતાથી સમજાય તેવા ઉદાહરણો આપીને નવા પાકની યોજનાઓ સાથે જોડવાનું કામ થઈ રહ્યું છે. પરંપરાગત પાક કરતા નફો વધારે હોવાથી ખેડુતો વધુને વધુ આ પાકો તરફ વળી રહ્યા છે.  જો તમે પણ ઔષધીય છોડની ખેતી કરવા માંગતા હો, તો અમે તમને કંઇક વિશે માહિતી આપી રહ્યા છીએ.

સરગવો 

સરગવાની સિંગને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક કહેવામાં આવે છે. સરગવાની સિંગનો ઉપયોગ શાક અને દવાઓ બનાવવા માટે થાય છે. સરગવામાં અનેક ઔષધીય ગુણ છે. ભારતના મોટાભાગના ભાગોમાં, તેની ખેતી સરળતાથી કરી શકાય છે.  એકવાર તમે છોડ રોપશો, તો તમે તેનાથી ઘણા વર્ષો સુધી તેમાંથી નફો  મેળવી શકો છો. સરગવાના પાંદડા, છાલ અને મૂળ આયુર્વેદમાં પણ વપરાય છે.  90 પ્રકારના મલ્ટી વિટામિન્સ, 45 પ્રકારના એન્ટિ-ઓક્સિડેન્ટ ગુણધર્મો અને 17 પ્રકારના એમિનો એસિડ્સ સાથે સરગવા (ડ્રમસ્ટિક)ની માંગ સતત રહે છે.  સૌથી અગત્યની બાબત એ છે કે તેની ખેતીમાં ખર્ચ નહિવત્ છે.

લેમનગ્રાસ 

લેમનગ્રાસને બોલચાલની ભાષામાં લીંબુ ઘાસ કહેવામાં આવે છે અને તેનું વૈજ્ઞાનિક નામ સિમ્બેપોગન ફ્લસ્કૂઓસસ છે.  લેમનગ્રાસનું વાવેતર કરતા ખેડુતો જણાવે છે કે તેની પર કુદરતી આપત્તિની અસર થતી નથી તેમજ  પ્રાણીઓ પણ તેને ખાતા નથી, એટલે લેમન ગ્રાસની ખેતી એકદમ જોખમ મુક્ત છે. પરિણામે ઘણા વિસ્તારોમાં ખેડૂતો લેમનગ્રાસની વાવણી કરે છે. લેમનગ્રાસ વાવણી કર્યા બાદ તેનું ફક્ત એક જ વાર નીંદણ કરવું પડે છે અને સિંચાઈ પણ  વર્ષમાં માત્ર 4થી 5 વખત જ કરવી પડે છે.  આ ખેડુતો માટે મોટી બાબત ગણાય. લેમનગ્રાસનો ઉપયોગ અત્તર, બ્યુટી આઈટમ્સ અને સાબુ બનાવવામાં પણ થાય છે.  વિટામિન એ અને સિન્ટ્રાલના વધુ પ્રમાણને લીધે, હંમેશા ભારતીય લેમનગ્રાસ તેલની માંગ રહે છે

અશ્વગંધા

અશ્વગંધા એક ઝાડીદાર છોડ છે.  તેના ફળ, બીજ અને છાલનો ઉપયોગ વિવિધ દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે.  અશ્વગંધાના મૂળમાંથી અશ્વ એટલે કે ઘોડાની સુગંધ આવે છે.  તેથી જ તેને અશ્વગંધા કહેવામાં આવે છે. તમામ ઔષધિઓમાં અશ્વગંધા સૌથી પ્રખ્યાત છે.  તણાવ અને ચિંતા દૂર કરવામાં અશ્વગંધાને સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. અશ્વગંધાનો  પાઉડર માર્કેટમાં સરળતાથી મળી રહે છે. ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ એવા અશ્વગંધાના પાકથી ખેડુતોને ઘણો ફાયદો થઈ રહ્યો છે. ખેડૂતોને અશ્વગંધાના પાકના ખર્ચ કરતા અનેકગણી ઉપજ થતી હોવાને કારણે તેને કેશ કોર્પ એટલે કે રોકડીયો પાક પણ કહેવામાં આવે છે.

Ashwagandha farming
Ashwagandha farming

શતાવરી

સતાવર અથવા શતાવરીની ખેતીથી ખેડુતો ખૂબ સારી આવક મેળવી રહ્યા હોવાનું જાણવા મળે છે. સતાવરની એક એકરમાં ખેતી કરીને ખેડુતો 5થી 6 લાખ રૂપિયા સુધીની આવક કરી રહ્યા છે. શતાવરી નો પાક ખેડૂતોના ફાયદાનું સાધન બની ગયું છે.  શતાવરીનો છોડ એ એક  વનસ્પતિ પણ છે જેમાં તમામ ઔષધીય ગુણધર્મો છે.  જો કે શતાવરીના છોડને  તૈયાર થતા  એક વર્ષથી વધુનો સમય લાગે છે.  પરંતુ જ્યારે પાક તૈયાર થાય છે ત્યારે  તે ખેડૂતોના ખર્ચ કરતા અનેકગણું વધારે વળતર આપે છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More