Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

કાજુની ખેતી કરવાની વૈજ્ઞાનિક રીત, કરો અને કમાવો

Amansinh Jadeja
Amansinh Jadeja

કાજુનું ઝાડ એક ઉષ્ણકટિબંધીય સદાબહાર વૃક્ષ છે. તે લગભગ 46 ફૂટ ઊંચું વિકસી શકે છે. કાજુ તેની પરિપક્વતા, ઊંચી ઉપજ અને બજારમાં વધતી માંગ કારણે તે ઘણા રાજ્યોના ખેડુતો માટે હંમેશાં સૌથી વધુ પસંદીદા ખેતીનો એક વિકલ્પો રહ્યું છે.

કાજુનું ઝાડ એક ઉષ્ણકટિબંધીય સદાબહાર વૃક્ષ છે. તે લગભગ 46 ફૂટ ઊંચું વિકસી શકે છે. કાજુ તેની પરિપક્વતા, ઊંચી ઉપજ અને બજારમાં વધતી માંગ કારણે તે ઘણા રાજ્યોના ખેડુતો માટે હંમેશાં સૌથી વધુ પસંદીદા ખેતીનો એક વિકલ્પો રહ્યું છે.

કાજુનું ઝાડ એક ઉષ્ણકટિબંધીય સદાબહાર વૃક્ષ છે. તે લગભગ 46 ફૂટ ઊંચું વિકસી શકે છે. કાજુ તેની પરિપક્વતા, ઊંચી ઉપજ અને બજારમાં વધતી માંગ કારણે તે ઘણા રાજ્યોના ખેડુતો માટે હંમેશાં સૌથી વધુ પસંદીદા ખેતીનો એક વિકલ્પો રહ્યું છે. ભારતની મલાબાર કોસ્ટમાં સૌથી પહેલા તેની ખેતી કરવામાં આવી હતી. વિદેશમાં તેની વદારે માંગણીના કારણે ભારતીય ખેડુતોએ વર્ષ 1920થી વ્યાપારીક ધોરણે તેની ખેતી શરૂ કરી હતી.

માટી

કાજુને ઊંડી દોમટ સારી ડ્રેનેજવાળી  જમીનમાં ઉગાડવામાં આવે છે. આ સિવાય રેતાળ લાલ માટી, દરિયાઇ રેતાળ જમીન અને લેટેટાઇટ માટી પણ કાજુના વાવેતર માટે સારી છે. ખેતી કરતા ખેડુતોએ કાજુની ખેતી માટે ખેતરમાં પાણી ભરાઈ જવું કે પાણી ભરાઈ રહેવાની કાળજી લેવી જોઈએ. કારણ કે આવું થવાથી તે છોડના વિકાસને નુકસાન પહોંચાડે છે. ઉપરાંત જમીનનું પીએચ સ્તર 8.0 સુધી હોવું જોઈએ. ખનિજોથી સમૃદ્ધ શુદ્ધ રેતાળ જમીન પણ કાજુની ખેતી માટે પસંદ કરી શકાય છે.

આ પણ વાંચો,વૈજ્ઞાનિક પદ્ધતિથી કરો કાકડીની ખેતી, થશે લાખોની કમાણી

આબોહવા

કાજુના વાવેતર માટે વાર્ષિક 1000-2000 મીમી જેટલો વરસાદ અને 20થી 30 ° સે વચ્ચેના તાપમાન વાળા વિસ્તારો ઉપયુક્ત રહે છે.તેની ખેતીના શ્રેષ્ઠ પરિણામો માટે તેને ઓછામાં ઓછા 4 મહિના માટે સુકા હવામાનની સારી સ્થિતિની જરૂર હોય છે જ્યારે અનિશ્ચિત વાતાવરણ સાથે ભારે વરસાદ તેના માટે અનુકૂળ નથી.36 ડિગ્રી સેલ્સિયસથી ઉપરનું તાપમાન ફળની જાળવણી પર ખાસ કરીને ફૂલો અને ફળ આપવાના સમયગાળાને અસર કરશે.

જમીનની તૈયારી અને વાવેતર

જમીનને સારી રીતે ખેડવી કરવાની જરૂર છે, કારણ કે તે પોષણને પ્રોત્સાહન આપે છે અને ભેજ સંરક્ષણમાં મદદ કરે છે. ખેતરને ચોમાસા પહેલા એટલે કે એપ્રિલ અને જૂન પહેલા તૈયાર કરવું જોઈએ. જો ક્ષેત્રની જમીનમાં સખત પડ હોય  તો ખાડાનું કદ જરૂરીયાત મુજબ વધારી શકાય છે. ખાડાને 15થી 20 દિવસ સુધી ખુલ્લા છોડ્યા પછી 15 કિલો ગોબર અથવા ખાતર અને 2 કિલો રોક ફોસ્ફેટ અથવા ડીએપી મિશ્રણ ખાડાની ટોચની જમીનમાં ભરવા જોઈએ. ખાસ કરીને ખાડાની આસપાસ આવી વ્યવસ્થા કરવી જોઈએ કે ત્યાં પાણી ન અટવાય.બગીચાને વધુ સઘન રીતે રોપવા માટે છોડનું અંતર 5 x 5 અથવા 4 x 4 મીટર રાખવામાં આવે છે. બાકીની પ્રક્રિયા સામાન્ય રહે છે.

વાવણી

તેનો છોડ સોફ્ટ વુડ ગ્રાફટિંગપદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ સાથે ભેટ કલમ દ્વારા પણ છોડ પણ તૈયાર કરી શકાય છે.છોડની તૈયારી માટેનો યોગ્ય સમય મેથી જુલાઈ સુધીનો હોય છે.

છોડનું રોપણ

તેના છોડની સારી ઉપજ માટે તે ફક્ત વરસાદની ઋતુમાં વાવવું  જોઈએ.  તૈયાર કરેલા ખાડાઓમાં રોપાઓ રોપ્યા પછી તેમાં પ્લેટો બનાવવામાં આવે છે અને પ્લેટોમાં વખતોવખત નીંદણ કરવામાં આવે છે. જળ સંરક્ષણ માટે પ્લેટોમાં સુકા ઘાસની પથારી પાથરવામાં આવે છે.઼

આ પણ વાંચો, ફણસીની ખેતી કરવાની પદ્ધતિઓ અને સુધરેલી જાતો

ખાતર

આમાં છોડને દર વર્ષે 10થી 15 કિલો ગાયનું સડી ગયેલું છાણ આપવું જોઈએ, તેની સાથે યોગ્ય માત્રામાં રાસાયણિક ખાતરો આપવા જોઇએ. પ્રથમ વર્ષે  પ્લાન્ટ દીઠ 300 ગ્રામ યુરિયા, 200 ગ્રામ રોક ફોસ્ફેટ, 70 ગ્રામ મ્યુરેટ પોટેશ આપવામાં આવે છે. બીજા વર્ષમાં તેનું પ્રમાણ બમણું થાય છે અને ત્રણ વર્ષ પછી 1 કિલો યુરિયા, 600 ગ્રામ રોક ફોસ્ફેટ અને 200 ગ્રામ મ્યુરેટ પોટેશ દર વર્ષે મે-જૂન અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં અડધા-અડધા કરીને નાખવામાં  આવે છે.

કાપણી

તેના છોડની સારી ઉપજ માટે શરૂઆતમાં તેને સારો આકાર આપવાની જરૂર છે. તેથી,છોડને સારી આકાર આપવા માટે કાપણી કર્યા પછી, સુકા, રોગ અને જીવાતથી અસરગ્રસ્ત  શાખાઓ કાપી નાખવામાં આવે છે.

લણણી અને ઉપજ

આમાં આખું ફળ કાપવામાં આવતું નથી, પરંતુ ખરતા નટ્સ એકત્રિત કરવામાં આવે છે અને પછી તેને તડકામાં સૂકવી  અને કોથળામાં ભરી ઊંચી જગ્યાએ રાખવામાં આવે છે.દર વર્ષે લગભગ 8થી 10 કિલો નટ્સ દરેક છોડમાંથી મેળવવામાં આવે છે. આ રીતે એક હેક્ટરમાં આશરે 10થી 17 ક્વિન્ટલ કાજુ મળી આવે છે.

સુધારેલ જાતો

કાજુની મુખ્ય જાતોમાં  વેગુર્લા -4, ઉલ્લાલ -2, ઉલ્લાલ -4, બીપીપી -1, બીપીપી -2, ટી -40 વગેરે છે.

Related Topics

Cashews Farming Gujarat Earning

Share your comments

Subscribe Magazine