Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

દાડમના પાકને કેવી રીતે ફાટતા બચાવી શકાય તે માટેના યોગ્ય ઉપાય

દેશના અનેક ક્ષેત્રોમાં દાડમની ખેતી સફળતાપૂર્વક કરવામાં આવે છે. દાડમમાં ત્રણ મૌસમ હોય છે. જૂન-જુલાઈ મહિનામાં મૃગ, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં હસ્ત અને ફેબ્રુઆરી-માર્ચમાં અમ્બેમાં ફૂલ આવે છે. વ્યવસાયિક રીતે વર્ષમાં ફક્ત એક જ સિઝન લેવામાં આવે છે. જે ક્ષેત્રોમાં સિંચાઈની સુવિધા ન હોય ત્યાં મૃગ સિઝનથી પાક લેવામાં આવે છે અને સિંચાઈ સુવિધા થતા અમ્બે સિઝનમાં ફળ લેવામાં આવે છે.

KJ Staff
KJ Staff
Pomegranate
Pomegranate

દેશના અનેક ક્ષેત્રોમાં દાડમની ખેતી સફળતાપૂર્વક કરવામાં આવે છે. દાડમમાં ત્રણ મૌસમ હોય છે. જૂન-જુલાઈ મહિનામાં મૃગ, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં હસ્ત અને ફેબ્રુઆરી-માર્ચમાં અમ્બેમાં ફૂલ આવે છે. વ્યવસાયિક રીતે વર્ષમાં ફક્ત એક જ સિઝન લેવામાં આવે છે. જે ક્ષેત્રોમાં સિંચાઈની સુવિધા ન હોય ત્યાં મૃગ સિઝનથી પાક લેવામાં આવે છે અને સિંચાઈ સુવિધા થતા અમ્બે સિઝનમાં ફળ લેવામાં આવે છે. જે સિઝનમાં ફળ લેવામાં આવે છે તેમાં ફૂલ આવે તેના 2 મહિના પહેલા સિંચાઈ અટકાવી દેવામાં આવે છે. દાડમના છોડમાં શુષ્મ અને ગરમ જળવાયુ સહન કરવાની અસાધારણ ક્ષમતા હોય છે. ફળના વિકાસ અને પાકવાના સમયે ગરમ અને શુષ્ક જળવાયુની આવશ્યકતા રહે છે, માટે ઉત્તર પશ્ચિમ જળવાયુમાં પેદા થતા દાડમ સારી ગુણવત્તાના માનવામાં આવે છે. જોકે ખેડૂતોની સામે ફળ ફાટવાની સમસ્યા છે. ફળ ફાટ્યા બાદ ફળોની કિંમતમાં ભારે ઘટાડો થાય છે અને ફળની ગુણવત્તા પણ ખરાબ થઈ જાય છે, જેને પગલે ખેડૂતને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે. માટે આજે આપણે ફળ ફાટવાની સમસ્યાનો કેવી રીતે ઉકેલ મેળવી શકીએ તે જોશું.

ફળોનું ફાટવાનું કારણ

ફળોનું ફાટવા પાછળ અનેક કારણ હોઈ શકે છે. જેમ કે સિંચાઈ અચાનક કરવી, જમીનનું તપમાનમાં પરિવર્તન આવવું. બોરોન અને કેલ્સિયમ જેવા તત્વોની અછત, ફળ પાકતી વખતે ગરમ હવા ચાલવી વગેરે અનેક કારણો આ માટે જવાબદાર છે.

દાડમ ફાટતા અટકાવવાના ઉપાય

1. માટીની પાણી ધારણ કરવાની ક્ષમતા વધારવી

સુકા વિસ્તારની રેતાળ માટી પાણી ધારણ કરવાની ઓછી ક્ષમતા ધરાવે છે. કારણ કે આ પ્રકારની જમીનમાં કાર્બનિક પદાર્થનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. માટે છાણીયા ખાતર અને કાર્બનિક મલ્ચના સમન્વિત ઉપયોગથી પાણી ધારણ કરવાની ક્ષમતામાં વધારો કરી શકાય છે. જેથી ફળ ફાટવાની સમસ્યા સર્જાઈ શકે છે.

2. પ્રતિરોધી જાતોની પસંદગી

જ્યાં દાડમનું ફળ ફાટવાની સમસ્યા વધારે હોય ત્યાં પ્રતિરોધી જાતો જેવી કે નાસિક, ધોળકા, જાલોર સીડલેસ, બેદાના બોસેકના છોડની રોપણી કરવી યોગ્ય છે.

3. સિંચાઈનો સમય

દાડમના છોડમાં લાંબા સમય બાદ અચાનક અને વધારે તાપમાનમાં સિંચાઈ કરવી જોઈએ નહીં.

આ સંજોગોમાં દાડમ ફાટવાની સમસ્યા જોવા મળે છે.

4. જલ્દીથી લલણી કરવી

મોટા આકારના ફળ ફાટવાની સમસ્યા વધારે જોવા મળે છે. આ સંજોગોમાં ફળ જલ્દીથી ફાટી જાય છે. લણણી કરવાથી ફાટી શકે છે.

5. ખાતરનો છંટકાવ કરવો

દાડમના પાકોને ફાટવાથી બચાવવા માટે બોરાન 2 ગ્રામ પ્રતિ લીટર પાણીના દરથી 15 દિવસના અંતરે બે છંટકાવ કરવો જોઈએ. જેથી ફળ ફાટવાની સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે. આ ઉપરાંત કેલ્સિયમ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ અને કોપર સલ્ફેટ વગેરે રસાયણ પણ ફળોને ફાટતા અટકાવવામાં સહાયક હોય છે. પોટેશિયમ સલ્ફેટનો ત્રીજો છંટકાવ કરવાથી પણ પાક ઓછો ખરે છે.

6. વરસાદમાં પાકને બચાવવો

દાડમના ફળો વરસાદના પાણીથી બચાવવા માટે પ્લાસ્ટિકની હાઈડ્રોફોબિક ફિલ્મથી ફળને ઢાકી દેવા જોઈએ. વરસાદના ટીંપાથી ફળના તાપમાનમાં અચાનક અંતર આવી જાય છે, જેથી ફળ ફાટવાની સમસ્યા સર્જાય છે.

7. ફળોની લણણીની પદ્ધતિ

લણણી સમયે જ્યારે દાડમ જમીન પર ખરવા લાગે છે તો જમીન પર મલ્ચિંગ કરવી જોઈએ અથવા વિવિધ ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ,જેથી પાકોને તોડવાથી ઓછું નુકસાન પહોંચે છે.

8. મીઠા અથવા ખાંડના મિશ્રણનો ઉપયોગ કરો

દાડમના ફળો ઉપર મીંઠુ અને ખાંડના મિશ્રણનો છંટકાવ કરો. જેથી ફળોની પરાસરણ ક્ષમતા વધઘટ થતી અટકશે અને ફળને ફાટવાથી બચાવી શકાશે.

9. હોર્મોનનો છંટકાવ

દાડમના ફળો ફાટવાથી બચાવવા માટે 2,4-ડી અને એનએએ છંટકાવ 10થી 20 પીપીએમ (.001-.002 ટકા) પ્રમાણમાં કરવું જોઈએ.

Related Topics

pomegranate

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More